Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
100
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો મૂકવામાં આવતું હતું એમ કેટલાકનું માનવું છે. (-) આ ચિત્ર રિક્તગણ (null set) અને રિક્ત સદિશnull vector)નો નિર્દેશ કરતું હતું. વખત જતાં કદાચ એ કોંસમાંથી બિંદુ નીકળી ગયું હશે અને કેવળ કસ()નો વપરાશ શરૂ થયો હશે અને ઝડપથી કસનું ચિહ્ન કરતાં તે બંને કસ ભેગાં થઈ જતાં તેને શૂન્યનું છે આજનું સ્વરૂપ પ્રાપ્ત થયું હશે. આ રીતે શૂન્યનું સર્જન થયું હોવાનું મારું પોતાનું અનુમાન છે અને તે કોઈપણ ચીજના અભાવને સૂચવતું હતું. ત્યાર પછી ઘણા લાંબા ગાળે તેનો એક સંખ્યાના સ્વરૂપમાં સ્વીકાર થયો. શૂન્યને સંખ્યાના સ્વરૂપમાં સ્વીકાર્યા પછી સંખ્યાના ક્રમમાં શૂન્યને ક્યાં મૂકવું તે એક પ્રશ્ન જ છે. સામાન્ય રીતે કૉપ્યુટર અને ટાઇપરાઇટરમાં શૂન્યને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ની પછી મૂકવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીશું કે 1 થી 9 સુધીના અંકોમાં ડાબી તરફના અંક કરતાં જમણી તરફના અંકો મોટા જ છે. પરંતુ શૂન્યને 9 પછી મૂકવામાં આવ્યું હોવા છતાં 9 કરતાં તે અધિક નથી. જ્યારે ગાણિતિક શ્રેણિમાં શૂન્યનું સ્થાન ની પૂર્વે અને –1ની પછી રાખવામાં આવ્યું છે.
પિંગળનો છંદ સૂત્ર સંબંધી એક ગ્રંથ છે, જે પ્રાયઃ ઈ.સ. પૂર્વે બીજી સદીમાં રચાયેલ છે, તેમાં સૌપ્રથમવાર શૂન્યનો એક સંકેત તરીકે ઉપયોગ થયેલ જોવા મળે છે. શ્રી જિનભદ્ર ગણિ નામના એક જૈન આચાર્યના ગ્રંથોમાં પણ શૂન્યને સંપૂર્ણ અભાવના પ્રતીક તરીકે પ્રયોજેલ છે.26 પ્રાચીન ભારતમાં ગણિત Like the top crown of the peacock, like the valuable pearl of the mountain peak, mathematics occupies the most superior status in the vedangas.27
- Vedanga Jyotisha ભારતીય પ્રાચીન સંસ્કૃતિ સંબંધિત માહિતી માટે જો કોઈ સૌથી અગત્યનો સ્ત્રોત હોય તો, આપણી પાસેના ચાર વેદો જ છે. અલબત્ત, આ વેદોની રચના સંવતકાળ અંગે યુરોપિયન સંશોધકો અને ભારતીય સંશોધકો વચ્ચે સર્વસંમતિ નથી.* આમ છતાં સૌએ વેદોને પાશ્ચાત્ય કોઈપણ સંસ્કૃતિ કરતાં વધુ પ્રાચીન તો માન્યાં જ છે, એમાં કોઈ સંદેહ નથી.
મોહેં-જો-દરો (Mohan-Jo-Doro) હડપ્પન (Harppan) વગેરે પ્રદેશના અવશેષો જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ, તે જ સૌથી પ્રાચીન મનાતી હિન્દુ સંસ્કૃતિ છે અને સંશોધકોની માન્યતા પ્રમાણે વેદોનો રચના કાળ ઈ.સ. પૂર્વે 3000 પછીનો લગભગ છે અને આ વેદો તથા અન્ય કેટલુંક સાહિત્ય સેંકડો વર્ષ સુધી શ્રુત પરંપરા એટલે કે મૌખિક પરંપરા સ્વરૂપે રહ્યા તેથી તેને કેટલાક શ્રુતિ પણ કહે છે. ત્યારબાદ બ્રાહ્મણ સંપ્રદાય સંબંધિત સાહિત્યની રચના ઈ.સ. પૂર્વે 2000 આસપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org