________________
168
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અહોભાવ જાગ્યો. સ્પર્ધા શરૂ થઈ.
સમ્રાટની આજ્ઞા અનુસાર તાનસેને સર્વપ્રથમ “ટોડી રાગ ગાઈ વાતાવરણને સંગીતમય બનાવી દીધું અને થોડી જ વારમાં જંગલમાંથી મૃગલાંઓનું એક નાનું ટોળું સંગીતમુગ્ધ બની તાનસેન પાસે આવીને ઊભું રહી ગયું. તાનસેને એક હાર સંગીતમુગ્ધ એક હરણના ગળામાં પહેરાવી દીધો. સંગીત સમાપ્ત થયું કે તુરત મૃગલાંઓ માનવ સમુદાયથી ભડકી જંગલ ભણી ભાગી છૂટ્યાં
બૈજુએ પ્રસન્નતાથી સમ્રાટ અકબર સામે જોઈ કહ્યું: “બાદશાહ, તાનસેને “ટોડી' રાગ ગાઈ મૃગોને સંગીત મુગ્ધ કરી વનમાંથી અહીં બોલાવ્યાં. હવે “મૃગરંજની રાગ ગાઈશ. આ રાગના પ્રભાવથી કેવળ તે જ મૃગ આવશે કે જે મૃગના ગળામાં હાર છે.”
બાદશાહે બૈજુને “મૃગજની' રાગ ગાવાની રજા આપી. બૈજુએ જેવો મૃગજની રાગનો આલાપ શરૂ કર્યો કે થોડી જ ક્ષણોમાં તાનસેને જેના ગળામાં હાર પહેરાવ્યો હતો, તે મૃગ વનમાંથી દોડતું આવી, બૈજુના પગ પાસે બેસી ગયું. જાણે કે ઘણા સમયથી ઓળખીતું ન હોય ! પાળેલું ન હોય ! તે મૃગના ગળામાંથી હાર ઉતારી બૈજુએ સમ્રાટ અકબરને આપ્યો.
ત્યારબાદ બાદશાહે બૈજુને બીજું કાંઈક ગાવા માટે કહ્યું અને તેનો જવાબ તાનસેન આપશે એમ જણાવ્યું.
ત્યારે બૈજુએ કહ્યું: “સમ્રાટ હવે હું “માલકસ રાગ ગાઈશ, જેના પ્રભાવથી સામે પડેલો પથ્થર મીણની માફક ઓગળી જશે અને મારો તાનપુરો તેમાં મૂકી દઈશ. સંગીત સમાપ્ત થયા પછી, તે ઓગળેલો પથ્થર ફરીથી જામી જશે. પથ્થરને તોડ્યા સિવાય તાનસેન મારા તાનપુરાને બહાર કાઢી આપે.”
શ્રોતાજનો વાત સાંભળીને જ સ્તબ્ધ થઈ ગયા.
બૈજુએ એકાગ્રતાપૂર્વક “માલકૌંસ' રાગ છેડ્યો અને થોડી જ વારમાં પથ્થર ઓગળવા માંડયો. પથ્થર પૂરેપૂરો ઓગળી ગયો, પ્રવાહી થઈ ગયો અને બૈજુ જેવો તાનપુર અંદર મૂકવા જાય છે ત્યાં જ તાનસેને ઊભા થઈ બૈજુનાં ચરણ પકડી લીધાં અને ખૂબ જ આદર અને આહોભાવપૂર્વક કહેવા લાગ્યોઃ “મારા ગુરુએ મને કહ્યું હતું કે તારાથી પણ શ્રેષ્ઠ ગાયક તાર મોટો ગુરુભાઈ છે. તેનું નામ બંજુનાથ છે.
આપ કોણ છો ?”
આ સાંભળી બૈજુની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં અને બંને ગુરુભાઈ વહાલથી એકબીજાને ભેટી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org