Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
138
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
થાય છે. ત્યારબાદ એટલે કે પ્રથમ તીર્થંકરના નિર્વાણ બાદ-થોડા જ સમયમાં ચોથા આરાનો પ્રારંભ થાય છે. આ ચોથા આરામાં, આ ચોવીશીમાં થનાર ચોવીશ તીર્થંકરો પૈકીના બાકીના ત્રેવીસ તીર્થંકર થાય છે. અંતિમ તીર્થંકરના નિર્વાણ બાદ થોડા જ વખતમાં ચોથો આરો પૂરો થાય છે.
જૈનગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ આરાની શરૂઆતમાં મનુષ્યો તથા પશુ-પક્ષીઓ યુગલિક હોય છે અને તેઓનાં દેહમાન 3 ગાઉ તથા આયુષ્ય 3 પલ્યોપમનું હોય છે.14 તે ઘટતાં ઘટતાં બીજા આરાની શરૂઆતમાં દેહમાન 2 ગાઉ અને આયુષ્ય 2 પલ્યોપમ થાય છે. ત્રીજા આરાની શરૂઆતમાં તે યુગલિક મનુષ્યો તથા તિર્યંચોનાં દેહમાન તથા આયુષ્ય ઘટીને અનુક્રમે 1 ગાઉ અને 1 પલ્યોપમાં જેટલાં થઈ જાય છે. ત્રીજા આરાના અંતે મનુષ્યનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ થાય છે અને શરીરની ઊંચાઈ 500 ધનુષ્ય હોય છે. ચોથો આરો અડધો પસાર થઈ જાય છે, તે સમયે મનુષ્યનું દેહમાન 450 ધનુષ્ય અને આયુષ્ય લગભગ 72 લાખ પૂર્વ હોય છે. પાંચમા આરાની શરૂઆતમાં દેહમાન 7 હાથ અને આયુષ્ય લગભગ 75 વર્ષ હોય છે, પાંચમા આરાના અંતે આયુષ્ય ફક્ત 20 વર્ષ અને દેહમાન ફક્ત 1 હાથ થઈ જાય છે. આમ જેમ જેમ સમય પસાર થતો જાય છે. તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતો ઘટાડો થવાનું કોઈ ચોક્કસ પ્રમાણ ન હોવા છતાં, ઉપરનું વર્ણન વાંચ્યા પછી એક વાત ચોક્કસ છે કે અવસર્પિણીમાં જેમ નીચે જઈએ એટલે કે સમય પસાર થતો જાય છે તેમ તેમ આયુષ્ય અને દેહમાનમાં થતો ઘટાડો પસાર થતા કાળની સરખામણીમાં ઘણો ઝડપી થાય છે.
અત્યારના વિજ્ઞાનીઓમાંના એક વિજ્ઞાની મિ. કાર્લ સેગને એક કૉસ્મિક કૅલેન્ડર બનાવ્યું છે તે અને ઈ.સ. 1979માં છપાયેલ ડાર્વિનના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક 'Origin of Species' માં આપેલ ચાર્ટમાં કૉસ્મિક બનાવોનું સમયાંકન બતાવ્યું છે, તે પ્રમાણે બનાવોના નામને બાદ કરતાં, તેમાં જણાવેલ સમયગાળાનો ગુણોત્તર, જૈનગ્રંથોમાં જણાવેલ કાળચક્રના અવસર્પિણીકાળના સમયગાળાને ઘણો મળતો આવે છે.
પ્રથમ જિનેશ્વર યુગાદિદેવ શ્રી ઋષભદેવ પ્રભુના આયુષ્ય તથા શરીરની ઊંચાઈ વગેરે માટે અત્યારના બુદ્ધિમાન ગણાતા વિજ્ઞાનીઓને અતિશયોક્તિ લાગે પરંતુ જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડરનો બારીકાઈથી અભ્યાસ કરતાં, તે જરા પણ અશક્ય કે અસંભવિત જણાતું નથી. અત્યારે પૃથ્વી ઉપર મળી આવતા મહાકાય પ્રાણીઓના અવશેષોમાં ડિનોસોરના અવશેષો મુખ્ય છે. એ અવશેષોના આધારે ડિનોસોરની લંબાઈ લગભગ 150 ફૂટ આવે છે અને તે ડાર્વિનના ચાર્ટ મુજબ મેસોઝોઇક (masozoic) સમયમાં થઈ ગયા. આ સમય આજથી લગભગ 7 કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org