Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે ?
માટે કેટલાક પ્રયોગો થયા. તેમાંનો એક ફ્રાન્સિસ્કો રેડી (Francesco Redi) નામના ઇટાલીયન પદાર્થવિજ્ઞાનીએ કર્યો અને તેણે સ્વયંજનનવાદ (spontaneous generation)ની થીઅરી અસત્ય છે એમ સિદ્ધ કરી બતાવ્યું. તેણે બતાવ્યું કે Maggots (સજીવ પદાર્થ) ફક્ત ઈંડાંમાંથી જ ઉત્પન્ન થઈ શકે છે કે જે ઇંડાંઓ, માખીઓ વડે સડેલાં માંસમચ્છી ઉપર મૂકેલાં હોય છે. જ્યારે માંસ અને મચ્છીને કાચનાં વાસણમાં મૂકી બંધ કરી દેવામાં આવે અને માખીઓથી દૂર રાખવામાં આવે ત્યારે તેમાં સજીવ પદાર્થ Maggots નો વિકાસ થતો નથી. છેવટે તેણે નક્કી કર્યું કે Life originates from life ચેતનવંત જ ચેતનવંતને જન્મ આપી શકે છે. ચેતનવંતમાંથી જડ કદાપિ પેદા ન થાય, અને જડ કદાપિ ચેતનવંતને જન્મ ન આપી શકે અને આ થીઅરીને Biogenesis (જીવજનનવાદ) કહેવાય છે. ત્યાર બાદ લૂઈસ પાશ્વરે (Louis Pasteur) એથીય આગળ વધીને એ સિદ્ધ કર્યું કે એકદમ સૂક્ષ્મ જીવો (micro oraganisms) પણ પોતાના પ્રકાર જેવા જ બીજા સૂક્ષ્મ જંતુઓમાંથી ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે રેડી અને પાશ્ચરે સિદ્ધ કર્યું કે વર્તમાન પરિસ્થિતિ જેવી પરિસ્થિતિમાંથી સજીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો નથી. તો, પ્રશ્ન એ આવે છે કે શું એ શક્ય છે કે સજીવસૃષ્ટિનો ઉદ્ભવ પહેલાં જુદી પરિસ્થિતિમાં અજીવ પદાર્થોમાંથી થયો ? અને આ જ વિચાર અજીવજનનવાદ(abiogenesis)ની પૂર્વભૂમિકા રૂપ અને વિજ્ઞાનીઓ એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે કે અજીવ પદાર્થોમાંથી સજીવ પદાર્થો ઉત્પન્ન થયા.
ઈ. સ. 1936માં (A.I. Oparin, A Russian Biochemist) એ. આઇ. ઑપેરિન નામના એક રશિયન જીવ-રસાયણશાસ્ત્રીએ પ્રકાશિત કરેલ "The Origin of Life' નામના પુસ્તકમાં સજીવસૃષ્ટિના ઉદ્ભવ વિશે કહ્યું કે કેટલીક એવી વાતાવરણની પરિસ્થિતિ, તેણે માનેલી, પૃથ્વીની શરૂઆતમાં હતી, જેમાં હાઇડ્રોજન, પાણીની વરાળ, એમોનિયા અને મિથેન નામના વાયુઓ જ હતા. પરંતુ મુક્ત ઑક્સિજન નહોતો, પણ થોડો કાર્બન ડાયૉક્સાઇડ (CO,) હતો. પછી પૃથ્વી ઠંડી પડી અને પછી વરસાદ થયો, તેના કારણે નદી, તળાવ સમુદ્ર થયાં. તેમાં એમોનિયા(NH), મિથેન(CH,), હાઇડ્રોજન (H.), પાણીની વરાળ (H,O), ક્ષારો, ખનીજો વગેરે ભળી ગયા. ત્યાર બાદ ‘અલ્ટ્રાવાયોલેટ’ કિરણોની શક્તિથી ઓઝૉન અને ઑક્સિજન વાતાવરણમાં રહ્યા. ઑપેરિનની માન્યતા પ્રમાણે આવી પરિસ્થિતિમાં વાયુઓનું વિઘટન થયું અને organic પદાર્થોની ઉત્પત્તિ થઈ, જે આદ્ય સજીવ પદાર્થો માટેનાં ખાલી ખોખાં blocks હતા. પરંતુ જીવોની ઉત્પત્તિ પહેલાં આવાં ખાલી ખોખાં રૂપ બ્લૉકસ organic compounds - બની શકે ખરાં ? આ પ્રશ્નના ઉકેલ માટે ઈ. સ. 1953માં સ્ટેનલી મીલ૨ (Stanley
Jain Education International
159
For Private & Personal Use Only
www.jainelibrary.org