Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
33
પ્રકાશઃ તરંગો કે કશો ? of its particle-nature, and vice versa, thus undergoing continual transformations from particle to wave and from wave to particle.
અહીં આધુનિક વિજ્ઞાનનો પ્રકાશ વિશેના કણવાદ અને તરંગવાદનો ઇતિહાસ પૂર્ણ થાય છે.
પ્રાચીન જૈનગ્રંથો, આ વિશે બહુ સ્પષ્ટ છે. તેઓના મત પ્રમાણે છે મૂળભૂત દ્રવ્યો છે : (1) જીવ (2) ધર્મ (3) અધર્મ (4) આકાશ (space) () કાળ (timeઅને (6) પુદ્ગલ (matter). આ દ્રવ્યોમાંથી ધર્મ, અધર્મ અને આકાશ સંપૂર્ણ રૂપે અમૂર્ત છે એટલે કે રંગ, ગંધ, સ્પર્શ, રસ અને આકાર રહિત છે. જ્યારે જીવ દ્રવ્ય પુદ્ગલના સંયોગથી મૂર્તિત્વ પ્રાપ્ત કરે છે. બાકી શુદ્ધ આત્મદ્રવ્ય પણ અમૂર્ત એટલે કે નિરંજન નિરાકાર છે. જૈન દાર્શનિકોએ સમય(કાળ)ને પણ એક દ્રવ્ય તરીકે માન્યું છે, એ જૈનદર્શનની વિશેષતા છે. તે પણ અમૂર્ત છે, માત્ર કાર્યથી તેનું અનુમાન જ કરી શકાય છે.
ટૂંકમાં, આ સમગ્ર બ્રહ્માંડની દરેક ચીજ-વસ્તુ, પછી તે સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય, દશ્ય હોય કે અદશ્ય, અનુભવગમ્ય (ઇન્દ્રિયગમ્યો હોય કે અનુભવાતીત (ઇન્દ્રિયાતીત), દરેકનો સમાવેશ માત્ર પુગલ અને પુગલ સંયુક્ત જીવ તત્ત્વમાં થઈ જાય છે. અને પુદ્ગલ દ્રવ્ય(matter)ના અતિસૂક્ષ્મતમ કણ કે જેના બે ભાગ ક્યારેય કોઈ પણ કાળે થયા નથી, થતા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેના બે ભાગ થવાની શક્યતા પણ નથી, એવા અતિસૂક્ષ્મતમ કણને પરમાણુ કહેવામાં આવે છે. આવા સૂક્ષ્મતમ પરમાણુઓ ભેગા થઈ જગતની કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવાને શક્તિમાન છે. પુદ્ગલ દ્રવ્યમાં, જૈન સિદ્ધાંત પ્રમાણે, અનંતશક્તિ છે. જો કે આત્મા(શુદ્ધ જીવતત્ત્વ)માં પણ અનંતશક્તિ છે, પણ તે બંનેમાં મોટો તફાવત એ છે કે આત્માની શક્તિ સ્વનિયંત્રિત છે, જ્યારે પુદ્ગલની શક્તિ પરનિયંત્રિત છે.
પુદ્ગલ દ્રવ્યના દરેક પરમાણુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ધરાવે છે અને તે જ પુદ્ગલનું લક્ષણ છે. એટલે જ્યાં જ્યાં કોઈ પણ સાધન વડે કે ઈન્દ્રિય વડે વર્ણ અથવા ગંધ અથવા રસ અથવા સ્પર્શનો અનુભવ થતો હોય, ત્યાં ત્યાં પરમાણુસમૂહો અવશ્ય હોય છે અને તે પદાર્થ પૌગલિક છે તેમ માનવામાં આવે છે. ક્યારેક પરમાણુસમૂહ બહુ અલ્પ પ્રમાણમાં હોવાથી, તે પદાર્થમાંનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આપણી ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોતા નથી, પણ તેથી તેના અસ્તિત્વનો નિષેધ કરી શકાય નહિ. દા.ત, અસ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણી અને ઇન્ફારેડ (અધોરક્ત) કિરણો, જે ચક્ષુથી ગ્રાહ્ય નથી, છતાં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એની અસર ઝીલવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org