Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
112
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અલબત્ત, આ બધી ગાણિતિક સિદ્ધાંતોની માત્ર ગમ્મતભરી રમત જ છે. વ્યાવહારિક જીવનમાં આનો કોઈ ઉપયોગ નથી.
ઉપર બતાવ્યું તેમ શૂન્યના ઉપયોગની પણ એક મર્યાદા છે. મર્યાદાની બહાર શૂન્યનો ઉપયોગ અર્થહીન અથવા તો અનર્થ કરનાર બની રહે છે. વર્તમાન ભૌતિકશાસ્ત્રમાં ગણિતની મર્યાદાઓ વર્તમાન ભૌતિકશાસ્ત્રમાં ગણિત એ મુખ્ય પાયો છે. ભૌતિકશાસ્ત્રના બધા જ નિયમોનું ગાણિતિક રૂપાંતર કરવામાં આવ્યું છે અને અત્યારના વિજ્ઞાનીઓ પણ એ ગાણિતિક ભાષામાં જ વાત કરવાને ટેવાયેલા છે અને ત્યાં સુધી કે નવું કોઈપણ સંશોધન થાય તો, જ્યાં સુધી એનું ગાણિતિક રૂપાંતર કે સમજ કે સાબિતી આપવામાં ન આવે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સ્વીકારવામાં પણ આવતું નથી. ક્યારેક એવું પણ બને કે પહેલાં ગાણિતિક સંશોધન થાય, સાબિતી અપાય અને ત્યારપછી ઘણાં વર્ષો બાદ તેની પ્રાયોગિક સાબિતી પ્રાપ્ત કરાય. આમ છતાં ગણિતની પોતાની મર્યાદાઓના કારણે, ભૌતિકશાસ્ત્રમાં સૈકે સૈકે, વિશ્વમાં બનતી વિભિન્ન ઘટનાઓને સમજાવતા નિયમોનાં ગાણિતિક સમીકરણોમાં ફેરફાર કરવા જરૂરી બન્યા છે. એમાં સૌથી પ્રથમ ન્યૂટનના ગતિશાસ્ત્રના નિયમો તથા ગુરુત્વાકર્ષણના નિયમો છે.
ન્યૂટનના ગતિશાસ્ત્રના નિયમો તથા ગુરુત્વાકર્ષણના નિયમો, આ પૃથ્વી પરના સામાન્ય પદાર્થો અને તેની ગતિ માટે સાવ સાચા છે, પરંતુ જ્યારે એ ખ-ભૌતિકશાસ્ત્ર(Astrophysics)માં વાપરવામાં આવે છે ત્યારે ઘણી ઘણી ભૂલો આવે છે. આ ભૂલને આઈન્સ્ટાઈને પોતાના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (Special Theory of Relativity) અને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતની મદદથી સુધારી લીધી હતી. અલબત્ત, તેમાં પણ સંપૂર્ણતા આવી નથી. એ ત્યાર પછીનાં ખ-ભૌતિકશાસ્ત્રનાં સંશોધનો બતાવે છે.
આઈન્સ્ટાઈનમાં તીવ્ર બુદ્ધિ અને અસામાન્ય કલ્પનાશક્તિ હોવા છતાં, છેવટે તે પણ એક મનુષ્ય જ હતો. જે જમાનામાં વિમાનોની શોધ માત્ર થઈ હતી અને એ વિમાનો માત્ર 80-100 માઇલની ઝડપે ઊડી શકતાં હતાં તે જમાનામાં આઇન્સ્ટાઇને આ ભૌતિક પદાર્થની ઝડપ મર્યાદા પણ પ્રકાશની ઝડપ જેટલી હોઈ શકે એવી કલ્પના કરેલી એ ખરેખર આશ્ચર્યજનક કહી શકાય તેવી વાત છે. અત્યારે વિશ્વમાં સુપરસોનિક (supersonic) વિમાનો હોવા છતાં, તેમની અને અવકાશયાન વગેરેની ઝડપ માત્ર એક સેકંડના 25 કે 30 કિમી. વધુમાં વધુ હોય છે. જે પ્રકાશની ઝડપ કરતાં દશ હજારમા ભાગની હોય છે. સૂક્ષ્મ જગતના સભ્યો એવા સૂવમકણો (sub-atomic particles)માં કેટલાક સૂક્ષ્મકણોની ઝડપ 150 કિમી./સે. હોય છે, જે પ્રકાશની ઝડપ કરતાં 200મા ભાગની છે. અલબત્ત બીટા (Beta) નામના સૂક્ષ્મ કણોની ઝડપ 0.99C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -