Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈન દર્શન અને આધુનિકભૌતિક શાસ્ત્રમાં..
105 1. સંખ્યાતના ત્રણ પેટા વિભાગ છે. (1) જઘન્ય સંખ્યાત, (2) મધ્યમ સંખ્યાત, (3) ઉત્કૃષ્ટ સંખ્યાત. જૈન પરંપરામાં એકને સંખ્યા તરીકે ગણવામાં આવતી નથી. સંખ્યાની ગણતરી બેના આંકથી જ થાય છે. તેથી બે, જઘન્ય સંખ્યાત કહેવાય છે.46 ત્યારબાદ 3 થી લઈને જઘન્ય અસંખ્યાતમાં બે ઓછા હોય ત્યાં સુધીની સંખ્યાને મધ્યમ સંખ્યાત કહેવાય છે અને જઘન્ય અસંખ્યાતમાં એક ઓછા હોય તેવી સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવાય છે. જઘન્ય અસંખ્યાતના અંકો જાણી શકાય તો જ ઉત્કૃષ્ટ સંખ્યાતના અંકો મળી શકે છે. આ જઘન્ય અસંખ્યાતમાં કેટલા અને કયા અંકો આવે છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. આ માટેની એક પદ્ધતિ જૈન ધર્મગ્રંથોમાં બતાવી છે, પરંતુ તેના દ્વારા હજુ સુધી કોઈએ એ સંખ્યા મેળવી નથી. આમ છતાં એ સંખ્યા ઉપર બતાવેલી શીર્ષપ્રહેલિકાની 250 અંકની સંખ્યા (84,00,0005 = 187, 955, 179, 550, 112, 595, 419, 009, 699, 813, 430, 770, 797, 465, 494, 261, 977, 747, 657, 257, 345, 718, 6816x 10 18) કરતાં ક્યાંય વધુ હોઈ શકે છે. આપણે તેની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.
અસંખ્યાતના કુલ નવ પ્રકાર છેઃ (1) જઘન્ય પરિત્ત અસંખ્યાત (2) મધ્યમ પરિત્ત અસંખ્યાત (3) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત (4) જઘન્ય યુક્ત અસંખ્યાત (5) મધ્યમ યુક્ત અસંખ્યાત (6) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત (7) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત (8) મધ્યમ અસંખ્યાત અસંખ્યાત (9) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત
અનંતના પણ અસંખ્યાતની માફક જ નવ પ્રકાર છેઃ અસંખ્યાતના પ્રકારોમાં જ્યાં અસંખ્યાત આવે છે ત્યાં અનંત શબ્દ મૂકવાથી એ નવ પ્રકારનાં નામ બને છે. તે આ પ્રમાણે છે : (1) જઘન્ય પરિત્ત અનંત, (2) મધ્યમ પરિત્ત અનંત, (3) ઉત્કૃષ્ટ પરિત્ત અનંત (4) જઘન્ય યુક્ત અનંત (5) મધ્યમ યુક્ત અનંત (6) ઉત્કૃષ્ટ યુક્ત અનંત, (7) જઘન્ય અનંત અનંત () મધ્યમ અનંત અનંત (૭) ઉત્કૃષ્ટ અનંત અનંત.48
શ્રી સરજુ તિવારી જૈન ગણિત અંગે લખે છે કે જૈન તત્ત્વજ્ઞાન કે જેમાં અહિંસાનો સિદ્ધાંત મુખ્ય છે તે સંપૂર્ણ રીતે હિંદુ-વૈદિક પરંપરામાં આવતા યજ્ઞમાં હોમવામાં આવતા પશુ બલિદાનનો વિરોધ કરે છે. તેઓએ પોતાની રીતે ભૂમિતિનો વિકાસ કર્યો છે. જૈન વિશ્વવિજ્ઞાનમાં ખાસ કરીને બ્રહ્માંડ (લોક/વિશ્વ), પર્વત, ખંડો, વગેરે માટે સરળ-ટૂંકી ગાણિતિક રીતો બતાવી છે. તેઓની સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે અવકાશી પદાર્થોની વર્તુળાકાર ભ્રમણકક્ષાઓ અને પૃથ્વીના ગોળાકારની કલ્પનાએ તેઓને સમાંતર બાજુવાળા ચતુષ્કોણ અને વર્તુળના ગુણધર્મોનો અભ્યાસ કરવા પ્રેર્યા અને તેઓએ ની કિંમત તરીકે 10 શોધી.
વૈદિક ગણિત નામના શંકરાચાર્યશ્રીએ લખેલ પુસ્તકમાં પ્રાચીન વેદોના આધારે સંસ્કૃત ભાષામાં 16 સૂત્રો આપવામાં આવ્યા છે. એ સૂત્રો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org