Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શ્યામ ગર્ત (Black Holes) : સ્વરૂપ.... ભાગમાં બતાવ્યું છે અને તે આપણા આ મનુષ્યલોકથી ઓછામાં ઓછા ત્રણ રાજલોકથી પણ વધુ દૂર છે તથા જૈન ગ્રંથકારોએ એક રાજલોકનું માપ અસંખ્યાતા યોજન બતાવ્યું છે. મુનિશ્રી મહેન્દ્રકુમાર “દ્વિતીયએ બતાવેલી છેલ્લી પૂલ ગણતરી પ્રમાણે 1 રાજલોક = 4.0x10183100 માઈલ છે.
આવા ત્રણ રાજલોકથી પણ વધુ દૂર આવેલ કૃષ્ણરાજિમાંથી સંકેતો આપણા વિજ્ઞાનીઓના રેડિયો ટેલિસ્કોપમાં ઝિલાય એવું માની શકાય તેમ નથી કારણ કે વચ્ચેના બે રાજલોકમાં ચાર દેવલોક આવેલા છે. તે સિવાય તિóલોકમાં પણ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે અવકાશી પદાર્થો કોડાકોડીની સંખ્યામાં આવેલા છે. તે બધા પદાર્થો તથા તેમાંથી નીકળતા સંકેતોથી અલગ અસ્તિત્વ ટકાવી મનુષ્યલોક સુધી એ સંકેતો પહોંચે તે શક્ય જણાતું નથી. બીજી વાત કૃષ્ણરાજિનું સ્વરૂપ અને શ્યામગર્તનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે.
(1) કૃષ્ણરાજિમાં દેવો સંતાઈ જાય છે અને પછી તેઓ બહાર પણ આવી શકે છે. ત્યારે શ્યામગ(Black Hole)માં ગયેલ પદાર્થ કયારેય પાછો આવતો નથી. તે તો અંદર શોષાઈ જ જાય છે. (2) કૃષ્ણરાજિમાં દેવો, તેના ગુરુત્વાકર્ષણના કારણે અનિચ્છાએ ખેંચાઈ જાય છે તેવું બનતું નથી, જ્યારે શ્યામગ(Black Hole)માં તો તેનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ જ એટલું બધું હોય છે કે તેના પ્રભાવમાં આવેલા કોઈપણ ભૌતિક પદાર્થને તે ખેંચી જ લે છે. તેમાં કોઈ અપવાદ રહેતો નથી. 3,00,000 કિમી/સેકંડના વેગવાળો પ્રકાશ પણ તેના ગુરુત્વાકર્ષણમાંથી છટકી શકતો નથી. પરિણામે શ્યામગર્ત (Black Hole) વાસ્તવમાં શું છે તે જ ખબર પડતી નથી. (૩) બ્લેક હોલ રૂપી પદાર્થ ઉપર પડેલ પ્રકાશ પરાવર્તન પામતો નહિ હોવાથી, તે કાળા પદાર્થ સ્વરૂપ જણાય છે.
જ્યારે કષ્ણરાજિમાં વાસ્તવિક કાળું દ્રવ્ય જ હોય છે. (4) કૃષ્ણરાજિમાંના કાળા દ્રવ્યની ઘનતા કે તેના ગુરુત્વાકર્ષણબળ વિશે કોઈ જ ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં પ્રાપ્ત થતા નથી.
જ્યારે શ્યામગર્તમાં રહેલ દ્રવ્યના પ્રચંડ ગુરુત્વાકર્ષણબળ અને તેની ઘનતા અંગે વિજ્ઞાનીઓએ વિશિષ્ટ પ્રકારના ગણિત દ્વારા સંશોધન કરી માપ નક્કી કર્યું છે. અલબત્ત,
આ ઘનતા અને ગુરુત્વાકર્ષણબળ માત્ર ગણિત દ્વારા જ મેળવી શકાય છે કારણ કે આ કાલ્પનિક પદાર્થો હજારો પ્રકાશવર્ષ દૂર હોવાથી પ્રત્યક્ષ કે સીધા પ્રયોગો દ્વારા તે જાણી શકાય તેમ નથી.
ટૂંકમાં, જૈન ગ્રંથોમાં વર્ણવેલ કૃષ્ણરાજિ અથવા તમસ્કાય અને વિજ્ઞાનીઓએ જેની કલ્પના કરી છે તે શ્યામગર્ત (Black Hole), બંને ભિન્ન ભિન્ન પદાર્થો હોવાનું જણાય છે.
ઉપર બતાવ્યું તે પ્રમાણે આધુનિક ખ-ભૌતિકશાસ્ત્રમાં, વિજ્ઞાનીઓએ શોધેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org