Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
101
જૈન દર્શન અને આધુનિક ભૌતિકશાસ્ત્રમાં.. બાદ થઈ એમ માનવામાં આવે છે.
સૌપ્રથમ ગણિતના glimpses ઉલ્લેખો/સંદર્ભો બ્રાહ્મણ સાહિત્યમાં જોવા મળે છે. તેમાંથી અંકગણિત, ભૂમિતિ અને ખગોળ(Astronomy)ના વિકાસ અંગે કાંઈક પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થાય છે. વેદાંગ અને તેમાં આવતા જ્યોતિષશાસ્ત્ર સંબંધી ગણિત વગેરેની રચનાનો કાળ ઈ. સ. પૂર્વે 2000 થી 1500 સુધીનો માનવામાં આવે છે. તે સમયમાં વિદ્યાની મુખ્ય બે શાખાઓ અસ્તિત્વમાં હતી તેમાંની એક પરાવિદ્યા કહેવાતી, જે સંપૂર્ણપણે અધ્યાત્મ સાથે સંકળાયેલ હતી. જ્યારે બીજી અપરા વિદ્યા કહેવાતી, જે માત્ર સાંપ્રદાયિક વિધિ-વિધાનો અને કર્મકાંડ સાથે સંબંધ ધરાવતી હતી. ગણિત અને બીજાં બધાં વિજ્ઞાનો, આ અપરા વિદ્યાના જ એક ભાગ સ્વરૂપે હતાં અને તે અધ્યાત્મ વિદ્યામાં મદદ કર્યા છે, તેવું માનવામાં આવતું હતું.
છાંદોગ્ય ઉપનિષદની ચર્ચામાં ગણિતને રાશિ વિદ્યા (The Knowledge of Quantity) અને ખગોળ(Astronomy)ને નક્ષત્ર વિદ્યા(The Knowledge ofPlanets) કહેવામાં આવી છે. Mathematics એ એનું અંગ્રેજી નામ છે પરંતુ ભારતમાં તો તે પ્રાચીન કાળથી જ “ગણિત'ના નામે જ પ્રસિદ્ધિ પામેલ અને હજુ પણ એ જ નામે ઓળખાય છે.૩૦
આપણા ચિરપરિચિત અંકો અને શુન્ય તથા દશાંશ પદ્ધતિ(Decimal system)ની શોધ, ઉપયોગ અને તેની નક્કર સ્વરૂપમાં સ્થાપના વગેરે ઈ.સ. પૂર્વે 400 થી લઈને ઈ.સ.400 સુધીમાં થઈ છે, એમ આજના સંશોધકો માને છે. તે જમાનામાં ભૂમિતિને ક્ષેત્ર ગણિત (Field Arthmetic) કહેવામાં આવતું હતું અને અંકગણિતને ધૂલિ ગણિત કે ધૂલિ કર્મ અથવા પાટી ગણિત કહેવામાં આવતું હતું.
આશ્ચર્યકારક પરંતુ સત્ય હકીક્ત એ છે કે ભારતીય ગણિતમાં છેક શરૂઆતથી જ 10 ને ગણતરીના પાયા (base) તરીકે લેવામાં આવ્યો છે. લખવાની પદ્ધતિ શરૂ થઈ એ પહેલાં જ 10ના પાયાવાળી ઘણી મોટી સંખ્યાઓનો ભારતીય પ્રજા ઉપયોગ કરતી હતી અને તે આ પ્રમાણે હતી. એક (1), દશ (10), સહસ્ત્ર (1000), અયુત (10,000) વગેરે પરાર્ધ (1,000,000,000,000,000,000) સુધીની સંખ્યાઓ છે.
લલિત વિસ્તરા” નામના એક પ્રાચીન ગ્રંથમાં 10ના પાયા(base)વાળી સંખ્યા જોવા મળે છે. તે ગ્રંથ પ્રાયઃ ઈ.સ. પૂર્વે 100 વર્ષે રચાયેલ છે.
પ્રાચીન કાળમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ગણિત સંબંધી લગભગ બધા જ ગ્રંથો શ્લોકબદ્ધ પદ્ય સાહિત્યમાં રચાયા છે. એ સિવાય અન્ય વિષયોનું સાહિત્ય પણ શ્લોક બદ્ધ રચાતું હતું તેથી અંકો તથા વિભિન્ન સંખ્યાઓને સંસ્કૃત વર્ણમાળાના અક્ષરો, સંસ્કૃત સાહિત્યમાં વપરાતા સાંકેતિક શબ્દો અથવા સીધે સીધા વપરાતા અંકો માટેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org