________________
187
મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ અત્યંત મહત્ત્વની વિદ્યાઓ યોગ્ય પાત્ર જોઈને જ આપતા હોય છે અને જયારે યોગ્ય પાત્રનો અભાવ જ હોય તો, તે વિદ્યા તે મહાપુરુષોના અવસાન બાદ માત્ર દંતકથા સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે.
ભારતીય પ્રાચીન સાહિત્યમાં આવી અનેક મંત્ર, યંત્ર અને તંત્રની પરંપરા ચાલી આવે છે. અને તેના સંબંધી ઘણી ઘણી હસ્તલિખિત પ્રતિઓ પણ પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પ્રતિઓમાં મંત્ર સાધના કે યંત્ર સાધના કે તંત્રની સંપૂર્ણ વિધિ આમ્નાય આપવામાં આપેલ હોવા છતાં તે પ્રમાણે કરવાથી મંત્ર, યંત્ર કે તંત્રની સિદ્ધિ થઈ શકતી નથી કારણ કે આવી અત્યંત ગોપનીય વિધિઓમાં તેઓએ એક અથવા બે મહત્ત્વની કડીઓ ગુપ્ત રાખી હોય છે અને તે કડી પોતાના શિષ્ય અથવા કોઈપણ અન્ય યોગ્ય મનુષ્ય દેખાય તો, તેને જ તેઓ બતાવતા હોય છે. એટલે આવાં મંત્ર, યંત્ર અને તંત્ર સંબંધિત પ્રકાશિત પુસ્તકોમાં બતાવેલ વિધિ આમાન્ય પ્રમાણે વિધિ કરવા છતાં તેનું યોગ્ય ઇચ્છિત ફળ મળતું નથી.
આ અંગે શ્રી કરણીદાન સેઠિયા તેમના પુસ્તક મંત્રવિદ્યા'ની પ્રસ્તાવનામાં લખે છે કે “મંત્ર સંબંધી સાહિત્યમાં સૌથી મોટી મુશ્કેલી ચાવીની છે. પ્રાચીન અનુભવી ઋષિ મુનિઓએ મંત્ર લખ્યા છે, તંત્ર લખ્યાં છે, પરંતુ તેમાં કોઈકમાં અગત્યના અક્ષર છોડી દીધા છે, કોઈકમાં વિધિ બતાવી નથી તો કોઈકમાં તેના સંબંધી યંત્રનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ યંત્ર બતાવ્યું હોતું નથી.”2
પાંચેક વર્ષ પહેલાં મારી પાસે પ્રાચીન હસ્તપ્રતમાં સંગૃહીત પદ્માવતીની સાધનાની વિવિધ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં પ્રાયઃ દરેક વિધિમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ હતી. અને તે દરેક અધૂરી જણાતી હતી. તે પાંચેય વિધિમાં ફક્ત એક જ વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું હતું. જ્યારે બાકીની ચાર વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું ત્યાર પછી પ્રાચીન હસ્તપ્રતના, મારા પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરિજી મહારાજના સંગ્રહમાંથી બે પત્રોની એક નાનકડી પદ્માવતી- હૂ સાધના વિધિ પ્રાપ્ત થઈ. એ વિધિ સંપૂર્ણ અને વ્યવસ્થિત જણાઈ, પરંતુ તેમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. આ રીતે પ્રાચીન હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થતાં મંત્ર-યંત્ર-તંત્ર સાચાં હોવા છતાં, જાણકાર ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધ થઈ શકતાં નથી.
તેથી રખે કોઈ એમ ન માની લે કે આ મંત્ર-યંત્ર અને તંત્ર સાવ ખોટાં જ છે. વસ્તુતઃ મંત્ર, યંત્ર, તંત્રની સાથે તેના મૂળ નિર્દેશક મહાપુરુષની લોકોને સુખી કરવાની ભાવના પણ જોડાયેલી છે. આ ભાવના જેટલી વધુ પ્રબળ તેટલી મંત્રની શક્તિ, યંત્રનો પ્રભાવ વધુ હોય છે. આ મંત્રસિદ્ધિ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે એટલે તેમાંનું એકાદ પરિબળ પણ કામ ન કરતું હોય તો મંત્રસિદ્ધિ થઈ શક્તી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org