________________
જંબુદ્રીપ(લઘુ સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન
125
તેની ઉત્તરે હરિવર્ષક્ષેત્રથી બમણા વિસ્તારવાળો નિષધ પર્વત છે, તેનાથી ઉત્તરે અને જંબુદ્વીપના મધ્યમાં ભરતક્ષેત્ર કરતાં 64 ગણા વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર છે. આ મહાવિદેહની ઉત્તરે અનુક્રમે નીલવંત પર્વત, રમ્યક્ ક્ષેત્ર, રુક્મિ પર્વત, હૈરણ્યવત ક્ષેત્ર, શિખરી પર્વત અને ઐરવત ક્ષેત્ર, પૂર્વ-પૂર્વ પર્વત કે ક્ષેત્ર કરતાં અડધા-અડધા ઉત્તરદક્ષિણ વિસ્તારવાળા છે.
નિષધ અને નીલવંત પર્વત સમાન વિસ્તાર તથા સ્વરૂપવાળા છે. હરિવર્ષક્ષેત્ર અને રમ્યક્ષેત્ર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે. તે જ રીતે મહાહિમવાન પર્વત અને રુક્મિ પર્વત, હિમવંત ક્ષેત્ર અને હૈરણ્યવત ક્ષેત્ર, લઘુહિમવાન પર્વત અને શિખરી પર્વત તેમજ ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર પરસ્પર સમાન વિસ્તાર અને સ્વરૂપવાળા છે.
સૌથી મધ્યમાં આવેલ અને ભરતક્ષેત્ર કરતાં 64 ગણા એટલે કે 33680 યોજન અને 4 કલા જેટલા વિસ્તારવાળું મહાવિદેહ ક્ષેત્ર સૌથી વિશિષ્ટ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની મધ્યમાં મેરુ પર્વત છે અને તેની ઉત્તરે-ઉત્તરકુરુક્ષેત્ર તથા દક્ષિણે દેવકુરુક્ષેત્ર અર્ધચંદ્રાકારે આવેલા છે. અને નીલવંત પર્વત તથા નિષધ પર્વત તરફની તેમની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 53,000 યોજન છે. દેવકુરુ અને ઉત્તર-કુરુ ક્ષેત્રની પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્રની 16-16 વિજય આવેલી છે. તેમાંના ઘણા પદાર્થોનું સ્વરૂપ-ભરત ક્ષેત્રના પદાર્થોના સ્વરૂપ જેવું જ છે.
દેવકુરુ, ઉત્તકુરુ, હિમવંત, હરિવર્ષ, રમ્યક, હૈરણ્યવત ક્ષેત્રોને યુગલિક ક્ષેત્ર કહેવામાં આવે છે. તેઓનું વિશેષ સ્વરૂપ જંબુદ્વીપ સંગ્રહણી ટીકામાં જણાવેલ છે ત્યાંથી જોઈ લેવું. તે જ રીતે મહાવિદેહનું સ્વરૂપ પણ જંબુદ્વીપ સંગ્રહણી ટીકામાંથી જોઈ લેવું.
આ ગ્રંથમાં જે પદાર્થોનું વર્ણન કરવામાં આવેલ છે તે પદાર્થો પ્રાયઃ શાશ્વત જ છે તેમ જૈન સિદ્ધાંતાનુસાર ટીકાકાર આચાર્યશ્રીએ જણાવેલ છે અને તેનું કારણ આપતાં તેઓશ્રી જણાવે છે કે જંબુદ્વીપમાં રહેલ અશાશ્વત પદાર્થો અસંખ્ય છે અને તે દરેકનું વર્ણન ક૨વું શક્ય નથી, તેમજ તેના સ્વરૂપમાં દેશ-કાળને અનુસરી ઘણું ઘણું પરિવર્તન થતું રહે છે. તે દરેકને શબ્દમાં સમાવવું શક્ય નથી. આથી જે પદાર્થો શાશ્વત એટલે કે અનાદિ-અનંત સ્થિતિવાળા છે અને જેના સ્વરૂપમાં દેશ-કાળ અનુસારે કાંઈ જ પરિવર્તન થતું નથી તેનું જ આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવેલ છે. તે પ્રમાણે મેરુ પર્વતની દક્ષિણે લવણસમુદ્ર પાસે આવેલ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લંબાઈવાળો વૈતાઢ્ય પર્વત છે. આ પર્વત ભરતક્ષેત્રના બે ભાગ કરે છે. મેરુ પર્વત તરફના વિભાગને ઉત્તરાર્ધ ભરત કહે છે, અને લવણસમુદ્ર તરફના વિભાગને દક્ષિણાર્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org