Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
124
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછી 980 વર્ષે એટલે કે વિક્રમ સંવત 510 આસપાસ દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણે, વલભી વાચના વખતે સર્વસિદ્ધાંત, શ્રુત-આગમગ્રંથોને પુસ્તકારૂઢ કરાવ્યા, ત્યાં સુધીમાં ઘણું શ્રુતજ્ઞાન વિસરાઈ ગયું હતું અને જે કાંઈ ઉપલબ્ધ હતું તેમાં શંકાસ્પદ પાઠો પણ ઘણા’હતા. અત્યારે ઉપલબ્ધ-આગમગ્રંથોની તાડપત્રીય હસ્તપ્રતો, લગભગ બધી જ, વિક્રમના અગિયારમા સૈકાની અને તે પછીની જ છે. એટલે કે શ્રીદેવર્ધ્વિગણિ મહારાજે પોતે લખાવેલી કોઈપણ હસ્તપ્રત અત્યારે ઉપલબ્ધ નથી. આ 500-600 વર્ષના ગાળામાં પણ આગમના પાઠોમાં કાંઈ કેટલાય પાઠાંતરો થયાં હશે અને એ પાઠાંતર સાથેનું આગમ-જ્ઞાન આપણી પાસે આવ્યું છે. એ આગમ જ્ઞાનના આધારે જ ત્યારપછીના મહાન આચાર્યોએ પ્રકરણગ્રંથોની રચના કરી છે. આ લઘુસંગ્રહણી અથવા જંબુદ્રીપસંગ્રહણી નામનો અપૂર્વગ્રંથ, યાકિનીમહત્તરાસૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની રચના છે. આ ગ્રંથમાં તેઓશ્રીએ દશ દ્વાર વડે, જંબુદ્વીપ અને જંબુદ્વીપમાં આવેલ પદાર્થોનું સંક્ષેપમાં વર્ણન કરેલ છે.
જંબુદ્રીપનું સ્થાન
જૈન પરંપરાનુસાર બ્રહ્માંડ(લોક)ના ત્રણ ભાગ છેઃ ઉપરના ભાગને ઊર્ધ્વલોક કહે છે, અને મધ્યભાગને તિÁલોક કહે છે, નીચેના ભાગને અધોલોક કહે છે. ઊર્ધ્વલોકને દેવલોક પણ કહેવામાં આવે છે. અને ત્યાં વૈમાનિક દેવોનો વાસ છે. અધોલોકમાં સાત નારક પૃથ્વીઓ છે, તેમાં નારકના જીવો હોય છે. તેમાંથી પ્રથમ રત્નપ્રભા નારકનાં, અમુક વિભાગમાં ભવનપતિ જાતિના દેવો, તથા તેના સૌથી ઉપરના 1,000 યોજનના વચલા 800 યોજનમાં વ્યંતર જાતિના દેવો અને છેક ઉપરના 100 યોજનમાંથી વચલા 80 યોજનમાં વાણવ્યંતર જાતિના દેવો રહે છે.
તિńલોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી મધ્યમાં વર્તુળાકાર જંબુદ્રીપ આવેલો છે. તેનો વિસ્તાર (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) 1,00,000યોજન છે. તેના મધ્યભાગમાં 1,00,000 યોજન ઊંચો અને લગભગ 10,000 યોજનના વિસ્તારવાળો મેરુપર્વત છે.
આ જંબુદ્રીપમાં મેરુપર્વતની દક્ષિણે, 1,00,000 યોજનના 190મા ભાગના એટલે કે 526 યોજન અને 6 કલા, ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળું તેમજ સાધિક 14471 યોજન પૂર્વ-પશ્ચિમ વિસ્તારવાળું ભરતક્ષેત્ર છે. તેનાથી ઉત્તરમાં ભરતક્ષેત્રના ઉત્તર-દક્ષિણ વિસ્તારથી બમણા વિસ્તારવાળો લઘુહિમવાન પર્વત છે. તેની ઉત્તરે તેનાથી બમણા વિસ્તારવાળું હિમવંત ક્ષેત્ર છે. તેની ઉત્તરે હિમવંતક્ષેત્રથી બમણા વિસ્તારવાળો મહાહિમવાન પર્વત છે. તેની ઉત્તરે તેનાથી પણ બમણા વિસ્તરવાળું હરિવર્ષક્ષેત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org