Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શ્યામ ગર્ત (Black Holes) : સ્વરૂપ....
શ્રી નિરંજનભાઈ એન. વખારિયા, જેઓ અમેરિકામાં રહેતા એક ગુજરાતી જૈન શ્રાવક છે. તેઓ પોતાના પુસ્તક “Cosmological Truths of Ancient Indian Religions, Jainism And Hinduism'hi fu3l2llo g 2412016 call સંભાવનાનો નિર્દેશ કરી, બંનેની સરખામણી કરતાં લખે છેઃ (1) જે રીતે શ્યામગર્ત (Black Hole) અવકાશને આઇન્સ્ટાઈનના સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત (STR) પ્રમાણે વક્રાકાર બનાવે છે, તે જ રીતે તમસ્કાય અને કૃષ્ણરાજિ પણ અવકાશના ઘણા વિશાળ ભાગને ખેંચીને વક્રાકાર બનાવે છે અને તે છેવટે સુપર બ્લેક હોલમાં રૂપાંતર પામે છે.
(2) કૃષ્ણરાજિ અને શ્યામગર્ત (Black Hole) બંનેમાં, વિશિષ્ટ પ્રકારના માર્ગ સિવાય પ્રવેશ કરી શકાતો નથી કે બંનેની આરપાર પસાર થઈ શકતું નથી. કૃષ્ણરાજિમાં તો વિશિષ્ટ પ્રકારના દેવો જ પ્રવેશ કરી શકે છે.
(3) અજ્ઞાની ઘૂસણખોર, જો કૃષ્ણરાજિ કે શ્યામગર્તમાં પ્રવેશી જાય તો કદીય પાછો આવી શક્તો નથી અને તે નાશ પામે છે.
(4) જે રીતે શ્યામગ(Black Hole)ના બીજા છેડે વિજ્ઞાનીઓ શ્વેત ગર્ત (White Hole) નામનું બીજું પ્રતિવિશ્વ માને છે તે જ રીતે કૃષ્ણરાજિના બીજે છેડે દેવોનું બીજું વિશ્વ (દેવલોક) આવેલું છે.
(5) શ્રી નિરંજન વખારિયા અરણવર સમુદ્રમાંના તમસ્કાયના બે છેડામાંથી એક છેડાને શ્યામગર્ત કહે છે અને બીજા છેડાને શ્વેતગર્ત કહે છે. જ્યારે કૃષ્ણરાજિને વોર્મ હોલ (warm Hole) કહે છે.
શ્રી નિરંજન વખારિયાએ ઉપર બતાવેલ સામ્ય પ્રાયઃ ઉચિત જણાતું નથી કારણ કે (1) વિજ્ઞાનીઓ અવકાશ/આકાશને વક્રાકાર બતાવે છે, જ્યારે જૈન સિદ્ધાંત પ્રમાણે આકાશ અવકાશ (Space) એક અને અખંડ દ્રવ્ય છે તથા તે નિષ્ક્રિય છે તેથી તેમાં કોઈ પરિવર્તન થતું નથી/થઈ શકતું નથી.
(2) કૃષ્ણરાજિમાં ફક્ત વિશિષ્ટ પ્રકારના દેવો જ, તેઓ ઇચ્છે ત્યારે પ્રવેશ કરે છે અને તેમાં સંતાઈ જાય છે અને તેઓ ઇચ્છે ત્યારે બહાર પણ આવી શકે છે. જ્યારે શ્યામગર્તમાં તો પદાર્થ અનાયાસ જ તેના ગુરુત્વાકર્ષણબળથી ખેંચાઈને પ્રવેશ કરે છે અને પછી તે ક્યારેય બહાર આવતો નથી અને વિજ્ઞાનીઓની કલ્પના પ્રમાણે કદાચ તે શ્વેતગર્ત (White Hole) સ્વરૂપ પ્રતિવિશ્વમાં પ્રવેશ કરે છે, પરંતુ આ તો માત્ર કલ્પના જ છે, વાસ્તવિકતા નથી. તેથી આ સામ્ય પણ ઉચિત નથી.
(3) અજ્ઞાની ઘૂસણખોર પદાર્થ શ્યામગર્તમાં પ્રવેશે તો તેનો નાશ થઈ જાય છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org