________________
મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
મંત્ર જાપના પ્રકારો અને તેની શક્તિ વિશે વૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે વિગતવાર
ચર્ચા મેં, ‘‘જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય’ લેખમાં કરી જ છે. એટલે તેની અહીં પુનરુક્તિ કરતો નથી.
પ્રાચીનકાળમાં, પ્રાયઃ મહાભારતનું યુદ્ધ થયું તે કાળમાં, યુદ્ધમાં, શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યાનો ઉપયોગ થતો હતો. આમાં શસ્ત્ર એટલે સામાન્ય શસ્ત્રો જેવાં કે તલવાર, બાણ વગેરે. જ્યારે મંત્ર દ્વારા અથવા વિદ્યાઓ સહિત છોડવામાં આવતાં શસ્ત્રોને અસ્ત્રો કહેવામાં આવે છે.॰ આ અસ્ત્રો શત્રુનો સંહાર કરી પુનઃ પ્રયોક્તા અર્થાત્ છોડનારની પાસે આવી જતાં. તે અસ્ત્રોને નિષ્ફળ બનાવવાની પણ વિદ્યાઓ તે સમયના રાજા, સેનાપતિ વગેરે જાણતા હતા.
189
આમ ભારતીય પરંપરામાં મંત્રવિદ્યા ખૂબ જ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં જ જન્મેલ અને ભારતમાં જ વિકાસ પામેલ મંત્ર, યંત્ર, તંત્રની વિભિન્ન પરંપરાઓમાં 1. બ્રાહ્મણ (હિન્દુ) 2. બૌદ્ધ અને 3. જૈન મુખ્ય છે. બ્રાહ્મણ | હિન્દુ પરંપરાના ત્રણ પેટા વિભાગ છેઃ (1) વૈષ્ણવ (2) શૈવ અને (3) શાક્ત
તેમાં જૈન મંત્ર-યંત્ર-તંત્રની પરંપરા પણ ખૂબ જ પ્રાચીન છે. શ્રી સંઘદાસ ગણિ વિરચિત ‘વસુદેવ હિંડી' નામનો એક ગ્રંથ, જે ઈ. સ.ની પાંચમી સદીમાં રચાયેલો માનવામાં આવે છે, તેમાં મળતા સંદર્ભો અનુસાર આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ પ્રવ્રજ્યા અંગીકાર કરી ત્યારે તેઓએ પોતાની સઘળીય સંપત્તિ તથા રાજ્ય પોતાના પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધાં હતાં. તે સમયે તેમના બે પુત્ર કચ્છ અને મહાચ્છના બે પુત્રો નમિ અને વિનમિ બહાર ગયેલ હોવાથી તેમને કાંઈ આપ્યું નહોતું. નમિ અને વિનમિ, પાછા આવ્યા ત્યારે સઘળો ય વૃત્તાંત જાણી, પ્રભુ પાસે પોતાનો ભાગ માગવા ગયા, પરંતુ પ્રભુ મૌન અને ધ્યાનસ્થ રહેતા હોવાથી તેઓની સેવા કરવા લાગ્યા. એક વખત નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા ત્યારે નમિ-વિનમિની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું. “પ્રભુ તો ત્યાગી છે. હવે એમની પાસે આપવા જેવું કશું નથી, પણ પ્રભુની તમોએ કરેલ ભક્તિથી પ્રસન્ન થઈ, હું તમોને 48,000 વિદ્યાઓ આપું છું.” આ પ્રમાણે કહી, વિદ્યાઓ આપી તેઓને વૈતાઢ્ય પર્વતની ઉત્ત૨ શ્રેણિ અને દક્ષિણ શ્રેણિમાં વિદ્યાધરોનાં નગરો વસાવી ત્યાંનું સુકાન/ રાજ્ય સોંપ્યું. અને તેઓ વિદ્યાધર કહેવાયા.” તેઓનું કુળ પણ વિદ્યાધર કુળ કહેવાયું. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું.” તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી 4 સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં
આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org