________________
172
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો વાત જૈન ધર્મગ્રંથોમાં આવે છે, જેમાં સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં રહેતા દેવતાઓના સુખનું વર્ણન આવે છે. પંડિતશ્રી વીરવિજયજી મહારાજ રચિત અષ્ટકર્મનિવારણની ચોસઠ પ્રકારી પૂજામાંથી વેદનીય કર્મની પૂજામાં સર્વાર્થસિદ્ધના દેવોના સુખનું વર્ણન કરતાં પૂર્વે ત્યાંની દેવવિમાનની આંતરિક રચના બતાવતાં કહે છે કે તે દેવો હંમેશા શિયામાં સૂતા જ રહે છે, ત્યારે તેની ઉપર 253 મોતીનું એક સુંદર ઝુમ્મર લટકતું હોય છે. તેની રચના સમજવા જેવી છે. સૌથી વચ્ચે 64 મણ વજનનું એક મોતી હોય છે. તેની ચારે બાજુ 32-32 મણ વજનનાં ચાર મોતી હોય છે. બીજા વલયમાં 16-16 મણ વજનનાં આઠ મોતી છે. ત્રીજા વલયમાં 8-8 મણ વજનનાં સોળ મોતી છે. ચોથા વલયમાં 4-4 મણ વજનનાં બત્રીસ મોતી છે. પાંચમા વલયમાં બબ્બે મણ વજનનાં ચોસઠ મોતી છે. જ્યારે છઠ્ઠા અને છેલ્લા વલયમાં 1-1મણ વજનનાં એકસો અઠ્ઠાવીસ મોતી છે. આ બધાં મોતી પવનને કારણે વચલાં મોતીઓની સાથે અથડાય છે ત્યારે સુંદર રાગ-રાગિણી તથા નાટક ઉત્પન્ન થાય છે અને શિયામાં પોઢેલા દેવ તે જુએ છે અને આનંદ માણે છે.?
અહીં મોતીઓના વજન અને સંખ્યાનો ચોક્કસ ગુણોત્તર છે અને તે બે મોતી અફળાવાથી ચોક્કસ જુદી જુદી કંપસંખ્યાવાળા ધ્વનિ ઉત્પન્ન થતા હોવા જોઈએ અને એ ધ્વનિઓનાં કુદરતી સંયોજનો દ્વારા ઉત્તમ પ્રકારનાં રાગ-રાગિણી ઉત્પન્ન થાય છે. અહીં ઉપર બતાવેલ વર્ણનમાં રાગ-રાગિણીની સાથે નાટક પણ ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે, કારણકે નવ રૈવેયક અને પાંચેય અનુત્તર વિમાનોમાં ફક્ત દેવો જ હોય છે. અને ત્યાં કોઈપણ અન્ય દેવલોકનાં દેવી દેવતા જઈ શકતાં નથી. તેથી તેઓ દ્વારા નાટક થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અલબત્ત, તેનું સમાધાન આ રીતે આપી શકાય.
આગળ બતાવવામાં આવશે તેમ આધુનિક પાશ્ચાત્ય સંગીતકારોમાંના કોઈકે સંગીતના સૂરો સાથે વાતાવરણમાં નૃત્ય કરતા આકારો જોયા હતા અને શ્રી અશોકકુમાર દત્ત જેવા અતીન્દ્રિય શક્તિ ધરાવનારા ધ્વનિના વર્ણ / રંગ જોઈ શકે છે તેમ આ સુંદર રાગ-રાગિણીથી ઉત્પન્ન થયેલ ભાષાવર્ગણાના પુદ્ગલો દ્વારા નિર્મિત વિવિધ પ્રકારના સુંદર આકારો નૃત્ય કરતા તેઓ જોઈ શકે છે કારણકે આ દેવોનું અવધિજ્ઞાન એવું વિશિષ્ટ કોટિનું | શ્રેષ્ઠ કક્ષાનું હોય છે કે તેઓ ત્યાં પોતાના દેવલોકમાં રહ્યા રહ્યા, તેઓને કોઈક શંકા ઉત્પન્ન થાય તો, તીર્થંકર પરમાત્માને તેઓ પ્રશ્ન પૂછે છે અને તીર્થંકર પરમાત્મા તે પ્રશ્નનો ઉત્તર મનોવર્ગણાના પરમાણુ-સમૂહો દ્વારા અર્થાત્ વિચાર દ્વારા આપે છે, ત્યારે તે દેવો ત્યાં રહ્યા રહ્યા, અહીંના તીર્થંકર પરમાત્માના વિચાર સ્વરૂપ મનોવર્ગણાના પરમાણુ-સમૂહના આકાર જોઈ પોતાના પ્રશ્નનો જવાબ જાણી લે છે. જ્યારે અહીં રાગ-રાગિણીના ભાષાવર્ગણાના પરમાણુ-સમૂહો તેમની સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org