Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
મંત્ર, યંત્ર અને ધ્વનિઃ એક વૈજ્ઞાનિક વિશ્લેષણ
199 કર્મ પૌગલિક છે અને પુદ્ગલ કાર્મણ વર્ગણાના પુદ્ગલ સ્કંધો દ્વારા આઠ કર્મમાં રૂપાંતર પામી આત્માને વળગે છે. તે આઠ કર્મ-1. જ્ઞાનવરણીય 2. દર્શનાવરણીય3. વેદનીય 4. મોહનીય, 5. આયુષ્ય, 6. નામ,7. ગોત્ર અને 8 અંતરાય નામના છે. તે શ્રીયંત્રમાં પુદ્ગલ ત્રિકોણની આસપાસના પ્રથમ વલય|ચક્રના આઠ ત્રિકોણ દ્વારા બતાવવામાં આવ્યા છે. તે આઠ પ્રકારના કર્મ જે આત્માને વળગે છે. લાગે છે, તેને દશ પ્રકારની સંજ્ઞા - 1. આહાર, 2. ભય, 3. મૈથુન, 4. પરિગ્રહ 5. ક્રોધ, 6. માન 7. માયા, 8. લોભ 9. ઓઘ અને 10. લોક સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. તે પ્રથમ વલયના આઠ ત્રિકોણની પાસેના બીજા વલયના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવી છે. આ દશ સંજ્ઞાના પરિણામે જીવને દશ પ્રાણ-પાંચ ઇન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય), મન વચન, કાયા, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય પ્રાપ્ત થાય છે. તે ત્રીજા વલય/ચક્રના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ દશ પ્રાણોને સંસારી જીવો ધારણ કરે છે. તેના સંક્ષેપમાં 14 પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ ચૌદે પ્રકારના જીવોનું સૂચન ચોથા વલયના ચૌદ ત્રિકોણ દ્વારા થાય છે. આ ચૌદ પ્રકારના જીવોમાં બ્રહ્માંડના સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
તેની આસપાસ આઠ કમળની પાંખડીઓ સ્વરૂપ એક વલય છે. પૂર્વે આત્માની સંજ્ઞા તરીકે ઓળખાયેલ ક્રોધ, માન, માયા, લોભ અહીં આત્માના ભયંકર શત્રુ તરીકે વર્તે છે, તે સિવાય રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન, એ ચારે મળી, કુલ આઠ, ઉપરના ચૌદે પ્રકારના જીવોના અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવના મહાન શત્રુઓ છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિમાં આ આઠેય બાધક છે. તેના ઉપર વિજય મેળવવો હોય તો અન્તર્મુખ બની સૌ પ્રથમ જ્ઞાન મેળવી, અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે માટે વર્ણમાતૃકાના પ્રતીક સ્વરૂપે , , , , 3, 5, 8, 9, 7, 9, છે, મો, ગૌ, , : સ્વરૂપ 16 સ્વરોનું ધ્યાન કરવું આવશ્યક છે. આ સોળ સ્વરોની સાથે 33 વ્યંજનોનું પણ ધ્યાન કરાય છે. તેનું સૂચન કમળની સોળ પાંખડીઓવાળા વલય - ચક્ર દ્વારા થાય છે.
વર્ણ માતૃકાના ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મો દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેનો પ્રકાશ - અસંખ્યાતા દીપ અને સમુદ્રને પેલે પાર બ્રહ્માંડ લોકની સીમાઓને ઓળંગી અલોકમાં પણ પહોંચે છે. તેના પ્રતીક તરીકે વર્તુળાકારના, બંગડી આકારના વલયો બતાવ્યા છે, જે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રનું સૂચન કરે છે. જ્યારે ચોરસ સ્વરૂપ લોકના આકારમાં ચારે બાજુ બતાવેલા દરવાજા દ્વારા કેવળજ્ઞાનનો પ્રકાશ અલોકમાં પણ પ્રસરે છે, એનું સૂચન થાય છે.
આ રીતે શ્રીયંત્રમાં જૈન તત્ત્વજ્ઞાન પણ સમાયેલું છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org