Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે?
165 ઉત્પત્તિ ક્યા સંજોગોમાં, કેવી રીતે થઈ હશે, તેની પોતાની માન્યતા જ એટલે કે અનુમાન બતાવ્યું, પરંતુ તેના કોઈ પ્રયોગો તેણે કરેલા નહિ. જ્યારે મીલર તથા સીડની ફોક્સ નામના વિજ્ઞાનીઓએ તે પેરિનની માન્યતા સત્ય કે અસત્ય છે તે પુરવાર કરવા માટે પ્રયોગ કર્યા. તેઓએ H, CH, NH, Ho (vapour) આ ચારેને પ્રયોગમાં ભેગા કર્યા અને ઇલેક્ટ્રિક વડે discharge કરવા માંડ્યા. આમ, અઠવાડિયા સુધી કર્યું, ત્યારે તેઓને એક થોડું પ્રવાહી મળ્યું. આ પ્રવાહીમાં 4 એમિનોએસિઝ અને ઘણા ઑરગેનિક (organic) પદાર્થો મળ્યા. આ બધા તેઓને અજીવ લાગતા હતા કારણ કે તેમાં વાયુઓ અને પાણી વગેરે સતત ગરમ થયા કરતું હતું અને ગરમ જ રહેતું હતું. જૈનશાસ્ત્રો પણ કહે છે કે પાણીના અણુઓ પોતે સજીવ છે. તદુપરાંત પાણીમાં બીજા સૂક્ષ્મ ત્રસ જીવો પણ રહેલા છે. પરંતુ જ્યારે તે પાણી ઊકળે છે, ત્યારે તેઓ નિર્જીવ થઈ જાય છે. પણ તે પાણીના પરમાણુઓ અને ત્રસ જીવોના સૂક્ષ્મ શરીરો અમુક સમય મર્યાદા પછી સજીવ થઈ જાય છે. તેની સમય મર્યાદા આ પ્રમાણે છે : શિયાળામાં લગભગ 12 કલાક, ઉનાળામાં લગભગ 15 કલાક અને ચોમાસામાં 9 કલાક પાણી ઉકાળ્યા પછી ઉપર જણાવેલ સમય પછી તે સજીવ (સચિત્ત) થઈ જાય છે. ટૂંકમાં, મીલરે કરેલા પ્રયોગમાં તેને અઠવાડિયા સુધી કરેલ પાણી, H, CH, અને, NH, ના વિઘટિત દ્રાવણને ગરમ કર્યા પછી ઉપર બતાવેલી સમયમર્યાદાની અંદર જોયા હશે. એટલે જ તેમાં રહેલ પદાર્થો અજીવ જણાયા હશે. પરંતુ જો તેને ઉપરની સમયમર્યાદા પછી નિરીક્ષણ કર્યું હોત તો તે પદાર્થો ચોક્કસ જીવતા દેખાયા હોત.
હવે સીડની ફોક્સના પ્રયોગની વાત કરીએ. તેણે એમિનોએસિડ્ઝના મિશ્રણને ગરમ કર્યું. તેથી proteinoids તૈયાર થયા. આ proteinoidsને ગરમ પાણીમાં નાખ્યા પછી તેને ઠંડું પડવા દીધું. આ ઠંડા થયેલા મિશ્રણમાં તેને સૂક્ષ્મ ગોળાઓ જોયા અને ઑપેરિનની માન્યતા પ્રમાણે મોટા મોટા અણુઓ તૈયાર કરી, બંને ભેગા કર્યા. આ પ્રમાણે તેમાં જીવતા કોષોનું નિર્માણ થયું. આ પ્રયોગમાં પણ ઉપર બતાવ્યા પ્રમાણે ગરમ પાણીનું મિશ્રણ ઠંડું થયા પછી જ polynucleotides ઉમેરાયા હશે. અને તે દરમિયાન તેમાં સજીવ કોષોની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ અને તે જ સજીવ પદાર્થો તેમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હશે એટલે સીડની ફોક્સના પ્રયોગોનું પણ આવું પરિણામ આવે તેમાં કાંઈ નવાઈ નથી. અત્યારે પણ ઉપર પ્રમાણેના પ્રયોગો કરવામાં આવે તો પણ તેવું જ પરિણામ આવે.
ટૂંકમાં, સજીવસૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં જુદી જુદી કાલ્પનિક પરિસ્થિતિઓને મુખ્ય આધાર માનીને ગમે તેવા અને ગમે તેટલા પ્રયોગો કરવામાં આવશે, તો દરેક વખતે આ સંમૂર્છાિમ જીવોત્પત્તિ તે દરેક પ્રયોગના એકસરખાં પરિણામો લાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org