________________
84
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ચામનું ઔદારિક શરીર તો છે જ, પરંતુ જો તે વિશિષ્ટ ક્રિયા-તપ વગેરે કરે તો વૈક્રિય શરીર અથવા વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે તો આહારક શરીર બનાવી શકે છે. આમ છતાં, એકસાથે વૈક્રિય અને આહારક એમ બંને પ્રકારનાં શરીર તે બનાવી શક્તો જ નથી.is
આ પાંચ પ્રકારના શરીરમાંથી જેનો ખાસ ઉલ્લેખ કરવો છે તે તૈજસ્ શરીર અને કાર્પણ શરીર છે. આ બંને પ્રકારના શરીર સમગ્ર બ્રહ્માંડના સંસારી જીવમાત્રને હોય છે જ. હા, જે જીવ સમગ્ર કર્મના બંધન તોડીને મોક્ષે ગયો છે અર્થાત્ અષ્ટકર્મથી મુક્ત થઈ ગયો છે, તેને આ પાંચમાંથી એકેય શરીર હોતું નથી, તેથી તેને અશરીરી કહેવાય છે. આ તૈજસૂ-કાશ્મણ શરીરને અંગ્રેજીમાં vital body કહે છે.
તૈજસુ શરીર જેને, શ્રીદત્ત સૂક્ષ્મ શરીર કહે છે તથા જે ખોરાકનું પાચન કરી પૂલ શરીરનાં ઘટક દ્રવ્યો, લોહી, ચરબી, માંસ, અસ્થિ, મજ્જા વગેરે બનાવે છે તે તથા સ્થળ અને સૂક્ષ્મ શરીરના સ્વરૂપ વગેરે જેના આધારે નક્કી થાય છે, તે કાર્મણ શરીર, જેને શ્રીદત્ત કારણ શરીર કહે છે, તે બંને ખૂબ અગત્યનાં છે.
દેવતાઓના, ચિત્રમાં, તેઓના મસ્તક પાછળ ચીતરવામાં આવતું ભામંડળ, તેમની દિવ્યતાનું પ્રતીક છે. વસ્તુતઃ તે તેઓના સૂક્ષ્મ શરીર/તૈજસ્ શરીરની શુદ્ધિનો પ્રભાવ છે. અન્ય જીવો તથા મનુષ્યોને પણ આવું ઘેરાવક્ષેત્ર હોય છે જેને આભામંડળ (aura) કહેવામાં આવે છે. વસ્તુતઃ આ આભામંડળ જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર (bio-electromagnetic field) જ છે. જેમ દરેક ચુંબકને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે તેમ દરેક જીવને પોતાનું પ્રભાવ ક્ષેત્ર હોય છે. મનુષ્યના આ આભામંડળનો આધાર સૂક્ષ્મ શરીર તૈજસ્ શરીરની શુદ્ધતા ઉપર છે અને તેનો આધાર કાર્મણ શરીરે ગ્રહણ કરેલ પુદ્ગલ-પરમાણુઓ તથા તેનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ઉપર છે. વળી શુભ અથવા અશુભ પુદ્ગલ અર્થાત્ કણોના ગ્રહણનો આધાર મનઃસ્થિતિ અર્થાત્ મનદ્વારા કરાતા શુભ કે અશુભ વિચારો ઉપર છે. એટલે પરિણામ સ્વરૂપે આભામંડળની તીવ્રતાનો અને શુદ્ધિ/અશુદ્ધિનો આધાર મન ઉપર વિચારો ઉપર રહેલો છે. આ આભામંડળને શ્રી દત્ત શક્તિકવચ કહે છે અને આ મન, જેને અત્યારના લોકો છઠ્ઠી ઇન્દ્રિય (sixth sense) કહે છે, તે પણ સૂક્ષ્મ પરમાણુ-સમૂહ એકમોનું બનેલ છે.
શ્રીદત્ત જૈન ન હોવા છતાં, એમના અનુભવો જૈનદાર્શનિક માન્યતાઓને જ અનુસરતા જણાય છે. એ હકીકત એક બાજુ જૈન માન્યતાઓને પ્રમાણ પુરું પાડે છે, તો બીજી બાજુ એમના અનુભવો સત્ય હોવાની જૈન જનતાને પ્રતીતિ કરાવે છે. અલબત્ત, તેઓના અનુભવોનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ તથા વર્ગીકરણ અને તે અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org