Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
82
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો કણની કંપસંખ્યા (frequency) વધુ હોય તે કિરણ/કણની શક્તિ પણ વધુ હોય છે. લાલ રંગના પ્રકાશની કંપસંખ્યા કરતાં ઓછી કંપસંખ્યાંવાળાં કિરણો અર્થાત્ વીજચુંબકીય તરંગોને આપણી આંખ ગ્રહણ કરી શકતી નથી અને તેને અધોરક્ત કિરણ કહે છે. તે જ રીતે જાંબલી રંગના કિરણની કંપસંખ્યા કરતા વધુ કંપસંખ્યાવાળા વીજચુંબકીય તરંગોને પારજાબંલી કિરણ કહે છે અને તે પણ આપણી આંખ વડે ગ્રાહ્ય નથી.
શ્રી દત્ત જણાવે છે કે જડવસ્તુ અને ચેતન વસ્તુની વચમાં પણ એક સ્થિતિ હોય છે. આ વચલી સ્થિતિમાં નિર્જીવ શરીર અથવા વૃક્ષ-છોડ ઉપરથી છૂટાં પડેલાં ફૂલ, પાંદડાંની હોય છે. તેઓ સૌપ્રથમ ભૂરા, પછી પીળા અને છેલ્લે લાલ કણો બહાર ફેંકે છે, ત્યારબાદ તે સડવા લાગે છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ-સાધ્વીઓમાં આહાર બાબતમાં એક નિયમ એવો છે કે કોઈ પણ પાકાં ફળ વગેરે સમાર્યા પછી કે તેનો રસ કાઢ્યા પછી બે ઘડી અર્થાત્ 48મિનિટ પછી જ તેઓ ગ્રહણ કરે છે. તેઓના આ નિયમનું રહસ્ય શ્રીદત્તના અનુભવોથી ખુલ્લું થાય છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે પાકાં ફળોને સમાર્યા પછી તુરત જ તે નિર્જીવ થઈ જતા નથી, પરંતુ જ્યાં સુધી ભૂરા કણો સંપૂર્ણ રીતે નીકળી ન જાય ત્યાં સુધી તે પ્રાયઃ સજીવ હોય છે અને પીળા કણોના ઉત્સર્જન દરમ્યાન તે નિર્જીવ તો હોય છે જ પરંતુ કીટાણુથી વ્યાપ્ત હોતા નથી. જ્યારે લાલ કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે તેમાં કીટાણુઓ(બૅક્ટીરિયા) વગેરેનો તેમાં પ્રવેશ શરુ થઈ ચૂક્યો હોય છે એટલે જ એ બે પરિસ્થિતિ વચ્ચેની પરિસ્થિતિમાં જ સાધુ-સાધ્વીને તે લેવા યોગ્ય હોય છે.
વળી ઠંડાં સ્થાનોમાં પણ ભૂરા કણો અધિક પ્રમાણમાં હોય છે. ફ્રિજ તેનું જવલંત ઉદાહરણ છે અને એટલે જ ફિજ કે એવાં સ્થાનોમાં, ફળ વગેરે લાંબા સમય સુધી તાજાં રહે છે. સજીવ રહી શકે છે અને ગરમીમાં કોઈ પણ ફળ વગેરે જલ્દી સડી જાય છે અને બગડી જાય છે કારણ કે ગરમીમાં તેઓ ખૂબ ઝડપથી શક્તિકણોને બહાર ફેંકે છે. બરફ નીચે દટાયેલા, માનવ મૃતદેહો કે મૃત પ્રાણીઓ હજારો વર્ષો સુધી એવાં જ તાજાં રહેલા દાખલા નોંધાયેલા છે. તે પણ આ વાતને પુષ્ટ કરે છે.
તેઓનો અનુભવ છે કે પ્રકૃતિમાં અર્થાત્ લીલી વનસ્પતિ, જલાશય, નદી કિનારા વગેરે પ્રાકૃતિક સૌંદર્યનાં સ્થાનોમાં, પૃથ્વીતલ પાસે ભૂરા કણો ઘણા પ્રમાણમાં હોય છે. વૃક્ષ-છોડ વગેરે સવારના સમયે ભૂરા કણો ફેકે છે. દિવસે પીળા અને ભૂરા કણો ફેંકે છે. જ્યારે રાતે લાલ કણો ફેંકે છે અને રાતે ભૂરા કણો ગ્રહણ ગ્રહણ કરે છે. સવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org