Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
56
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઉપગ્રહના નિરીક્ષણકાળથી પ્રકાશનો વેગ લગભગ 3,00,000 કિમી/સે. માનવામાં આવી રહ્યો છે એટલે એવી કલ્પના કરવી સાવ સરળ છે કે અવકાશમાં કેટલાક તારાઓ/પદાર્થો એટલો બધો દ્રવ્યસંચય ધરાવે છે કે તેની સપાટી ઉપર, તેનો ગુરુત્વાકર્ષણમુક્તિવેગ, પ્રકાશના વેગ કરતાં પણ વધુ છે.
ઈ.સ. 1983માં, જહોન માઈકલ (John Michell) એ, રોયલ સોસાયટી (Royal Society) સમક્ષ રજૂ કરેલ અને પાછળથી “ફિલોસોફિક્ત ટ્રાન્સેક્શન' (Philosophical Transaction)માં પ્રકાશિત થયેલ લેખમાં તેણે લખ્યું હતું કે જો સૂર્યની જેટલી ઘનતા અથવા દ્રવ્યમાન રહેવા દઈ, તેનો વ્યાસ જો અડધો કરવામાં આવે તો, તે 500 મા ભાગ જેટલો નાનો થઈ જાય છે, આ સંજોગોમાં અનંત અનંત અંતરેથી કોઈ પદાર્થને તેના તરફ મુક્ત રીતે છોડવામાં આવે તો, તે પદાર્થ સૂર્યની સપાટી સુધી પહોંચતા પ્રકાશ કરતા પણ વધુ વેગ પ્રાપ્ત કરી લે છે. પરિણામે પ્રકાશ પણ તેટલા જ બળથી સૂર્ય તરફ આકર્ષાય છે અને આવા પદાર્થમાંથી નીકળતો સઘળો ય પ્રકાશ તેના જ ગુરુત્વાકર્ષણથી પુનઃ તેમાં જ સમાઈ જાય છે. ત્યાર પછી થોડાક જ વર્ષો બાદ ઈ. સ. 1796માં ગણિતજ્ઞ અને ખગોળજ્ઞ પિયરી સીમોન (Pierre simon) અને માર્કસ ડી. લાપ્લાસ (Marquis de Laplace)એ આવી જ નોંધ તેમના Exposition du systeme du monde' નામના નિબંધમાં કરી હતી.10 અર્થાત્ “બ્લેક હોલ” વિશેની કલ્પના આજથી 200 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી પરંતુ જ્યાં સુધી આઈન્સ્ટાઈને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત(General Theory of Relativity)ની શોધ તથા વિકાસ કર્યો નહોતો ત્યાં સુધી માઈકલ (Michell) તથા લાપ્લાસ(Laplace)ના વિચારો/ખ્યાલો સર્વથા ભૂલી જવામાં આવ્યા હતા કારણ કે અવકાશમાં આ રીતનું ભૌતિકપદાર્થનું સંકોચન થાય છે તેની કોઈ ભાળ મળી નહોતી, તો બીજી બાજુ આવા શ્યામગર્ત (Black hole)ની કલ્પના માત્ર ન્યૂટનના એ સિદ્ધાંત ઉપર આધારિત હતી કે પ્રકાશ ભૌતિક (પૌગલિક) કણોનો બનેલો છે અને તેને પણ અવકાશી પદાર્થોના ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડે છે. આનાથી વિરુદ્ધ, તે સમયે પ્રકાશના સંદર્ભમાં ન્યૂટનનો કણવાદ અમાન્ય ઠર્યો હતો અને પ્રકાશના તરંગ સ્વરૂપને વિજ્ઞાનીઓએ સ્વીકૃતિ આપી હતી. એટલું જ નહિ પણ પ્રકાશના તરંગો ઉપર કોઈપણ પદાર્થના ગુરુત્વાકર્ષણની કોઈ જ અસર થતી નથી, એવું સ્વીકારવામાં આવેલ, જ્યારે જહોન માઇકલ તથા લાપ્લાસના ખ્યાલોમાં પ્રકાશ ઉપર ગુરુત્વાકર્ષણની અસર જ મુખ્ય ચીજ હતી.
ઈ.સ. 1911માં જ્યારે આઈન્સ્ટાઈન પ્રાગ્યે યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે સૌ પ્રથમવાર અવકાશી પદાર્થના ગુરુત્વાકર્ષણની પ્રકાશનાં કિરણો ઉપર થતી અસરની ગણતરી કરી અને ઈ. સ. 1914માં થયેલ સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ સમયે, આઈન્સ્ટાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org