Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
169
ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય
જૈન આગમોની એક અનુશ્રુતિ છે કે તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી જ તેઓ ઉપદેશ આપે છે અને તેઓનો ઉપદેશ ક્યારેય નિષ્ફળ જતો નથી. તેઓના ઉપદેશથી કોઈ ને કોઈ જીવ-મનુષ્ય અવશ્ય સંયમદીક્ષા ગ્રહણ કરે જ છે, અને તીર્થંકર પરમાત્મા હંમેશાં “માલકૌસ' રાગમાં જ ઉપદેશ આપે છે. અને ક્યારેક શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રથમ દેશના/ઉપદેશની માફક કોઈક તીર્થંકરનો ઉપદેશ નિષ્ફળ જાય તો તેને એક મોટામાં મોટા આશ્ચર્ય/અચ્છેરા તરીકે બતાવવામાં આવે છે.
માલકૌંસ રાગમાં એવી પ્રચંડ તાકાત છે કે પથ્થર પણ એનાં સ્પંદનોથી ઓગળીને પ્રવાહી થઈ જાય છે તો માનવહૃદયનું તો ગજું જ શું ? અર્થાત્ અસલ “માલકૌંસ રાગમાં અપાતો ઉપદેશ ભલભલા મનુષ્યોનું હૃદયપરિવર્તન કરવા સમર્થ છે અને એટલે જ તીર્થંકર પરમાત્માઓ ‘માલકૌંસ રાગમાં જ ધર્મોપદેશ આપતા હશે.
અનુશ્રુતિ એવી પણ છે કે હુમાયુએ ચાંપાનેર નગર જીત્યા બાદ, નગરમાં કલેઆમ ચલાવવાનો હુકમ કર્યો ત્યારે મહાન સંગીતકાર, યોગી એવા બૈજુ બાવરાએ જૌનપુરી - નામનો કરુણરસ વહાવનાર રાગ ગાયો હતો જેથી હુમાયુ જેવાનુંય હૃદય દયાથી ભરાઈ ગયું અને કતલ બંધ કરાવી, કેદીઓને મુક્તિ અપાવી દીધી હતી.”
એકવાર તાનસેને દીપક રાગ ગાઈ, દીવા પ્રજવલિત કરેલા, તો તે તેનાથી ઉત્પન્ન થયેલ ગરમીની પીડાને વડનગરની બે નાગર કન્યાઓ, તાના અને રિરિએ મેઘ મલ્હાર રાગ ગાઈ, વરસાદ વરસાવી, ઉપશમાવી શાંતિ અર્પી હતી.”
કેટલાક સંગીતકાર ભૈરવ રાગની સિદ્ધિ તરીકે, શેરડીનું કોળું (રસ કાઢવાનું દેશી યંત્ર) કે ઘાણી (તલ કાઢવાનું યંત્ર) વગર બળદે ચલાવી શકતા હતા. તો કેટલાક સંગીતકાર હિંડોળ રાગ ગાઈ હિંડોળા પણ ચલાવી શક્તા હતા.
“શ્રી” રાગમાં એવી અદ્ભુત શક્તિ છે કે ભર ઉનાળે સૂકા શુષ્ક ઉપવનને હરિયાળીવાળો, ફળફૂલથી સુશોભિત કરી શકે છે.'
સંગીત એટલે શું? સંગીતમાં આવી વિવિધ પ્રકારની શક્તિ ક્યાંથી, કઈ રીતે ઉત્પન્ન થાય છે ?
સંગીત એટલે વ્યવસ્થિત રીતે, પદ્ધતિસર અમુક તીવ્રતા અને મંદતા સાથે, નિશ્ચિત સમયાંતરે કરવામાં આવતો ધ્વનિ. પછી ભલેને એ ધ્વનિ – બીન, સારંગી, વીણા, તંબૂરો, સિતાર, દિલરૂબા, ખંજરી, મંજીરા, ઢોલક | તબલાં અથવા તો પિયાનો હાર્મોનિયમ જેવાં સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતો હોય કે સ્વયં સંગીતકાર પોતાના મુખ દ્વારા એ ધ્વનિ કરતો હોય. આવા ધ્વનિનો કોઈ સ્પષ્ટ અર્થ ન હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org