________________
126
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ભરત કહેવામાં આવે છે. આ બંને વિભાગને-હિમવાન પર્વત ઉપરના પધસરોવરમાંથી નીકળતી ગંગા અને સિધુ નદી ત્રણ-ત્રણ ભાગમાં વિભાજિત કરે છે અને તે રીતે ભરત ક્ષેત્રના છ ખંડ થાય છે. દરેક ચક્રવર્તી આ છયે ખંડોને જીતે છે.
આ છ ખંડમાંથી - દક્ષિણાઈ ભરતના મધ્ય ખંડમાં વૈતાઢ્ય પર્વતથી 113 યોજન અને 3 કલા દૂર દક્ષિણ દિશામાં અયોધ્યા નગરી આવેલી છે. ગંગા નદીના મુખત્રિકોણ (delta) પ્રદેશ પાસે માગધ નામનું તીર્થ આવેલું છે. તે રીતે સિંધુ નદીના મુખત્રિકોણ પાસે પ્રભાસ નામનું તીર્થ આવેલું છે અને બંનેની વચ્ચે વરદામ તીર્થ આવેલ છે.
મેરુ પર્વતની છેક ઉત્તરે, ભરત ક્ષેત્રના જેવા જ સ્વરૂપવાળું ઐરવક્ષેત્ર આવેલ છે. તેમાં ગંગા અને સિક્યુ નદીના સ્થાને રક્તા અને રક્તવતી નામની બે મુખ્ય નદીઓ આવેલી છે.
આ છે જંબુદ્વીપનું અતિસંક્ષિપ્ત વર્ણન.
આ વર્ણન વાંચ્યા પછી, આજના પ્રત્યેક મનુષ્યને આ વર્ણન ગળે ન ઊતરે તે સ્વાભાવિક છે કારણ કે આજે મનુષ્ય પાસે થોકબંધ વૈજ્ઞાનિક ઉપકરણો છે. તેનાથી તે ધારે તે કરી શકે તેમ હોવાનું તે માને છે. આધુનિક વિજ્ઞાન પાસે આજે મોટાં દૂરબીનો અને વેધશાળાઓ છે અને ઘણાં કિલોમીટરનો વિસ્તાર ધરાવતા રેડિયો ટેલિસ્કોપ પણ છે. આ રેડિયો ટેલિસ્કોપ વડે તે, બ્રહ્માંડના કોઈપણ ખૂણામાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે, જોઈ શકે છે તથા ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની મુલાકાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લે છે અને ટેલિવિઝન ઉપર તેનાં અદ્ભુત દૃશ્યો પણ બતાવે છે.
તકલીફ તો એ છે કે આ ઉપકરણોથી આકાશનું નિરીક્ષણ કરવામાં આવે છે પરંતુ જંબુદ્વીપના અન્ય વિભાગોનું સંશોધન થતું નથી અથવા તો તે કરવામાં એવું પ્રબળ વિપ્ન આવે છે કે તેમ કરતાં, ઉપકરણોનું પોતાનું કાર્ય જ સ્થગિત થઈ જાય છે. જોકે આ બધી બાબતો ખગોળશાસ્ત્રને લગતી છે. પૃથ્વી માટે તો વિજ્ઞાનીઓ વર્તમાનજગત જે આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ તેમજ વિમાન વગેરે સાધનો વડે મુલાકાત લઈ શકીએ છીએ તેટલાનો જ સ્વીકાર કરે છે અને પૃથ્વીને ગોળ દડા જેવી બતાવે છે છતાં આ સિવાય બીજાં સ્થાનોમાં (ગ્રહોમાં) પણ સજીવસૃષ્ટિ હોવાની તથા અહીંના મનુષ્યો કરતાં પણ વધુ બુદ્ધિશાળી મનુષ્યો હોવાની શક્યતાને નકારતા નથી. તેઓનાં મંતવ્યો પ્રમાણે આપણી ગ્રહમાળામાં જેવો સૂર્ય છે તેવા બીજા ઘણા સૂર્ય છે. દરેકને પોતાની ગ્રહમાળા હોવી જોઈએ અને તેમાંના પૃથ્વી જેવા કોઈક ગ્રહો ઉપર મનુષ્યની વસ્તિ હોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org