________________
જંબુદ્રીપ(લઘુ)સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન
"The civlization of India, no less than other civilizations, has not failed to ask questions about the place which man occupies in the world and the location of both the human and the animal kingdoms in space and time. To these questions, for more than 3000 years, the different religious circles and the principal schools of thought in India have striven unceasingly to supply answers." (P. No 9)
જેમ ભૌતિકવિજ્ઞાનનો માર્ગ અપનાવવા, તે માટેની યોગ્યતાઓ હોવી જરૂરી છે તેમ અધ્યાત્મનો માર્ગ અપનાવવા માટે પણ કેટલીક શારીરિક, માનસિક તેમજ બોદ્ધિક યોગ્યતાઓ હોવી જરૂરી છે. આ યોગ્યતાઓ વિનાનો મનુષ્ય, જો અધ્યાત્મનો માર્ગ અપનાવે તો તેને કાં તો સદંતર નિષ્ફળતા મળે છે અથવા તો ધારી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તો બીજી બાજુ ભૌતિકવિજ્ઞાનનો માર્ગ પણ એટલો સરળ નથી. કુદરતનાં રહસ્યો પામવા માટે તેનાં અત્યાધુનિક ઉપકરણો પણ તદ્દન વામણાં પુરવાર થાય છે.
123
અત્યારના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક સાધનોની ભરમાળ ભલે ઉપલબ્ધ હોય, છતાં, તે આધ્યાત્મિક ઉપકરણોની તુલના કરી શકે તેમ નથી. પરંતુ વર્તમાન યુગમાં એ આધ્યાત્મિક યોગ્યતા તથા સાધનો પ્રાપ્ત કરવાં દુઃશક્ય જણાય છે. તેથી આપણા માટે બેમાંથી એક પણ માર્ગ સંપૂર્ણ ઉપકારક નીવડી શકે તેમ નથી. એટલે આપણી જિજ્ઞાસા સંતોષવાનો ફક્ત એક જ માર્ગ છે અને તે એ કે આપણા પૂર્વના મહર્ષિઓએ આ આધ્યાત્મિક માર્ગે, કુદરતનાં રહસ્યોને પ્રાપ્ત કરીને આપણી સમક્ષ મૂક્યાં છે, તેનો અભ્યાસ કરી, તે રહસ્યોને જગતના અન્ય જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ કરવાં.
જંબુદ્રીપલધુસંગ્રહણીમાં આપણા પ્રાચીન મહાપુરુષોએ રજૂ કરેલ પૃથ્વી એટલે જંબુદ્વીપ અને તેમાં રહેલ અન્ય પદાર્થોનું વર્ણન છે. આ પ્રાચીન ગ્રંથમાં આવતા પદાર્થો અને આધુનિક વિજ્ઞાન-ખગોળશાસ્ત્રમાં આવતા પદાર્થો અને તેના વર્ણનમાં ઘણો જ તફાવત જોવા મળે છે. આ તફાવતનું ખરું કારણ શોધવું ઘણું જરૂરી છે.
સામાન્ય રીતે આપણા જૈન આગમો, એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની વાણી છે, તેઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આપેલી દેશનાઓ-ઉપદેશ-છે અને શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના 11 મુખ્ય શિષ્યો-ગણધરો-એ તે ઉપદેશને સૂત્રબદ્ધ કર્યો, તેને દ્વાદશાંગી કહેવામાં આવે છે. પ્રાચીન કાળમાં આ સંપૂર્ણ દ્વાદશાંગી કંઠસ્થ રાખવામાં આવતી હતી એટલે કે દરેક શ્રમણ તે મુખપાઠ કરતા હતા અને તે રીતે મુખપાઠની પરંપરા લગભગ શ્રુતકેવળી ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી સુધી ચાલી. તેઓના સમયમાં બાર વર્ષના ભયંકર દુષ્કાળ દરમ્યાન અપૂરતા પોષણ તેમજ મંદ યાદશક્તિના પરિણામે કેટલુંક શ્રુત ભુલાઈ ગયું. ત્યારબાદ, શ્રમણ ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org