Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
34
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અત્યારે આપણો મહત્ત્વનો પ્રશ્ન તરંગો કે કણો વધુ વ્યાપક બને છે તે આ રીતે કે ચિરપરિચિત (સુસ્થાપિત) (classical) ભૌતિકશાસ્ત્રમાં જે જે વસ્તુઓને તરંગ સ્વરૂપે માનવામાં આવી છે તે શું ખરેખર તરંગ સ્વરૂપે જ છે કે કણ સ્વરૂપે છે? અને જો તે ખરેખર કણ સ્વરૂપે જ છે, તો તે તરંગ સ્વરૂપે કઈ રીતે અને કેમ વર્તે છે, તેનો ખુલાસો આપવો જરૂરી બને છે. સુસ્થાપિત ભૌતિકશાસ્ત્ર(classical physics)માં આવતા જુદા જુદા પ્રકારનાં અથવા તરંગનાં દશ્ય, અદશ્ય પ્રકાશનાં કિરણો, જુદી જુદી તરંગલંબાઈ ધરાવતા ધ્વનિ તરંગો, જેમાં એન્ટ્રાસાઉન્ડ વેઝ(ultrasound waves - પારધ્વનિ તરંગો)નો પણ સમાવેશ થાય છે, આ પારધ્વનિતરંગોમાં ખૂબ ઊંચી કંપ સંખ્યા(ફ્રીક્વન્સિ) વાળા તથા ખૂબ ઓછી કંપસંખ્યાવાળા ધ્વનિ તરંગોનો પણ સમાવેશ થાય છે, જે આપણા કાન માટે શ્રાવ્ય હોતા નથી તથા જુદી જુદી કંપસંખ્યાવાળા તથા તરંગલંબાઈવાળા વીજચુંબકીય તરંગો (electromagnetic waves) કે જેના આધારે આપણા અત્યારના વાયરલેસ ટ્રાન્સમીટરો, (બિનતારી સંદેશાવાહક સાધનો), રેડિયો, તથા ટેલિવિઝનનાં પ્રસારણો થાય છે, તે બધા તરંગો વાસ્તવમાં તરંગો છે કે કણો? તે આજના ભૌતિકશાસ્ત્રનો મુખ્ય પ્રશ્ન છે અને તેનો ઉકેલ મેળવવા આપણે પ્રયત્ન
કરીશું.
જૈનગ્રંથોએ શબ્દ(ધ્વનિ), અંધકાર, ઉદ્યોત(ઠંડો પ્રકાશ) દા. ત., ચંદ્રનો પ્રકાશ, આતા (ઠંડા પદાર્થમાંથી નીકળતો ઉષ્ણ પ્રકાશ) એટલે કે સૂર્યનો પ્રકાશ, પ્રભા (એટલે કે પ્રકાશના અનિયમિત પ્રસારણ અથવા પરાવર્તન અથવા વ્યતિકરણ) વગેરેને પુદ્ગલના વિકાર સ્વરૂપ બતાવ્યા છે. એટલે કે પુગલના સૂક્ષ્મતમ અણુઓ (પરમાણુઓ)થી બનેલ માન્યા છે. મુગલ વિશે વર્ણન કરતાં તત્ત્વાર્થસૂત્ર(રચયિતા સંકલનકાર - વાચક શ્રીઉમાસ્વાતિજી)ના પાંચમા અધ્યાયમાં જણાવ્યું છે કે “પૂતિ ૪તતિ તિ પુતિ:” પુદ્ગલ દ્રવ્યમાં તેના નામ પ્રમાણે પૂરણ તથા ગલનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. દરેક પ્રકારના પૌગલિક પદાર્થોમાં સર્જન એટલે કે નવા નવા પરમાણુઓનું ઉમેરાવું તથા પૂર્વના પરમાણુઓના સમૂહમાંથી કેટલાકની છૂટા પડવાની પ્રક્રિયા એટલે વિસર્જન સતત ચાલ્યા જ કરે છે. કોઈપણ પદાર્થ સૂક્ષ્મબુદ્ધિથી જોતાં, એકસરખો ક્યારેય રહેતો જ નથી દા. ત., આપણા શરીરમાં અબજો કોષો છે. તેમાંથી દરરોજ લાખો કોષોનો નાશ અને બીજા લગભગ તેટલા જ અથવા તો વધતા-ઓછા કોષોનું નવસર્જન થાય છે.
આણ્વિક ભૌતિકશાસ્ત્રમાં આવતી બંધ (fusion) અને ભેદ (fission)ની પ્રક્રિયાઓ, એ પૂરણ અને ગલનનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો છે. આ બંને પ્રક્રિયા કરતી વખતે શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org