Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શ્રી અશોકકુમાર દત્તનો રંગીન શક્તિકણોનો... લાલ કણો ગ્રહણ કરે છે. સામાન્ય રીતે વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખબર જ છે કે દિવસે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઑક્સિજન અર્થાત્ પ્રાણવાયુ બહાર કાઢે છે. જ્યારે રાતે વનસ્પતિ પ્રાણવાયુ ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે પ્રાણવાયુઑક્સિજનના કણો (મોલેક્યુલ્સ Molecules) ભૂરા રંગના હોય છે અને કાર્બન ડાયોક્સાઈડના કણો લાલ હોઈ શકે છે અને પ્રાણવાયુમાં પ્રાણશક્તિ હોય છે એ વિજ્ઞાન સિદ્ધ હકીકત છે, તેથી જ પ્રાણાયામ કરનાર કોઈ પણ વ્યક્તિની તંદુરસ્તી સારી રહે છે.
અલબત્ત, શ્રીદત્તના અનુભવો ઉપર આધારિત આ એક અનુમાન છે અને તે જૈનદાર્શનિક માન્યતા સાથે સુસંગત છે તેમજ તે સત્યની સૌથી વધુ નજીક હોવાની સંભાવના છે. તેમના જેવો અનુભવ બધાંને થઈ શકતો નથી કારણ કે આ એક કુદરતની બક્ષિસ છે એટલે આપણે તેનું મૂલ્ય ઓછું આંકવું ન જોઈએ.
શ્રીદત્ત જણાવે છે કે આપણે શરીરને બે દૃષ્ટિકોણથી જોઈએઃ 1. સૂક્ષ્મ શરીર 2. કારણ શરીર, તો રંગોનાં આ તથ્યોને સમજવા વધુ સરળ બનશે. - જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે શરીરના પાંચ પ્રકાર હોય છે. 1. ઔદારિક શરીર 2. વૈક્રિય શરીર 3. આહારક શરીર 4. તૈજસ્ શરીર 5. કાર્પણ શરીર - આ પાંચેય શરીરનો ઉલ્લેખ આગળ વર્ગણાઓના સ્વરૂપ-વર્ણનમાં આવી ગયો છે. આમ છતાં, અહીં તેનું વિશેષ પ્રકારે પ્રયોજન હોવાથી પુનઃ ઉલ્લેખ કર્યો છે. દરેક જીવને ઓછામાં ઓછા ત્રણ શરીર હોય છે. વિશિષ્ટ પુરુષોને ક્યારેક વિશિષ્ટ સંજોગોમાં એકસાથે ચાર શરીર પણ હોઈ શકે છે પરંતુ એકસાથે પાંચ શરીર તો કોઈ પણ જીવને ક્યારેય હોતા નથી. સામાન્ય રીતે આપણી આ ભૌતિક દુનિયાના જીવોને અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે જેઓને માત્ર સ્પર્શ રૂપ ઇન્દ્રિય છે, તેઓ અને એ સિવાય હાલતા ચાલતા ક્ષુદ્ર જીવ-જંતુઓ જેઓને જૈન જીવવિજ્ઞાન પ્રમાણે બે ઇન્દ્રિય, તેઇન્દ્રય કે ચઉરિદ્રિય વર્ગમાં મૂકવામાં આવે છે, તે તથા પાણીમાં રહેનાર માછલાં વગેરે જલચર જીવો, ગાય, ઘોડા વગેરે પશુ, સાપ, ખિસકોલી વગેરે અને ચકલી, કાગડો, પોપટ વગેરે પક્ષીઓ, જેને પંચેન્દ્રિય કહેવામાં આવે છે, તે બધાને ફક્ત ઔદારિક, તેજસ્ અને કાશ્મણ એમ કુલ ત્રણ શરીર હોય છે. જ્યારે દેવો અને નારકોને વૈક્રિય, તૈજસુ અને કાશ્મણ એમ કુલ ત્રણ શરીર હોય છે. તેઓના વૈક્રિય શરીરને તેઓ ધારે તે રીતે વિવિધ સ્વરૂપ-આકારવાળું નાનું-મોટું બનાવી શકે છે. આજના વિજ્ઞાનીઓની ભાષામાં, (અંગ્રેજીમાં) તેને desire body (ઐચ્છિક શરીર) કહેવાય છે. જ્યારે સમગ્ર સૃષ્ટિમાં એક મનુષ્ય જ એવો છે કે જેને આપણી સ્થૂલ આંખથી દેખાતું હાડ-માંસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org