________________
108
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો શાસ્ત્રકારોના ગણિતની મર્યાદાની બહાર હોવાથી માત્ર તેનું સ્વરૂપ ઉપમા દ્વારા જ સમજાવવામાં આવ્યું છે.
કાળનાં આવા મહત્તમ માપમાં સૌથી નાનું માપ ‘પલ્યોપમ’ છે અને તેમાં અસંખ્યાતા વર્ષોનો સમાવેશ થાય છે. આવા 10 કોડાકોડી અર્થાત્ 10 પલ્યોપમે એક સાગરોપમ અને તેવાં 10 કોડાકોડી (10) સાગરોપમે એક ઉત્સર્પિણી અથવા એક અવસર્પિણી થાય છે. એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી ભેગાં થઈ એક કાળચક્ર થાય છે. આવા અનંતા કાળચક્રો પસાર થઈ ગયાં છે અને ભવિષ્યકાળમાં અનંતા. કાળચક્રો પસાર થશે. પલ્યોપમનાં વર્ષોની સંખ્યા તથા કાળચક્રના વર્ષોની સંખ્યા નિયત જ છે. આમ છતાં તે ગાણિતિક રીતે બતાવવી સંભવ ન હોવાથી તે માટે અસંખ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
કાળના માપમાં ઉપર બતાવ્યું તેજ પ્રમાણે લંબાઈના માપોમાં સૌથી ન્યૂનતમ માપ એક આકાશ પ્રદેશ (space-point) છે. આ બ્રહ્માંડમાં, પુદ્ગલ (matter) દ્રવ્યના સૂક્ષ્મતમ અવિભાજ્ય અંશ સ્વરૂપ સ્વતંત્ર એક પરમાણુ, જેટલા આકાશ વિભાગમાં રહી શકે તેટલા આકાશને એક આકાશ પ્રદેશ કહેવામાં આવે છે. ટૂંકમાં એક સ્વતંત્ર પરમાણુનું માપ કદ, એ લંબાઈ અથવા પહોળાઈ અથવા જાડાઈનો એક એક એકમ (unit) છે. તેવા અસંખ્યાતા પરમાણુઓ ભેગા થાય ત્યારે સ્થૂળ દૃષ્ટિએ આજના વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ (atom) બને છે. તો બીજી બાજુ લંબાઈના મહત્તમ માપ તરીકે રજૂ અથવા રાજલોક છે. એક રાજલોક એટલે અસંખ્યાતા યોજન અને એક યોજન બરાબર3200 માઇલ અથવા 5120 કિમી. થાય. આ રાજલોકનું માપ મર્યાદિત તેમજ ચોક્કસ હોવા છતાં તે એટલું મોટું છે કે તે અંકોમાં અથવા ગાણિતિક સમીકરણ દ્વારા બતાવવું શક્ય ન જણાતાં તેના માટે પણ અસંખ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
જૈન ગણિતની એક વિશેષતા એ છે કે એમાં ઋણાત્મક સંખ્યાનો ક્યાંય, કશો જ ઉપયોગ કે નિર્દેશ કરવામાં આવ્યો નથી કારણ કે જૈન ગ્રંથોમાં બ્રહ્માંડના વાસ્તવિક પદાર્થોનું નિરૂપણ કરેલ હોવાથી અને તે બધા જ પદાર્થોના અસ્તિત્વના કારણે તેના માટે ધનાત્મક સંખ્યાઓનો પ્રયોગ થયેલ છે. જ્યારે આધુનિક ગણિતની માન્યતા પ્રમાણે ણ સંખ્યાઓ પોતે જ કાલ્પનિક છે અને સામાન્ય રીતે કાલ્પનિક પદાર્થો માટે જ તેનો પ્રયોગ થાય છે. આ અંગે ડૉ. પ્ર.ચુ.વૈદ્ય જણાવે છે કે આ વિધાન સાચું નથી. તેઓ કહે છે કે ગણિત એ તર્કસુસંગત વિદ્યા છે, તેથી ઋણ સંખ્યાઓ વાસ્તવિક છે. અને તેનો સૌપ્રથમ ઉપયોગ ભારતમાં ઈ. સ. 400 થી 600 વચ્ચે થયાના ઉલ્લેખો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org