Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
158
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સજીવસૃષ્ટિની શરૂઆત કઈ રીતે થઈ તે અંગે પહેલાંના (આદ્ય) વિજ્ઞાનીઓ એમ માનતા હતા કે આ પૃથ્વી ઉપર કોઈક સ્વર્ગીય પદાર્થ પરથી આદ્ય સજીવ પદાર્થ આવ્યો હશે અથવા તો નાના નાના જંતુઓ અહીં cosmic dust એટલે કે કૉસ્મિક રજકણો રૂપે આવ્યા હશે પરંતુ આ cosmozoic theory પણ વિજ્ઞાનીઓને માન્ય નથી. કારણ કે બીજા ગ્રહો ઉપર પણ જીવન(સજીવ પદાર્થ)ને અનુકૂળ વાતાવરણ નથી. એટલે ત્યાં બીજા ગ્રહો ઉપર સજીવસૃષ્ટિ હોવાનો પ્રશ્ન ઉકેલી શકાયો નથી પરંતુ જૈન ભૂગોળ અને ખગોળના આધારે આપણી આ પૃથ્વી કરતાં પણ ઘણી વિશાળ જગ્યાઓ છે જ્યાં મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિ, જંતુઓ વગેરે સંપૂર્ણ સજીવસૃષ્ટિ છે. પરંતુ ત્યાંથી કોઈ સજીવ પદાર્થ આપણી આ વર્તમાન પૃથ્વી ઉપર આવી શક્તો નથી. કારણ કે તે દરેક પ્રાણીઓ, મનુષ્યો અને જંતુઓને, પણ પોતાની ક્ષેત્રમર્યાદા હોય છે. તે ક્ષેત્રમર્યાદા બહાર તેઓ જઈ શક્તા નથી. કદાચ કોઈ વિદ્યા અથવા દેવ-દેવીની સહાયથી જાય તોપણ તે ટકી શક્તો નથી અને કદાચ દેવની શક્તિના કારણે ટકી જાય તો તે એક મહાન આશ્ચર્ય તરીકે ગણાય છે. (જુઓઃ કલ્પસૂત્ર-હરિવંશકુળની ઉત્પત્તિ.). ટૂંકમાં, જૈનધર્મ પણ cosmozoic theory જેવી કોઈ પણ થીઅરીમાં માનતો નથી.
જૈનધર્મ પ્રમાણે આત્માઓ તો આખા બ્રહ્માંડમાં (ચૌદ રાજલોકમાં) છે અને ત્યાંથી તેઓ અહીં આપણી પૃથ્વી ઉપર પણ જન્મ લે છે. પરંતુ તેનાં શરીર વગેરે તો અહીં જ અહીંના જ પદાર્થોમાંથી બને છે. તેમાં કેટલીકવાર પ્રાથમિક (સૂક્ષ્મ) જીવોનાં body structure પ્રથમ અહીં તૈયાર થાય છે, પછી તેમાં જીવ આવે છે. પરંતુ મોટા (સ્થલ - બાદર) શરીરવાળા સજીવ પદાર્થોમાં જીવ ઉત્પન્ન થયા પછી જ, એટલે કે જીવની ઉત્પત્તિ પછી, તે જીવ જ પોતાની શક્તિ વડે શરીરનો તથા અવયવોનો વિકાસ કરે છે.
જ્યારે બીજી એક માન્યતા છે, જેને અંગ્રેજીમાં spontaneous generation (સ્વયંજનનવાદ) કહે છે. તે થીઅરી પ્રમાણે આ પૃથ્વી ઉપર સજીવસૃષ્ટિની શરૂઆત એકદમ આકસ્મિક રીતે અને બહુ જ થોડા સમયમાં થઈ છે. એને બહારની કોઈ પણ વસ્તુની મદદ લેવી પડી નથી; અને આકસ્મિક જ એની ઉત્પત્તિ થઈ ગઈ છે. જ્યારે ગ્રીક તત્ત્વચિંતકો માનતા હતા કે આ જીવોની ઉત્પત્તિ ગરમી, સૂર્ય, હવાના આધારે દરિયાઈ પદાર્થ(seaslime)માંથી થઈ છે. ગ્રીક તત્ત્વચિંતકોની આ માન્યતાને વિજ્ઞાનીઓ સાચી માનતા હતા. પરંતુ તે રીતે સજીવસૃષ્ટિની ઉત્પત્તિનાં કારણો, જે ગ્રીક તત્ત્વચિંતકો આપતા હતા, તેને તેઓ માન્ય કરતા નહોતા. છેક 16 મી સદી સુધી કેટલાક લોકો એમ માનતા હતા કે દેડકા તળાવના કાદવમાં, વીંછીઓ છાણમાં અને ઉંદર, માખીઓ, અળસિયાં વગેરે જમીનમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ આ સત્ય છે કે અસત્ય તે જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org