Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
Cla
સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે? જ્યારથી મનુષ્ય પોતાની પ્રાકૃતિક જીવનપ્રથાને છોડીને પોતે બનાવેલી જીવનપ્રથામાં પ્રવેશ્યો ત્યારથી જ તે મનુષ્યની બુદ્ધિશક્તિનો વિકાસ થવા માંડ્યો અથવા તો મનુષ્યનિર્મિત જીવનપ્રથાએ મનુષ્યને પોતાની જિંદગીનાં રહસ્યો, કુદરતી ઘટનાઓનાં રહસ્યો અને તેના સંચાલક બળનો પરિચય પામવાની, મેળવવાની એક પ્રકારની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન કરી. આ જિજ્ઞાસા અને તેની નવી જીવનપ્રથાની જરૂરિયાતોએ, તેણે નવી નવી શોધો માટેની પ્રેરણા આપવા માંડી, ત્યારથી વિજ્ઞાન અને આવિષ્કારનો પાયો નંખાયો. આ જિજ્ઞાસાએ મનુષ્યજીવનની ઐહિક ઉત્ક્રાંતિ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.
એ પહેલાંની પરિસ્થિતિમાં મનુષ્ય પોતાના નાનકડા પરિવાર સાથે જંગલોમાં જ રહેતો અને જંગલમાં ઊગતાં વૃક્ષોનાં ફળ વગેરે ખાઈ પોતાનો નિર્વાહ કરતો. તે સમય એવો હતો કે કોઈ પણ પુરૂષને અન્ય પુરુષ અથવા અન્ય સ્ત્રીથી અને કોઈ પણ
સ્ત્રીને અન્ય કોઈ સ્ત્રી અથવા પુરુષથી જરા પણ ડર હતો નહિ. બલકે, ત્યાં સુધી નિર્ભયતા હતી કે અત્યારે હિંસક ગણાતાં પશુઓ અને પક્ષીઓથી પણ કોઈ ભય પામતું નહિ અને તે સમયના માનવો નગ્ન જ રહેતાં હતાં છતાં પરસ્પરના જાતીય આકર્ષણની પ્રબળતા નહોતી પરંતુ સમયના વહેવા સાથે તેઓમાં પરિવર્તન થયું, વનમાં ઊગતાં ફળ વગેરેની અછત વરતાવા લાગી, અને સૌને જરૂરિયાત પ્રમાણે મળવાને બદલે ઓછું મળવા માંડ્યું. ત્યારથી તેઓમાં લડાઈ, ઝઘડા અને મારામારી શરૂ થઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સૌ પ્રયત્ન કરવા લાગ્યા. આમાંથી ઉત્પન્ન થઈ એક નવી જીવનપ્રથા અને તેણે એક નવી સમાજવ્યવસ્થા પેદા કરી. ધીરે ધીરે સૌ એ નવી સમાજવ્યવસ્થાને અનુકુળ થઈ ગયા. ત્યાર પછી માનવી પોતાની આસપાસ બનતી કુદરતી અને કુત્રિમ ઘટનાઓ વિશે વિચારતો થયો. બસ, મનુષ્ય સર્જિત વિજ્ઞાનની શરૂઆત તે જ ઘડીએ થઈ ગણાય અને આજ સુધી અવિછિન્નપણે તેની આગેકૂચ ચાલુ જ છે.
આમ, મનુષ્યની વિચારશક્તિએ વિજ્ઞાનનો પાયો નાખ્યા પછી થોડા જ વખતમાં મનુષ્ય આ સૃષ્ટિની શરૂઆત ક્યારથી થઈ તેના ઉપર વિચાર કરવા લાગ્યો અને જે તે યુગના મહાપુરુષોએ પણ પોતાની જ્ઞાનશક્તિ અને તર્કશક્તિના આધારે જવાબો શોધ્યા અને સમાજના અન્ય લોકોને તે સમજાવવા પ્રયત્ન કરવા માંડ્યો. આ પ્રશ્નનો ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org