Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શ્રી અશોકકુમાર દત્તનો રંગીન શક્તિકણોનો.
એક પરમાણુમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે.’ અર્થાત્ તે રૂપી/મૂર્ત છે, તોપણ તે એટલો બધો સૂક્ષ્મ છે કે ચર્મચક્ષુથી તો તે જોઈ શકાય તેમ નથી. તદુપરાંત અતિ આધુનિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ (electron microscope) જેવા કોઈ પણ સાધનથી પણ તે જોઈ શકાય તેમ નથી. અનન્ત અનન્ત પરમાણુઓનો સમૂહ એકઠો થાય ત્યાર પછી જ તે કોઈ પણ સાધન કે આંખથી જોઈ શકાય છે.
આ અનંત પરમાણુઓના સમૂહના મુખ્ય આઠ પ્રકાર જૈનદાર્શનિકોએ બતાવ્યા છે. તેઓનાં નામ તથા ઉપયોગ નીચે પ્રમાણે છે :
1. ઔદારિક વર્ગણા ઃ આ વર્ગણાના દરેક પરમાણુ-સમૂહ એકમમાં અનન્ત પરમાણુ હોય છે. તેના વડે, આ દશ્ય સમગ્રવિશ્વના દરેક સજીવ પદાર્થના શરીર બને છે; અને જૈનદાર્શનિકોના જણાવ્યા પ્રમાણે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પણ સજીવ હોવાથી તેના શરીર પણ આ વર્ગણાના પરમાણુ-સમૂહ એકમોમાંથી બને છે.
2.વૈક્રિય વર્ગણા:આ વર્ગણાના પ્રત્યેક પરમાણુ-સમૂહ એકમમાં અનંત પરમાણુઓ હોય છે. પરંતુ ઉપર્યુક્ત વર્ગણાના પરમાણુ-સમૂહ એકમ કરતાં, આ વર્ગણાના પરમાણુસમૂહ એકમમાં ઘણા વધારે પરમાણુઓ હોય છે. તે જ રીતે આગળની વર્ગણાઓના પરમાણુ-સમૂહ એકમમાં રહેલ પરમાણુઓની સંખ્યા ઉત્તરોત્તર વધુ ને વધુ હોય છે; અને તેનું સ્વરૂપ ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મ થતું જાય છે. આ વર્ગણાના પરમાણુસમૂહ એકમો દ્વારા દેવતાઓ અને નરકના જીવોના શરીર બને છે. ક્યારેક મનુષ્ય પણ આ વર્ગણાનો ઉપયોગ કરી બીજું શરીર બનાવે છે.
3. આહારક વર્ગણા ઃ આ વર્ગણાના પરમાણુ-સમૂહ એકમોનો ઉપયોગ કરી, વિશિષ્ટ પ્રકારના જૈન સાધુઓ, મુઠીવાળેલા એક હાથ પ્રમાણ સ્ફટિક જેવું પારદર્શક શરીર બનાવી શકે છે.
4 તૈજસ્ વર્ગણા : આ વર્ગણાના પરમાણુ-સમૂહ એકમ દ્વારા પ્રત્યેક સજીવ પ્રાણીમાં તૈજસ્ નામનું સૂક્ષ્મ શરીર બને છે. જેના દ્વારા ખોરાકનું પાચન થાય છે.
5. ભાષા વર્ગણા: આ વર્ગણાના પરમાણુ-સમૂહને બેઇન્દ્રિય પ્રાણીથી લઈને પંચેન્દ્રિય પ્રાણ સુધીના તમામ જીવો, દેવ, મનુષ્ય અને નારકીના જીવો ગ્રહણ કરે છે અને વ્યક્ત કે અવ્યક્ત શબ્દરૂપે પરિણમાવી વાતાવરણમાં શબ્દ સ્વરૂપે મુક્ત કરે છે.
6. શ્વાસોચ્છવાસ વર્ગણાઃ આ.વર્ગણાના પરમાણુ સમૂહ દ્વારા પ્રત્યેક સજીવપદાર્થની શ્વાસોચ્છવાસની ક્રિયા ચાલે છે.
1. મનો વર્ગણા દરેક સ્થૂલ પંચેન્દ્રિય પ્રાણી, દેવ, મનુષ્ય અને નારકના મન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org