Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
આમ છતાં, તેઓએ-જંબુદ્વીપના શાશ્વતા પદાર્થોના વર્ણનની સાથે સાથે, તત્કાલીન (તે સમયની) પૃથ્વી અને તેના આકાર વગેરેનું જરા પણ વર્ણન આપ્યું નથી. આથી તે સમયે બહુજન સમાજમાં પૃથ્વીના આકાર વિશે શા અભિપ્રાયો અથવા માન્યતાઓ હતી તે અંગે કોઈ જ સ્પષ્ટતા જણાતી નથી. બીજી તરફ વર્તમાનમાં ભૂગોળ-ખગોળનો એટલો બધો વિકાસ થયેલ છે કે તેને સૂર્યમાળામાં પૃથ્વીનું સ્થાન અને આકાર વિવિધ ઉપકરણોની મદદથી નક્કી કરી આપેલ છે. એક તરફ પ્રાચીન જૈન આચાર્યોનું આ અંગે સંપૂર્ણ મૌન છે, બીજી તરફ વર્તમાન જૈન વિદ્વાનો કે જૈનાચાર્યો પણ (આ અંગે) પૃથ્વીના ચોક્કસ આકાર તેમજ સ્થાનપરત્વે કોઈ પણ જાતની સચોટ માહિતી આપી શકે તેમ નથી, કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ જેટલું પણ જૈન સાહિત્ય છે તેમાં આ અંગેનો જરા સરખો પણ નિર્દેશ પ્રાપ્ત થતો નથી તેમજ તે ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ભરત ક્ષેત્ર સાધિક 14471 યોજન લાંબુ અને 526 યોજન 6 કળા પહોળું છે. વર્તમાન ભારત દેશને ભરતક્ષેત્ર કહીં શકાય તેમ નથી કારણ કે જૈનગ્રંથોમાં આવતા ભરતક્ષેત્રના વર્ણનની સાથે-આજની પરિસ્થિતિનો જરા પણ મેળ નથી. આથી જ આજના જૈન વિદ્વાનો અને આચાર્યો વર્તમાન પૃથ્વીને ભરતક્ષેત્રના દક્ષિણભાગના મધ્ય ખંડનો એક ભાગ માને છે.
128
પૃથ્વી ગોળ નથી જ એમ સિદ્ધ કરવા પ.પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજીએ સારી રીતે પ્રયત્ન કર્યો છે.
1. પૃથ્વી ગોળ છે તે સિદ્ધ કરવા વર્તમાન શિક્ષણકારો, દરિયામાં જતી આવતી સ્ટીમરોનું દૃષ્ટાંત આપે છે. તેમાં તેઓ જણાવે છે કે વહાણ-જહાજ કે સ્ટીમર જેમ દૂર જાય છે તેમ ક્રમશઃ નીચેનો ભાગ, પછી તેની ઉપરનો અને છેવટે ટોચનો ભાગ દેખાતો બંધ થાય છે કારણ કે પૃથ્વીની ગોળાઈ આડી આવે છે પરંતુ આ વાત સત્ય નથી. સ્ટીમર જેમ જેમ દૂર જાય છે તેમ તેમ તે નાની-નાની દેખાય છે પરંતુ દેખાય છે તો આખી જ, કારણ કે સંપૂર્ણ સ્ટમીર જો નરી આંખે ન દેખાતી હોય અને ગોળાઈને કારણે નીચેનો કે વચલો ભાગ ન દેખાતો હોય તો દૂરબીન દ્વારા પણ સંપૂર્ણ સ્ટીમર ન દેખાવી જોઈએ, પરંતુ પ્રાયોગિક પરિણામોમાં નરી આંખે સ્ટીમર દેખાતી બંધ થયા પછી દૂરબીન દ્વારા જોતાં, સંપૂર્ણ સ્ટીમર દેખાય છે.
વસ્તુતઃ આપણી આંખોની સંરચના જ એવી છે કે તેમાં આંખથી પદાર્થ જેમ જેમ દૂર જતો જાય છે તેમ તેમ નેત્રપટલ ઉપર પડતું પ્રતિબિંબ વધુ ને વધુ નાનું થતું જાય છે અને પદાર્થ અત્યંત દૂર જતાં નેત્રપટલ ઉપરનું પ્રતિબિંબ એટલું બધું નાનું થઈ જાય છે કે આંખના જ્ઞાનતંતુ (optic-nerve) તેને ગ્રહણ કરી શકતા નથી. આ પરિસ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org