________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
ગ્રામોફોનની રેકર્ડ વગેરે ધ્વનિના સ્પર્શથી જ તૈયાર થાય છે. તથા અત્યંત મોટા ધ્વનિના સ્પર્શનો પણ આપણને સ્પષ્ટ અનુભવ થાય છે જ. તેથી તે અંગે કોઈ વિશેષ ટિપ્પણ કરવાની આવશ્યક્તા નથી.
90
જૈન પ્રાચીન પરંપરામાં, કેટલાક વિશિષ્ટ તપસ્વીઓને તપના પ્રભાવથી વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત થયાના નિર્દેશ મળે છે. આવી શક્તિઓને જૈન સાહિત્યમાં ‘લબ્ધિ’ નામના પારિભાષિક શબ્દથી ઓળખવામાં આવે છે. ‘શ્રી સિદ્ધચક્ર મહાપૂજન' નામના કર્મકાંડ/વિધિવિધાન વિષયક ગ્રંથમાં આવી જુદી જુદી અડતાલીસ વિશિષ્ટ લબ્ધિ શક્તિઓનાં નામ દર્શાવવામાં આવ્યાં છે. તેમાં ‘સંભિન્નસ્રોતસ્’ નામે એક વિશિષ્ટ લબ્ધિ છે.” આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે, તે પોતાની કોઈપણ એક જ ઇન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શનેન્દ્રિય/ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગંધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે. અલબત્ત, આજના જમાનામાં આવી વિશિષ્ટ લબ્ધિની પ્રાપ્તિ પ્રાયઃ અસંભવ/અશક્ય લાગે છે તેથી કોઈને આવી વાતમાં શ્રદ્ધા ન પણ બેસે, પણ એથી એ પ્રકારની શક્તિઓ હોઈ શકે જ નહિ, એમ વિધાન ક૨વું યોગ્ય નથી.
તેથી શ્રી અશોકકુમાર દત્તને પ્રાપ્ત થયેલ ધ્વનિના વર્ણને પ્રત્યક્ષ કરવાની શક્તિ પણ આવી જ કોઈ વિશિષ્ટ અજ્ઞાત લબ્ધિ હોવી જોઈએ. શ્રી દત્તની આ વિશિષ્ટ શક્તિ જૈન કર્મવાદ પ્રમાણે, મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થઈ હોવી જોઈએ કારણ કે આ કર્મથી પાંચેય ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનનું આવરણ થાય છે. અર્થાત્ આ કર્મ ઇન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાનમાં બાધક બને છે. જ્યારે આ કર્મનું આવરણ આત્મા ઉપરથી દૂર થાય છે ત્યારે સહજપણે ઇન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાન થાય છે.
શ્રી દત્તને થયેલ સંસ્કૃત-અક્ષરોના રંગનો અનુભવ અને પ્રાચીન તંત્ર વિજ્ઞાનના ગ્રંથોમાં બતાવેલ સંસ્કૃત અક્ષરોના રંગમાં ઘણે સ્થાને અરસપરસ મેળ મળતો નથી, તો વળી તંત્રવિજ્ઞાનના ગ્રંથોમાં પણ અંદરોઅંદર અક્ષરોના વર્ણનો મેળ બેસતો નથી. આમ છતાં, આ ઉલ્લેખો એટલું તો સિદ્ધ કરે જ છે કે પ્રાચીનકાળના ૠષિ-મુનિઓ અને વિશિષ્ટ આરાધકો/તાંત્રિકોને ધ્વનિના વર્ણ/રંગ વિશે અનુભવ થતા હતા.
શ્રી દત્ત પોતે, ‘ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ’માં એન્જિનિય૨ છે તેથી તેઓએ પોતાને થતા અનુભવોનું વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રત્યેક અક્ષરનો વર્ણ નિશ્ચિત કરવા માટે ભારે પરિશ્રમ લીધો છે, એટલું જ નહિ, તેને સંસ્કૃત ભાષાના વ્યાકરણના સંધિ તથા સંધિવિચ્છેદના નિયમો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org