Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
107
જૈન દર્શન અને આધુનિક ભૌતિકશાસ્ત્રમાં.. જૈન દર્શનમાં ગણિતની મર્યાદાઓ ગણિત વસ્તુતઃ કાલ્પનિક વિષય હોવા છતાં, મનુષ્યની જરૂરિયાતના કારણે તેની શોધ તથા વિકાસ થયો છે એટલે વ્યવહારમાં તેનો ઉપયોગ અને લોકસંસારનું સ્વરૂપ સમજાવવું એ જૈન દર્શનનું મુખ્ય ધ્યેય હતું.
આ બ્રહ્માંડ લોકની મર્યાદા હોવા છતાં, એ કેટલી છે? અને તેમાં કેટલા તથા કેવા કેવા પ્રકારના પદાર્થો વિદ્યમાન છે, તે જણાવવા માટે ગણિત એ ટૂંકામાં ટૂંકી રીત છે. આમ છતાં, આ લોકબ્રહ્માંડમાં અનંત અનંત પરમાણુઓ તથા પદાર્થો છે. એ બધાની સંખ્યા અને વાસ્તવિક સ્વરૂપ ગાણિતિક રીતે બતાવવા માટે “શીર્ષપ્રહેલિકા' જેવી 250 અંકોની સંખ્યા બતાવવામાં આવી છે. આ શીર્ષપ્રહેલિકા માં - “જંબૂઢીપપ્રજ્ઞપ્તિ નામના જૈન આગમમાં બતાવ્યા પ્રમાણે બે ભિન્ન ભિન્ન પરંપરા અનુસાર બે ભિન્ન ભિન્ન પ્રકારના અંકો આવે છે. માથુરી વાચના પ્રમાણે 54 અંકો તથા 140 શૂન્ય મળી 194 અંકો થાય છે. જ્યારે વલભી વાચના પ્રમાણે 70 અંકો તથા 180 શૂન્ય મળી 250 અંકો થાય છે. માથુરી વાચના પ્રમાણે “શીર્ષપ્રહેલિકામાં (84,00,000) = 758, 263, 253, 073, 010, 241, 157, 973, 569, 975, 696, 406, 218, 966, 848, 080, 183, 296 x 10340 અંકો છે. જ્યારે વલભી વાચના પ્રમાણે “શીર્ષપ્રહેલિકા'માં (84,00,000) = 187, 955, 179, 550, 112, 595, 419, 009, 699, 813, 430, 770, 797, 465, 494, 261, 977, 747, 657, 257, 345, 718, 6816 x 10180 અંકો છે. આમ છતાં આ સંખ્યા દ્વારા પણ સંસારના બધા જ પદાર્થોની સંખ્યા બતાવવી શક્ય ન હોવાથી અસંખ્યાત અને અનંતના ઉપર બતાવેલા વિવિધ પ્રકારો જૈન શાસ્ત્રકારોએ નિર્દેશ્યા છે. જઘન્ય પરિત્ત અસંખ્યાતાનો રાશિ અભ્યાસ કરતાં એટલે કે તેમાં જેટલી સંખ્યા આવે તેનો તેટલો જ ઘાત કરતાં અર્થાત્ તેમાં જેટલી સંખ્યા આવે તેને તે જ સંખ્યા વડે તેટલી જ વાર ગુણવી અને તેમ કરતાં જે સંખ્યા આવે, તેટલા સમય” એક “આવલિકામાં હોય છે. એમ જૈન ધર્મગ્રંથો કહે છે.”
સમય” એ કાળનું જૈન દર્શનમાં બતાવેલ ન્યૂનતમ એટલે કે સૌથી નાનામાં નાનું માપ છે. “આવલિકા” પણ કાળનું જ એક માપ છે. અને એક મુહૂર્ત અર્થાત્ 48 મિનિટમાં આવી 1,67,77,216 આવલિકા પસાર થઈ જાય છે. તેમાંની એક આવલિકા અર્થાત્ 0.000171661 સેંકડમાં ઉપર બતાવ્યા પ્રમાણે જઘન્ય યુક્ત અસંખ્યાત એટલે કે (જઘન્ય પરિત અસંખ્યાત) ૪૫. અસંખ્યાત જેટલા “સમય” પસાર થઈ જાય છે. આ સમય” એટલો બધો સૂક્ષ્મ હોય છે કે અવધિજ્ઞાનવાળા વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો પણ તેને જાણી શકતા નથી. આનાથી વિરુદ્ધ કાળના આ સૂક્ષ્મતમ માપની સાથે જૈન શાસ્ત્રકારોએ કાળનું મહત્તમ માપ પણ બતાવ્યું છે. આ મહત્તમ માપ પણ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org