Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
60
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઓછો થતો નથી. તે હંમેશા એકસરખો જ રહે છે. તેથી ‘બ્લેક હોલમાં સમાઈ જઈ નાશ પામતા દ્રવ્યનું કાંઈક પરિવર્તન અવશ્ય થતું હોવું જોઈએ અને તે પદાર્થના નાશ દ્વારા આઈન્સ્ટાઈને બતાવેલા સમીકરણ પ્રમાણે તેમાંથી શક્તિ/ઊર્જા મળવી જોઈએ. (આકૃતિ નં. 1).
પરંતુ અત્યારે પ્રાપ્ત સંશોધન અનુસાર આવું થતું નથી, તેથી કેટલાક વિજ્ઞાનીઓએ એવી કલ્પના કરી છે કે આપણને અદશ્ય સ્વરૂપે અનુભવાતા શ્યામ ગર્તના બીજા છેડે આપણા બ્રહ્માંડ જેવું જ બીજું પ્રતિબ્રહ્માંડ હોવું જોઈએ અને આપણા બ્રહ્માંડમાંથી શ્યામ ગર્ત દ્વારા ગળી જવાયેલ પદાર્થ શ્વેત ગર્ત(White hole)ની પાર નવા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. (આકૃતિ નં. 2)
તો કેટલાક એવું માને છે કે આ બ્લેક હોલ અને વ્હાઇટ હોલ આપણા એક જ બ્રહ્માંડના જુદા જુદા વિભાગ છે. અને તેથી તેઓ બ્લેક હોલની આપણી તરફના બ્રહ્માંડને તથા વ્હાઇટ હોલની પેલી તરફના બ્રહ્માંડને આકૃતિ નં.3માં બતાવ્યા પ્રમાણે બંનેથી ઘણે દૂર જોડાયેલા માને છે. તો કેટલાક વિજ્ઞાનીઓ એક જ સપાટી ઉપર સમક્ષિતિજ બ્લેક હોલ અને વ્હાઇટ હૉલને આવેલા માને છે અને તે બંને વોર્મહાલ (wormhole) દ્વારા જોડાયેલા છે. તે બંનેની વચ્ચે અથવા તે બે સિવાયના અન્ય પ્રદેશમાં આપણું તારાવિશ્વ-ગ્રહમાળા વગેરે આવેલ છે, એવું માને છે. (આકૃતિ નં. 4).
ઉપર બતાવેલ ન્યૂટ્રોન સ્ટારની ઘનતા (density) સામાન્ય રીતે 1 tonne/cm થી માંડીને 4,00,000 tonnes/cm હોય છે. તો 10 M, ગોળાકાર શ્યામગર્તનું ક્ષેત્રફળ 5650 ચો.મી. હોય છે અને ગુરુત્વાકર્ષણબળ તેની સપાટી આગળ પૃથ્વી ઉપરના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1500 કરોડગણું વધુ હોય છે. જ્યારે સૌથી નાના મનાતા શ્યામગર્તનું વજન 10 ગ્રામ થાય છે અને તેનું કદ માત્ર એક પરમાણુના કેન્દ્રમાં રહેલ એક પ્રોટોન જેટલું જ હોય છે.
અત્યારના કેટલાક જૈન વિદ્વાનો સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર, બૃહત્સંગ્રહણી, બૃહત્સુત્રસમાસ જેવા જૈન ધર્મગ્રંથોમાં વર્ણવેલ કૃષ્ણરાજિ અને તમસ્કાયને શ્યામગર્ત (Black Hole) માને છે. અલબત્ત, અત્યારે વિજ્ઞાનીઓ શ્યામગર્તનું જેવું સ્વરૂપ વર્ણવે છે, તેવું જ સ્વરૂપ અથવા કાંઈક અંશે મળતું વર્ણન જૈન ગ્રંથોમાં મળે છે. સ્થાનાંગ સૂત્ર નામના જૈન આગમ ગ્રંથમાં આઠમા વિભાગ (સ્થાન)માં કૃષ્ણરાજિ વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
“उप्पिं सणंकुमारमाहिंदाणं कप्पाणं हेडिं बंभलोगे कप्पे रिट्ठविमाणे पत्थडे एत्थ णमक्खाडगसमचउरंससंठाणसंठितातो अट्ठ कण्हरातीतो पन्नत्ता तं जहा - पुरच्छिमेणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org