Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
152
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
અને અવસર્પિણી, બૃહત્સંગ્રહણી નામના જૈનગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ઉત્સર્પિણીમાં ક્રમે ક્રમે વિકાસ થાય છે. અને તેમાં શારીરિક મજબૂતાઈ, દેહમાન (ઊંચાઈ), આયુષ્ય તથા આધ્યાત્મિક્તાનો સારી રીતે વિકાસ થાય છે અને પ્રાણી માત્રની ખરાબ વૃત્તિઓ ઓછી થાય છે. જ્યારે અવસર્પિણીમાં એથી ઊલટું હોય છે. શરીરની મજબૂતાઈ, દેહમાન, આયુષ્ય ક્રમે ક્રમે ઓછું થતું જાય છે અને આધ્યાત્મિકતાનો હ્રાસ થતો જાય છે. જ્યારે ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન વગેરે દુર્ગુણોનું પ્રભુત્વ વધતું જાય છે.
આધુનિક વિજ્ઞાન અને તેના Ecologicalતથા Geologicalભૂસ્તરશાસ્ત્રીય પુરાવા ઉપર બતાવેલી વાતોની સાક્ષી પૂરે છે. ઘણાં વર્ષો પહેલાંના ડિનોસોરના અશ્મિભૂત અવશેષો એના રાક્ષસી કદની ગવાહી આપે છે. Discoverનામના અમેરિકન વિજ્ઞાનસામયિકમાં પણ 11.5 ફૂટની લંબાઈવાળા અને લગભગ 23 ફૂટના વિસ્તારવાળી પાંખોવાળાં પક્ષીઓના અશ્મિભૂત અવશેષ મળી આવ્યા છે, એવું જણાવ્યું છે. આ ડિનોસોર જૈન પરિભાષા પ્રમાણે ભુજપરિસર્પના વિભાગનું એક પ્રાણી છે. અત્યારનાં નોળિયા, ખીસકોલી, ગરોળી વગેરે સરીસૃપ જીવો આ વિભાગમાં આવે છે. વિક્રમના બારમા સૈકામાં થયેલ આચાર્ય શ્રી શાંતિસૂરિજીએ રચેલ જીવવિચા૨ પ્રકરણ તથા તે પહેલાના લગભગ ઈ.સ. 450 આસપાસ લિપિબદ્ધ થયેલ જીવાભિગમ, પન્નવણા ઇત્યાદિ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જીવોનું ઉત્કૃષ્ટ શરીર ગાઉ પૃથકત્વ એટલે 2 થી 9 ગાઉ સુધીની લંબાઈવાળું હોય છે. આ ડિનોસોરની ઊંચાઈ 80 ફૂટ અને લંબાઈ 150 થી 175 ફૂટ સુધીની અંદાજવામાં આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ડિનોસોરની વિવિધ પ્રકારની જાતો છે. તેઓના શરીરનું પ્રમાણ જુદું જુદું હોય છે અને ખાસિયતો અલગ અલગ હોય છે અને તે મેસોઝોઇક સમય (mesozoic period) દરમિયાન થઈ ગયા. અત્યારની ગણતરી પ્રમાણે ડિનોસોર લગભગ સાત કરોડ વર્ષ પહેલાં થઈ ગયા હોવા જોઈએ, પરંતુ જૈનશાસ્ત્ર તેના સંબંધમાં કાંઈક જુદી જ ગણતરી બતાવે છે. એક ધનુષ્યના છ ફૂટ ગણતાં ડિનોસોરની લંબાઈ લગભગ 25 ધનુષ્ય ગણી શકાય. એમ માની લો કે ડિનોસોરના વર્ગના પ્રાણીઓનું શરીર મનુષ્યોની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગનું હોય, તો જ્યારે મનુષ્યની ઊંચાઈ 75 ધનુષ્ય હોય ત્યારે ડિનોસોર અથવા તેના વર્ગના પ્રાણીની લંબાઈ 25 ધનુષ્ય હોય. મનુષ્યની ઊંચાઈ, આ અવસર્પિણીકાળના અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ તથા બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યસ્વામીના આંતરમાં લગભગ 75 ધનુષ્ય હતી. એટલે તે સમય દરમિયાન ડિનોસોરનું અસ્તિત્વ હોવું જોઈએ. બીજી ગણતરી પ્રમાણે જ્યારે મનુષ્યની ઊંચાઈ 3 ગાઉ હતી ત્યારે ભૂજપરિસર્પની લંબાઈ 2 ગાઉ ગણતાં. જ્યારે મનુષ્યની ઊંચાઈ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org