________________
180
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ધ્વનિતરંગોનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. આ ધ્વનિતરંગોની સીધી અસર આપણા શરીરમાં રહેલ વાત, પિત્ત અને કફ ઉપર થાય છે. સંગીત સ્વરામૃત' નામના ગ્રંથમાં કહ્યું છેઃ
उच्चैस्तरो ध्वनिः रूक्षो विज्ञेयो वातजो बुधैः, गम्भीरो घनशीलश्च ज्ञातव्यः पित्तजो ध्वनिः । स्निग्धश्च सुकुमारश्च धुरः कफजो ध्वनिः,
ત્રયા II ગુસંયુક્સો વિયો સન્નિપતન : || 30 ઊંચા અર્થાત્ ખૂબ મોટા અવાજના ધ્વનિતરંગો રૂક્ષ - લુખ્ખા હોય છે અને તે વાત વાયુ પેદા કરે છે. ગંભીર અને ધન ધ્વનિતરંગો પિત્ત વધારે છે. તો કોમળ-મૃદુ અને સ્નિગ્ધ ધ્વનિ તરંગો કફ વધારે છે તથા જે ધ્વનિતરંગોમાં ત્રણેય ગુણો હોય તેવા
ધ્વનિતરંગોને સંનિપાત કહેવામાં આવે છે. આ ધ્વનિતરંગોની શરીર ઉપર કેવી અસર થાય છે, તે અહીં બતાવી નથી.
અહીં ઊંચા અર્થાત, ખૂબ મોટા લગભગ 100 થી 110 ડેસિબલ જેટલી તીવ્રતાવાળા. ધ્વનિતરંગો મોટાભાગે બેન્ડના જોરજોરથી વાગતા ઢોલક વગેરેના હોય છે. ઘણાંને અનુભવ હશે કે બેન્ડમાં વાગતા ઢોલક - ડ્રમની પાછળ આપણે ઊભા હોઈએ તો આપણા પેટ ઉપર જાણે હથોડા વાગતા હોય તેવો અનુભવ થાય છે અને તેવા ધ્વનિતરંગોથી આપણા પેટમાં ગભરામણ અને બેચેની પેદા થાય છે. આવા ધ્વનિતરંગોનો કંપવિસ્તાર ઘણો મોટો હોય છે અર્થાત્ જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે આવા ધ્વનિતરંગોમાં ભાષાવર્ગણા અર્થાત્ ભાષાના પરમાણુ સમૂહની સંખ્યા ઘણી વધુ હોય છે.
શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ મુનિ શ્રી નંદિષેણ રચિત શ્રી અજિતશાંતિ સ્તોત્રની અંતિમ ગાથાઓમાં સ્તોત્રનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ શ્રી અજિતશાંતિ સ્તોત્ર સવારે તથા સાંજે એમ ઉભયકાલ ભણે અર્થાત્ બોલે અથવા તો સાંભળે, તેને કોઈપણ જાતના રોગ થતા નથી અને થયા હોય તો તે દૂર થાય છે.
વર્તમાનમાં આ વાત ઉપર કોઈ પણ વ્યક્તિને બહુ શ્રદ્ધા બેસે નહિ, પણ આ શ્રી અજિતશાંતિ સ્તોત્રની દરેક ગાથાઓના અંતે ભિન્ન ભિન્ન શબ્દો આવે છે. આ શબ્દો તે તે ગાથાઓમાં વપરાયેલ છંદના નામ છે. પ્રત્યેક છંદ પ્રાચીન છે અને તે દરેકને ગાવાની ચોક્કસ વિશિષ્ટ પદ્ધતિ-રાગ હોય છે. એ પ્રમાણે ગાઈને જો આ અજિતશાંતિ સ્તોત્ર સવાર-સાંજ બોલવામાં આવે તો આ સ્તોત્રની અંતિમ ગાથાઓમાં કહેલ પ્રભાવનો અનુભવ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ટૂંકમાં, સંગીતના વિવિધ રાગો ઉપરાંત શ્રી અજિતશાંતિ સ્તોત્રમાં બતાવેલ વિવિધ છંદો પણ મ્યુઝીક થેરપીમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે. ફક્ત તે છંદોને ગાવાની પદ્ધતિ અસલ (Original) હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -