________________
12
જેન કાળચક્ર અને કોમિક કેલેન્ડર જ્યારથી મનુષ્યની વિચારશક્તિ સતેજ થઈ ત્યારથી બ્રહ્માંડ અને તેની ઉત્પત્તિના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે તે અથાક પ્રયત્નો કરવા માંડ્યો છે, પછી તે પ્રયત્નો આધ્યાત્મિક હોય કે વૈજ્ઞાનિક હોય, છેવટે તો દરેકને જગતના નિયંતાનાં નિયમો અને રહસ્યો જાણવાં છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ એ રહસ્યો જાણવા અતિ મુશ્કેલ છે, પરંતુ આધ્યાત્મિક પદ્ધતિએ એ રહસ્યો પૂર્વના મહર્ષિઓએ જાણ્યાં છે અને એ આપણી સમક્ષ મૂક્યાં છે. પરંતુ કાળના પ્રભાવને કારણે અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરના કારણે એ સિદ્ધાંતોને આપણે સત્ય માનતાં અચકાઈએ છીએ. પણ જે નિરપેક્ષ સત્ય (absolute truth) છે તેને દેશ-કાળનાં સીમાડાં જરા પણ નડતાં નથી. તેને સમયનો ઘસારો તો શું, જરા સરખો લસરકો પણ પડતો નથી. ઊલટું, તે નિરપેક્ષ સત્ય કાળની ભઠ્ઠીમાં શેકાઈને વધુ પરિપક્વ બને છે. જૈન ધર્મના સિદ્ધાંતો પણ આવા જ કાળની ભઠ્ઠીમાં હજારો વર્ષોથી શેકાઈને પરિપક્વ બનેલા અને વિવિધ કસોટીઓમાંથી પાર ઊતરેલા સિદ્ધાંતો છે.
જ્યારથી વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં, ભૌતિકશાસ્ત્રની અણુવિજ્ઞાનની શાખા તથા પદાર્થની શક્તિ અને બ્રહ્માંડની સમય (time), અવકાશ (space) અને દ્રવ્ય(matter)ના સંબંધોની શોધ કરતી શાખાઓ નીકળી ત્યારથી, બલકે તે પહેલાં પણ ઘણા દાયકાઓથી બ્રહ્માંડની ઉત્પત્તિ, તેના વિનાશ અને તેના દ્રવ્યસંચયનો પ્રશ્ન વૈજ્ઞાનિક જગતમાં ચકડોળે ચડેલ છે. તેના માટેની વિવિધ થિઅરીઓ પણ રજૂ થઈ છે. આ બધી થિઅરીઓમાં સૌથી વધુ માન્ય થીઅરી “બિગબૅન્ગ' (BigBangTheory)મોટા ધડાકાની છે. જોકે જૈનધર્મ મોટા ધડાકાની થીઅરીમાં આંશિક રીતે માને છે પરંતુ વિજ્ઞાનીઓ જે રીતે નિરૂપણ કરે છે તેમાં માનતો નથી.
વિજ્ઞાનીઓની માન્યતા પ્રમાણે એ મોટા ધડાકા પછી સૂર્યની ઉત્પત્તિ, પૃથ્વીની ઉત્પત્તિ, સજીવસૃષ્ટિની ઉત્પત્તિ અને મનુષ્યની ઉત્પત્તિ વગેરેમાં જે સમયનો ગાળો મિ. કાર્લ સેગને નક્કી કર્યો છે તે અને જૈનધર્મ પ્રમાણેનું જે કાળચક્ર છે, તે બંનેમાં ઘણું સાખે છે. જો કે આ બંનેની સરખામણી કરતાં બંનેમાં સમયગાળા સિવાય બનાવોનો તફાવત તથા પરિસ્થતિનો તફાવત ઘણો વધુ દેખાય છે કારણકે જૈન સિદ્ધાંત અનુસાર સૂર્યની, પૃથ્વીની, સજીવસૃષ્ટિની, મનુષ્યની નવી ઉત્પત્તિ થતી નથી. જ્યારે આધુનિક વિજ્ઞાન તેઓની નવી જ ઉત્પત્તિ માને છે અને પૃથ્વીની ઉત્ક્રાંતિમાં પ્રથમ એકકોષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org