Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
શ્યામ ગર્ત (Black Holes) : સ્વરૂપ....
71
એ શક્તિમાંથી પુનઃ પદાર્થ પાછો મેળવી શકાતો નથી અર્થાત્ શક્તિમાંથી પુનઃ પદાર્થ મેળવવાની વાત માત્ર કાલ્પનિક જ છે. તે ગાણિતિક રીતે સૈદ્ધાન્તિક રીતે સત્ય હોવા છતાં પ્રાયોગિક રીતે ક્યારે ય સંભવિત જણાતી નથી એટલે જ ગતિમાન પદાર્થ સ્થિર થાય ત્યારે તેને તેની મૂળભૂત લંબાઇ/કદ પ્રાપ્ત થાય છે, તે વાત પદાર્થની ગતિ અવસ્થાની લંબાઈને આભાસી સિદ્ધ કરે છે.
6. ઉ૫૨ બતાવેલી ઘટનાથી વિરુદ્ધ પદાર્થની ગતિ અવસ્થામાં પદાર્થના દ્રવ્યમાનમાં થતો વધારો કયા પ્રકારની શક્તિમાંથી થાય છે ? તે પણ એક કૂટપ્રશ્ન જ છે. વસ્તુતઃ ગતિ અવસ્થામાં તો પદાર્થમાંથી શક્તિ મેળવવામાં આવે છે, તેથી તેના દ્રવ્યમાનમાં ઘટાડો થવો જોઈએ. જ્યારે સૈદ્ધાન્તિક રીતે તો દ્રવ્યમાનમાં વધારો થાય છે.
7. વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે શ્યામગર્ત(Black holes)નું ગુરુત્વાકર્ષણબળ જ એટલું બધું હોય છે કે પ્રકાશ પણ તેના ગુરુત્વાકર્ષણમાંથી છટકી શક્તો નથી અર્થાત્ તે શ્યામગર્તનો ગુરુત્વાકર્ષણમુક્તિવેગ 3,00,000 કિમી/સેકંડ કરતાં પણ વધી જાય છે. જો આ વાત સત્ય હોય તો, કોઇપણ જાતના વિકિરણ (radiations) પણ તેના ગુરુત્વાકર્ષણમાંથી છટકવા ન જોઈએ, પછી ભલે ને તે અધોરક્ત વિકિરણ (infrared radiation) હોય કે પારજાંબલી વિકિરણ (ultraviolet radiation) હોય, કારણ કે આ બધાં જ પ્રકારનાં વિકિરણો પ્રકાશની માફક એક વિશિષ્ટ પ્રકારનાં વીજચુંબકીય તરંગો (electromagnetic waves) જ છે, જેનો વેગ 3,00,000 કિમી/સેકંડ જ હોય છે અને આઇન્સ્ટાઇને પોતે જ કહ્યું છે કે ‘No signals are faster than light.' 142 જ્યારે પ્રાયોગિક હકીકતો તો એમ બતાવે છે કે આ શ્યામગર્ત કાંઈ બધું જ ગળી જતા નથી બલકે વિશિષ્ટ પ્રકારના રેડિયો વેવ્ઝ તેમાંથી બહાર નીકળે છે, એટલું જ નહિ પણ તે રેડિયો ટેલિસ્કોપમાં ઝિલાયાં છે અને તેના આધારે જ શ્યામગર્ત/બ્લૅક હોલ્સની શોધ કરવામાં આવી છે અને તેના પૃથક્કરણ દ્વારા બ્લૅક હોલ્સની ઉત્પત્તિ, આંતરિક સંરચના, તેના અંતર તથા તેના વેગનો નિશ્ચય કરવામાં આવે છે.
ટૂંકમાં, શ્યામગર્તના પ્રબળ ગુરુત્વાકર્ષણનો અનુભવ પણ માત્ર આભાસી જ છે, વાસ્તવિક નથી બલકે કાલ્પનિક ગણિત દ્વારા કરવામાં આવેલ એક કાલ્પનિક અનુમાન જ છે.
મારા અનુમાન પ્રમાણે જૈનદર્શનમાં વર્ણવેલા સિદ્ધાંતો પ્રમાણે શ્યામ ગર્લ, એ બીજું કાંઈ જ નથી પણ પ્રકાશ કરતાં વધુ વેગવાળા અવકાશી પદાર્થો જ છે અને તે પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં હોવાથી તે દિશામાં માત્ર કાળા બિંદુ સ્વરૂપે જ દેખાય છે. એ જ પદાર્થોનો વેગ જો પૃથ્વી તરફ હોય તો તે સંભવતઃ વ્હાઇટ ડ્વાર્ફ (white dwarf) અથવા ન્યૂટ્રોન સ્ટાર (neutron star) તરીકે કદાચ જોઈ શકાય. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org