Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
104
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ' નામના જૈન આગમમાં જેન ગણિત પ્રમાણેની અંક સંખ્યા બતાવી છે. એક રીતે તો તેનો પાયો 10 નો જ છે. આમ છતાં 84 લાખની સંખ્યા પછી જૈન સાહિત્યમાં 10ના પાયાની સાથે સાથે 84 લાખનો પણ પાયો બતાવવામાં આવ્યો છે. અને એ 84,00,000ના પાયાવાળા કુલ 36 અંકો છે. તેને 10ના પાયામાં ફેરવતાં 250 આંકડાની સંખ્યા આવે છે જેનું નામ જૈન શાસ્ત્રોમાં “શીર્ષપ્રહેલિકા” બતાવવામાં આવ્યું છે. 12
જૈન શાસ્ત્રકારોએ 2500 વર્ષ પહેલાં આવી મોટી સંખ્યા બતાવી હતી, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. અત્યારના આધુનિક ગણકયંત્રોને પણ 845ના 70 અંકોને મેળવતાં લગભગ બે કલાક જેટલો સમય લેવો પડે છે. જ્યારે પ્રાચીન કાળના ભગવાન મહાવીર જેવા કેવળજ્ઞાનીઓએ આવી સંખ્યા ખૂબ જ સ્વાભાવિક રીતે કોઈપણ જાતની ભૂલ વગર જણાવી છે. અહીં નોંધપાત્ર હકીક્ત એ છે કે આવી મોટી સંખ્યા પણ ભગવાન મહાવીરના સમયથી લઈને શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના સમય સુધી એટલે કે 980 વર્ષ સુધી મુખપાઠ પરંપરામાં કોઈપણ જાતની ભૂલ વગર સચવાયેલી રહી હતી. ત્યારપછી જૈન આગમો પુસ્તકારૂઢલિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યારે તેમાં આ સંખ્યાને પણ બતાવવામાં આવી.
ટૂંકમાં આધુનિક સંશોધકો અને ઇતિહાસકારો ભલે એમ માને કે ઈ. સ. પૂર્વે 200 - 100 વર્ષ જૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ થઈ પરંતુ જૈન પરંપરામાં કલ્પસૂત્રના ટીકાકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીના કથન પ્રમાણે ભગવાન ઋષભદેવે જ્યારે ગૃહસ્થનો વ્યવહાર ધર્મ પ્રવર્તાવ્યો ત્યારે જ તેઓએ ગણિત પણ બતાવ્યું હતું એટલે ભારતીય પરંપરાનું આ ગણિત અબજો અબજ વર્ષ પૂર્વેનું કહી શકાય. આ થઈ અંક ગણિતની વાત. તે જ રીતે સેટ થીયરી(Set Theory)ના શોધક તરીકે જ્યોર્જ કેન્ટોર(George Cantor)ને માનવામાં આવે છે, પરંતુ જૈનધર્મના પ્રાકૃત ગ્રંથોના સંદર્ભો જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે સેટ થીયરી (Set Theory) એટલે કે રાશિ સિદ્ધાન્તની શોધ મૂલતઃ જૈન પરંપરામાં, જૈન ગ્રંથકારોએ તેઓના કર્મવાદના અભ્યાસ તથા સ્પષ્ટીકરણ માટે કરી હતી. વડ
તો જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વગેરે જૈન આગમોમાં જંબૂદ્વીપ વગેરેના લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ અને સાથે સાથે જંબૂદ્વીપમાં રહેલ પર્વતો વગેરેના ઘનફળ વગેરે કાઢવાની સરળ રીતો પણ બતાવી છે. આ રીતે ક્ષેત્રગણિત અર્થાત્ ભૂમિતિ પણ બતાવવામાં આવી છે. અલબત્ત, આ ભૂમિતિ યૂકિલીડની સમતળ ભૂમિતિPlane Geometry)ના પ્રકારની છે.
જૈન સંખ્યા પદ્ધતિમાં ત્રણ વિભાગ આવે છે: 1. સંખ્યાત, 2. અસંખ્યાત, 3. અનંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org