Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેનું વૈજ્ઞાનિક રહસ્ય
( 179 “રાગ હરે સબ રોગો, કાયરકો દે સૂરઃ સુખિયાકો સાધન બને, દુઃખિયાકો દુઃખ દૂર.27
આપણા શરીરની પ્રત્યેક ક્રિયા ઉપર મગજનું નિયંત્રણ છે અને તેના ઉપર આપણા મનનું નિયંત્રણ છે. (અલબત્ત, કેટલાંક મન અને મગજને એક જ માને છે.) અર્થાત્ આપણા શરીરની પ્રત્યેક ક્રિયામાં મન સીધી કે આડકતરી રીતે જોડાયેલું જ હોય છે અને શરીરની સ્વસ્થતા-અસ્વસ્થતાનો આધાર પણ માનસિક સ્વસ્થતા ઉપર જ હોય છે. આપણું મન પણ પૌગલિક જ છે. આ અંગે કાર્લ ગુસ્તાવ યુગ (Carl Gustav Jung) નામના લેખક પોતાના Aion' નામના પુસ્તકમાં કહે છેઃ
"Psyche cannot be totally different from matter, for how otherwise could it move matter ? And matter cannot be alien to psyche, for how else could matter produce psyche ? Psyche and matter exist in the same world and each partakes of the other, otherwise any reciprocal would be impossible. "28
આમ આપણું મન પૌગલિક હોવાથી તે વિવિધ પ્રકારના વિચારોથી સ્પંદિત થતું રહે છે. ક્યારેક એ સ્પંદનો સારાં હોય છે, તો ક્યારેક એ સ્પંદનો ખરાબ અર્થાત હાનિકતાં પણ હોય છે. આવાં હાનિકર્તા સ્પંદનોથી પ્રભાવિત મન અસ્વસ્થ બને છે અને પરિણામે શરીર પણ અસ્વસ્થ બને છે. આ અંગે ફ્રીટજોફ કાપા (Fritjof Capra) નામના સુપ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની, પોતાના The Turning Point' નામના પુસ્તકમાં કહે છેઃ
"The notion of illness as originating in a lack of integration seems to be especially relevant to approaches that try to understand living organisms in terms of rhythmic patterns. From this perspective synchrony becomes an important measure of health. Individual organisms interact and communicate with one another by synchronizing their rhythms and thus integrating themselves into larger rhythms of their environment. To be healthy, then, means to be in synchrony with oneself physically and mentally and also with the surrounding world. When a person is out of synchrony, illness is likely to occur." 29
આવા મન અને શરીરને હાનિકર્તા સ્પંદનોથી વિરુદ્ધ પ્રકારનાં સારાં સ્પંદનો દ્વારા માનસિક અને શારીરિક સ્વાથ્યને સુધારી શકાય છે.
આપણું મન સંગીતના વિવિધ સૂરોથી પ્રભાવિત થતું હોવાથી સંગીતની આપણા શારીરિક સ્વાથ્ય ઉપર ખૂબ સારા પ્રમાણમાં અસર થાય છે. આયુર્વેદમાં પ્રાચીનકાળથી ગંધર્વવેદની સહાયથી સ્વર ચિકિત્સાની પ્રણાલીનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આયુર્વેદના પ્રણેતા ચરક ઋષિએ ‘સિદ્ધિસ્થાન' નામના પુસ્તકમાં, છઠ્ઠા પ્રકરણમાં, સંગીતના ઔષધીય ઉપયોગનું વિસ્તૃત વર્ણન પણ કર્યું છે. ગંધર્વવેદ જ આખો ધ્વનિવિજ્ઞાનથી ભરપૂર છે અને આપણા શાસ્ત્રીય તથા ઉપશાસ્ત્રીય રાગો જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org