Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
177
ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય
પંચમ સ્વરવાળા મનુષ્ય અથવા પંચમ સ્વરના સાધક મનુષ્ય પૃથ્વીપતિ અર્થાત્ રાજા થાય છે. તેઓ શૂરવીર, અનેક પ્રકારની વસ્તુઓના સંગ્રહ કરનાર તથા અનેક પ્રકારના સમૂહોના નાયક બને છે”
છેલ્લા બે પ્રકારના સ્વરવાળા મનુષ્યો દુઃખી હોય છે. તે બે સ્વરની ખરાબ અસરો નીચે પ્રમાણે થાય છે. :
પૈવત સ્વરવાળા મનુષ્યો દુઃખી, ખરાબ આજીવિકાવાળા, ચોર, ચંડાલ, ઘણાં ઘણાં પાપ કરનારા, પશુ-પક્ષીઓનો શિકાર કરનારા, મૃગ તથા ડુક્કર વગેરેને મારનાર હોય છે.
નિષાદ સ્વરવાળા મનુષ્યો કજિયાખોર, પગે ચાલનારા, ભારનું વહન કરનારા, મજૂર, લેખવાહક અર્થાત્ સંદેશાવાહક હોય છે.”
ઉપર બતાવ્યું તે પ્રમાણે સંગીતના આ સાતેય સ્વર મનુષ્યના શરીર અને મન ઉપર અસર કરે છે, એટલું જ નહિ પણ તે સ્વરો મનુષ્યના સ્વભાવ તેમજ ભાગ્યનો પણ નિર્દેશ કરે છે અને પ્રયત્ન કરવામાં આવે તો તે સ્વરો ભાગ્યને પણ પલટાવી શકે
આપણા રોજિંદા-દૈનિકજીવનમાં પણ જોઈએ તો, નાનું બાળક રોતું હોય ત્યારે માતા પોતાના મધુર સ્વરથી હાલરડું ગાઈ, બાળકને ઝુલાવે છે અને બાળક ક્ષણવારમાં રડતું બંધ થઈ, નિદ્રાધીન થઈ જાય છે. એ બાળકને શબ્દોનું જ્ઞાન નથી હોતું, આમ છતાં ધ્વનિનો લય અને કર્ણપ્રિયતા બાળકને શાંત તથા નિદ્રાધીન કરવા સમર્થ હોય છે.
ચિકિત્સાશાસ્ત્રમાં આજે વિશ્વભરમાં અવનવા પ્રયોગો થાય છે. તેના પરિણામે વિશ્વમાં વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. તેમાં ઔષધવિજ્ઞાનમાં અર્વાચીન “એલોપથી' તથા ભારતીય પ્રાચીન ઔષધવિજ્ઞાન અર્થાત્ આયુર્વેદશાસ્ત્ર ખૂબ જ પ્રસિદ્ધ છે. આમ છતાં, વિવિધ રોગમાં સહાયક બીજી પણ કેટલીક નવી પદ્ધતિઓ શોધવામાં આવી છે. અલબત્ત, આ કહેવાતી નવી પદ્ધતિઓ પણ મૂળ તો પ્રાચીન સાહિત્ય પરંપરાની જ દેણ છે. દા.ત., 1, એક્યુપંક્યર પદ્ધતિ, 2. એક્યુપ્રેશર પદ્ધતિ, 3. ચુંબકીય પદ્ધતિ, 4. રંગ ચિકિત્સાપદ્ધતિ, 5. પિરામિડ પદ્ધતિ.
આ વિવિધ પદ્ધતિઓમાં એક નવી સંગીત પદ્ધતિનો ઉમેરો થયો છે. અલબત્ત, ભારત માટે આ પદ્ધતિ કાંઈ નવી નથી જ. પ્રાચીનકાળથી આ પદ્ધતિનો ભારતમાં ઉપયોગ થતો જ આવ્યો છે. ફક્ત પશ્ચિમના વિજ્ઞાનીઓએ પ્રાયોગિક અખતરા કરી આ પદ્ધતિને સમર્થન પૂરું પાડ્યું છે.
આ મ્યુઝિક થેરપી માટે તેઓએ મુખ્યત્વે ભારતના પ્રાચીન ગણાતા સામવેદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org