Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
164
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો થાય છે. તેનું કારણ ફક્ત એટલું જ કે ત્યાં તેને અનુકૂળ વાતાવરણ મળવાથી તથા હવાના સ્થિર ભેજના કારણે પણ ફૂગ ઉત્પન્ન થાય છે અને આ બધી જીવોત્પત્તિ સમુદ્ઘિમ જન્મ ગણાય છે અને આ બધાં સ્થાનો જૈનશાસ્ત્રોમાં કહેલા 4 લાખ પ્રકારનાં ઉત્પત્તિ સ્થાનોમાંના જ છે. - કોઈપણ જાતનું માંસ, રુધિર શરીરમાંથી છુટું પડ્યા પછી તરત તેમાં સુક્ષ્મ સંમચ્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. ટૂંકમાં, ફ્રાન્સિસ્કો રેડીએ કરેલા પ્રયોગોમાં તે વખતની પરિસ્થિતિને કારણે તેવાં પરિણામ આવે જ તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી.
હવે લૂઇસ પાશ્ચરે પોતે કરેલ પ્રયોગના પરિણામરૂપે નક્કી કર્યું છે, કે સૂક્ષ્મ જીવો પણ પોતાના જેવા બીજા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરી શકે છે તથા પોતે પણ તેવા પ્રકારના જંતુમાંથી જ ઉત્પન્ન થયેલા હોય છે. દા. ત., અમીબાઃ અમીબાની વંશવૃદ્ધિ જૈનશાસ્ત્રો પ્રમાણે આ રીતે થાય છે : પ્રથમ અમીબાનું કદ વધે છે, ત્યારબાદ તેનો કેન્દ્રક (nucleus) મોટો થાય, તેમાં બીજો જીવ આવ્યા પછી તે કેન્દ્રકનું વિભાજન થાય. તે થયા પછી બંને કેન્દ્રક એકબીજાથી દૂર ભાગે છે અને પોતાનું સ્વતંત્ર શરીર રાખવા પ્રયત્ન કરે છે. પરિણામે જીવરસ(protoplasm)ના ભાગ પડે છે અને બંને સ્વતંત્ર જીવન જીવવાનું શરૂ કરે છે. ટૂંકમાં, લૂઈસ પાશ્ચરના પ્રયોગના સૂક્ષ્મ જીવો પણ અમીબા પ્રકારના હશે અને તેથી જ તેના પ્રયોગોનું તારણ (નિર્ણય) આ રીતનું આવ્યું હશે. અહીં ફ્રાન્સિસ્કો રેડી અને લૂઈસ પાથરનો જીવજનનવાદ (biogenesis) પૂરો થાય છે.
અજીવજનનવાદની શરૂઆત કરતાં પહેલાં જૈનધર્મના જીવજનનવાદ biogenesis) અને અજીવજનનવાદ(abiogenesis)ની વાત કરી લઈએ. જૈનશાસ્ત્રોમાં બંને છે. સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિમાં જીવજનનવાદ અને અજીવજનનવાદ બંને આવે છે. એટલે કે કેટલીકવાર અમીબાની માફક એક જ સૂક્ષ્મજંતુમાંથી બીજા સૂક્ષ્મજંતુઓ ઉત્પન્ન થાય છે જ્યારે કેટલીકવાર અચિત્ત એટલે નિર્જીવ ગણાતા પદાર્થોમાં પણ લાંબા સમયે એટલે કે એની નિર્જીવ રહેવાની સમય મર્યાદા પૂરી થયા પછી, તેમાં સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે અને આ જ જૈનશાસ્ત્રોનો અજીવજનનવાદ છે. દેવો પણ આ અજીવજનનવાદ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પરંતુ ગર્ભજ પ્રાણીઓ જેઓ જરાયુજ, અંડજ, અને પોતજ રીતે જન્મે છે, તેઓ તો નિશ્ચયે જીવજનનવાદની થીઅરી પ્રમાણે જન્મે છે. એટલે કે જરાયુજ, અંડજ, પોતજ જીવો નર-માદાના સંયોગથી અને સજીવ પ્રાણીની યોનિ મારફતે જન્મે છે, ઉત્પન્ન થાય છે.
હવે આપણે અજીવજનનવાદની ઑપેરિનની માન્યતા અને મીલર તથા સીડની ફોક્સના પ્રયોગોનાં પરિણામની તપાસ કરીએ. ઑપેરિને તો ફક્ત સજીવસૃષ્ટિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org