________________
જંબુદ્રીપ(લઘુ સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન
137
આ સિવાય નાં વિવિધ મૂલ્યો અંગેનો સંક્ષિપ્ત લેખ પણ આ સાથે આપેલ છે. તે જોવાથી ૪ની વિચિત્રતાનો સુપેરે પરિચય થશે.
જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર
લઘુસંગ્રહણી સૂત્રની ટીકામાં ગાથા- 11ના મરહારૂં સત્તવાસા પદની ટીકામાં ટીકાકાર આચાર્યશ્રીએ ભરત વગેરે સાત ક્ષેત્રનું વિસ્તૃત કર્યું છે. તેમાં ભરત તથા ઐરવત ક્ષેત્રમાં પ્રવર્તતા 12 આરા પ્રમાણ કાળચક્રનું પણ વર્ણન કરેલ છે. આ કાળચક્રની સત્યતા વિશે ઘણા લોકોને શંકા જાય તેમ છે, પરંતુ અહીં આપણે આધુનિક વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેનો વિચાર કરીશું, એ માટે આપણે પ્રથમ કાળચક્રના વિભાગોને બરાબર સમજી લેવા પડશે.
કાળચક્રના મુખ્ય બે વિભાગ છે : 1. ઉત્સર્પિણીકાળ, 2. અવસર્પિણીકાળ, ઉત્સર્પિણીકાળમાં મનુષ્ય-પ્રાણીઓ વગેરેનાં દેહમાન, આયુષ્ય શારીરિક શક્તિઓ વગેરેનો વિકાસ થાય છે અને આત્માની વિભાવદશા એટલે કે રાગ-દ્વેષ, ક્રોધ વગેરે કષાય, વગેરે અશુભવૃત્તિઓનો ક્રમે ક્રમે કરીને હ્રાસ થતો જાય છે, ઓછી થતી જાય છે. આ રીતે સર્વસામાન્ય પરિસ્થિતિ જોતાં અલ્પકષાયવાળા સ્ત્રી-પુરુષો, તિર્યંચ-પશુપક્ષીઓ વગેરેનું પ્રાધાન્ય વધતું જાય છે.
જ્યારે અવસર્પિણીકાળમાં એથી ઊલટું બને છે. શરૂઆતમાં મનુષ્ય-પશુઓ વગેરેનાં આયુષ્ય તથા દેહમાન (શરીરની ઊંચાઈ અથવા લંબાઈ) ઉત્કૃષ્ટ હોય છે. ત્યારબાદ સમય પસાર થતો જાય તેમ તેમ તેમાં ઘટાડો થતો જાય છે. શરૂઆતમાં મનુષ્ય વગેરેમાં અશુભ-વૃત્તિઓ,-ઈર્ષ્યા, માયા, રાગ, દ્વેષ, ક્રોધ વગેરે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે, ત્યારબાદ સમય પસાર થાય તેમ તેમ તેમાં વધારો થતો જાય છે.
ઉત્સર્પિણી અને અવસર્પિણી, બંનેમાં છ છ આરા હોય છે. દરેકમાં ચોવીશ ચોવીશ ચોવીશ તીર્થંકરો થાય છે. બંનેનો સંયુક્ત કાળ 20 કોડાકોડી સાગરોપમ છે. અવસર્પિણીના 10 કોડાકોડી સાગરોપમ અને ઉત્સર્પિણીના 10 કોડાકોડી સાગરોપમ છે. તેમાં અત્યારે અવસર્પિણી ચાલી રહી છે માટે તેનું સ્વરૂપ પ્રથમ જોઈ લઈશું ઉત્સર્પિણીનું સ્વરૂપ તેનાથી ઊલટા ક્રમે સમજી લેવાનું છે.
અવસર્પિણીમાં પ્રથમ આરામાં 4 કોડાકોડી સાગરોપમ વર્ષ જેટલો સમય પસાર થાય છે. દ્વિતીય આરો 3 કોડાકોડી સાગરોપમ વર્ષ જેટલો હોય છે. તૃતીય આરો 2 કોડાકોડી સાગરોપમ વર્ષ જેટલો હોય છે. ચોથો આરો 42000 વર્ષ ઓછા એવા 1 કોડાકોડી સાગરોપમ પ્રમાણના વર્ષ જેટલો હોય છે. પાંચમો અને છઠ્ઠો આરો ફક્ત 21000-21000 વર્ષનો હોય છે. આમાં તૃતીય આરાના અંતભાગમાં પ્રથમ તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org