________________
154
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો દેહમાન વધીને લગભગ 1 ગાઉ જેટલું થાય છે અને ઉત્સર્પિણીના પાંચમા આરાના છેડે આયુષ્ય લગભગ બે પલ્યોપમ અને દેહમાન બે ગાઉ થાય છે. જયારે તે જ પાંચમા આરાનું પ્રમાણ 3 કોડાકોડી સાગરોપમ છે અને ઉત્સર્પિણીના 4 કોડાકોડી સાગરોપમ પ્રમાણના છઠ્ઠા આરના છેડે આયુષ્ય ત્રણ પલ્યોપમ અને દેહમાન ત્રણ ગાઉ હોય છે. એટલે કે 2 કોડાકોડી સાગરોપમ,3 કોડાકોડી સાગરોપમ અને 4કોડાકોડી સાગરોપમના પ્રત્યેક સમયગાળામાં આયુષ્યમાં એક એક પલ્યોપમ અને દેહમાનમાં એક એક ગાઉનો વધારો થાય છે એમ જૈનશાસ્ત્રો કહે છે. તેવી રીતે અવસર્પિણીમાં દેહમાન તથા આયુષ્ય ઘટાડો થાય છે.
અત્યારે વિજ્ઞાનીઓ પુરાતત્ત્વીય પદાર્થમાંના કિરણોત્સર્ગી(radioactive)પદાર્થના કિરણોત્સર્ગ(radiation)ના આધારે તે પદાર્થ કેટલાં વર્ષ પહેલાનો છે તે નક્કી કરે છે. પરંતુ ઉપર કહ્યા પ્રમાણે અત્યારે તે પદાર્થોમાંથી નીકળતાં કિરણો (કિરણોત્સર્ગ)નો જે દર (પ્રમાણ) છે, તે તેનાં કરતાં થોડાં વર્ષ પહેલાં તેનો દર (પ્રમાણ) ઓછો હોય અને એનાં કરતાં પણ થોડાં વધુ વર્ષ પૂર્વે એ દર (પ્રમાણ) સાવ મામૂલી હોઈ શકે પરંતુ આપણે આ વાત ધ્યાનમાં લીધા વગર જ અત્યારના દરે જ ભૂતકાળમાં થયેલા કિરણોત્સર્ગનું કાળમાન કાઢીએ છીએ એટલે એમાં આપણી (વિજ્ઞાનીઓની) ભૂલ થવાનો પૂરેપૂરો સંભવ છે. દા. ત., એક પુરાતત્ત્વીય પદાર્થ છેલ્લાં પાંચ વર્ષમાં જેટલો કિરણોત્સર્ગ કર્યો, તેટલો જ કિરણોત્સર્ગ કરતાં એને પહેલાં 50 વર્ષ થયાં હોય અને એ 50 વર્ષ દરમિયાન જેટલો કિરણોત્સર્ગ થયો હોય, તેટલો જ કિરણોત્સર્ગ થતાં તે પૂર્વે કદાચ 5,000 વર્ષ પણ થયાં હોય. એટલે જ આ વિષય તથા પદ્ધતિ ઉપર વધુ સંશોધન થવું જોઈએ એવી મારી વિજ્ઞપ્તિ છે અને એ રીતનું સંશોધન થાય તો વાસ્તવિક્તાની વધુ નજદીક આપણે આવીશું.
આધુનિક કૉસ્મિક કેલેન્ડર અને જૈન કાળચક્રમાં પાયાનો તફાવત એ છે કે કૉસ્મિક કેલેન્ડરમાં બ્રહ્માંડનો સંપૂર્ણ નાશ થઈ ગયા પછી બધું જ નવેસરથી થાય છે અને આકસ્મિક જ રાક્ષસી કદનાં પ્રાણીઓ ઉત્પન્ન થયા છે. જેનું આદિમૂળ બૅક્ટીરિઆ અને વાઇરસ જેવા શુદ્ર જંતુઓને માનવામાં આવે છે. જ્યારે જૈનકાળચક્ર પ્રમાણે પ્રથમથી જ દરેક જાતના જંતુઓ, પ્રાણીઓ, વનસ્પતિના બીજ સ્વરૂપ અસ્તિત્વ હોય છે પરંતુ તેને અનુકૂળ સંયોગો મળતાં તેનો વિકાસ થાય છે. અને કાળની અસર પ્રમાણે ઉત્સર્પિણીમાં તેના દેહમાં વધારો અને પછી અવસર્પિણીમાં ઘટાડો થાય છે. એટલે કે વનસ્પતિમાંથી જ વનસ્પતિ, અને તે પણ ચોક્કસ જાતની વનસ્પતિમાંથી તે જ જાતની વનસ્પતિ, એકકોષીમાંથી એકકોષી અને બહુકોષીમાંથી બહુકોષી, ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org