Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
38
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો તોય ખૂબ દુર્લભ તો છે જ.
વિજ્ઞાનીઓએ જે અણુ-પરમાણુઓ તથા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન, પોઝિટ્રોન, ક્લાર્ક, વગેરે સંખ્યાબંધ જે મૂળભૂત કણો શોધ્યા છે, તે બધા જ આપણી આ વર્ગણાના પ્રથમ પ્રકાર, ઔદારિક વર્ગણામાં આવી શકે છે.
આ વર્ગણા સંબંધી વધુ માહિતી આચારાંગ ટીકા, પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિ વગેરે જૈનગ્રંથોમાં ઉપલબ્ધ છે.
આ આઠ પ્રકારની વર્ગણાઓમાંથી અત્યારે આપણે ખાસ કરીને તૈજસ્ વર્ગણા તથા ભાષાવર્ગણાની વાત કરવાની છે.
આગળ જણાવેલ તરંગોમાંના પ્રકાશના વિવિધ જાતિના તરંગો તથા વીજચુંબકીય તરંગોનો સમાવેશ તૈજસ્ વર્ગણાના પરમાણુ-સમૂહ-એકમોમાં કરી શકાય. જ્યારે ધ્વનિ સંબંધિત બધા જ તરંગોનો સમાવેશ ભાષા વર્ગણાના પરમાણુ-સમૂહ એકમોમાં કરી શકાય. - બ્રહ્માંડમાં સર્વ જગ્યાએ ભાષા એટલે ધ્વનિની ઉત્પત્તિ તથા પ્રસરણ કઈ રીતે થાય છે, તે ખૂબ જ ધ્યાન દઈને વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. આ વિશે “આચારાંગ' નામના જૈન આગમના, દ્વિતીયખંડમાંના ચોથા ભાષાજાત અધ્યયન નામના પ્રકરણમાં કહ્યું છે કે શબ્દ(ભાષા)ના ચાર પ્રકાર છે.
1. ઉત્પત્તિજાત 2. પર્યવજાત 3. અન્તરજાત 4. ગ્રહણજાત 1. ઉત્પત્તિજાતઃ ઉપર જણાવેલ વર્ગણાઓમાંથી, ભાષા વર્ગણામાં જેનો સમાવેશ થાય છે તેવા પરમાણ-સમૂહ-એકમોને જીવ શરીર વડે ગ્રહણ કરે અને વાણી વડે ભાષારૂપે પરિણમન કરી પાછા બહાર કાઢે અથવા નીકળે તે પરમાણ-સમૂહ-એકમોને ઉત્પત્તિજાત શબ્દ કહેવામાં આવે છે.
12. ઉપર જણાવેલ પદ્ધતિએ, બહાર નીકળેલા શબ્દના પરમાણુ-સમૂહ-એકમો વડે, તેની આજુબાજુ વિશ્રેણિગત એટલે કે પંક્તિબદ્ધ ન હોય તેવા ભાષા વર્ગણાને યોગ્ય પરમાણુ-સમૂહ-એકમોને અથડાઈને, તે પરમાણુ-એકમોને શબ્દરૂપે પરિણાવે છે. આ નવા પરિણમન પામેલ શબ્દને પર્યવજાત શબ્દ કહેવામાં આવે છે.
3.પ્રથમ પ્રકારે પરિણમન પામેલ શબ્દના પુદ્ગલ-સમૂહ-એકમો જ્યારે સમશ્રેણિ એટલે કે પંક્તિબદ્ધ રહેલ ભાષા વર્ગણાને યોગ્ય પરમાણુ-એકમોને અથડાઈ, તેને શબ્દ રૂપે પરિણાવી તેમાં જ ભેગા ભળી જાય તેવા શબ્દને અત્તરજાત શબ્દ (ભાષા) કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org