Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
20
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ન્યૂટનના અવસાન પછી તરંગવાદનો ઠીક ઠીક વિકાસ થયો અને તે પ્રકાશના સુરેખ માર્ગને સમજાવવામાં સફળ થયો. અને તે વખતના વિજ્ઞાની ફ્રેનેલની માન્યતા પ્રમાણે પ્રકાશની તરંગલંબાઈ એટલી બધી નાની છે કે આવી નાની તરંગલંબાઈ ધરાવતા તરંગોનું ખૂણા પાસે આવર્તન વ્યવહારમાં ખૂબ અપગણ્ય રીતે ઓછું છે.
બીજું પ્રકાશને લીધે સૂક્ષ્મતતીણ) ધારનો પડછાયો સ્પષ્ટ પડતો નથી. અને સૂક્ષ્મ ધારના સ્પષ્ટ પડછાયાને બદલે પડછાયાની ધારની પાસે અંદરના ભાગમાં ચોક્કસ પ્રકારની પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ (લીટીઓ) મળે છે. આવી શલાકાઓ ન્યૂટનના સમયમાં પણ જાણીતી હતી, પરંતુ ન્યૂટનનો કણવાદ આનો કોઈ સંતોષકારક ઉકેલ આપી શકતો નહોતો, જ્યારે તરંગવાદ તે સમજાવવામાં સફળ થયો.
ન્યૂટનના અવસાન બાદ લગભગ સોએક વર્ષે ફ્રેનેલ નામના ફ્રેન્ચ વિજ્ઞાનીએ તરંગવાદનો સંપૂર્ણ વિકાસ કરી તે સમયે જાણીતી લગભગ બધી જ ભૌતિક ઘટનાઓની સમજૂતી તરંગવાદના આધારે આપી. થોડાં વર્ષો પછી ફૂકો નામના વિજ્ઞાનીએ એક અંતિમ નિણાર્યક પ્રયોગ કરી કણવાદને મૃત:પ્રાય કરી દીધો અને તરંગવાદે પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું. ફુકોના આ પ્રયોગના મુદા પર બંને વાદો નિર્ણયાત્મક રીતે જુદા પડતા હતા.
પ્રકાશની શૂન્યાવકાશમાં ગતિ 3 x 10 કિમી/સેકન્ડ છે. હવે ન્યૂટનના કણવાદ પ્રમાણે પાણીમાં પ્રકાશની ગતિ વધુ હોવી જોઈએ, જ્યારે તરંગવાદ પ્રમાણે પાણીમાં પ્રકાશની ગતિ ઓછી હોવી જોઈએ. વિજ્ઞાની ફૂકોએ કરેલા પ્રયોગમાં પ્રકાશની પાણીમાં ગતિ ઓછી હોવાનું જણાયું હતું.
ત્યારપછી વિજ્ઞાની ફેરાડેએ એવું મંતવ્ય જણાવ્યું કે લોહચુંબકની આસપાસ કેટલીક ચુંબકીય બળ-નળીઓ ફેલાયેલી છે અને આ બળનળીઓ દેખીતી રીતે(પ્રાયોગિક રીતે) મર્યાદિત ક્ષેત્રમાં ફેલાયેલી જણાતી હોવા છતાં સૈદ્ધાત્તિક રીતે તે અનંત અંતર સુધી ફેલાયેલી હોઈ શકે છે, અને તેથી જ લોહચુંબક લોખંડના ટુકડાને આકર્ષી શકે છે. આ અદશ્ય બળનળીઓ લોખંડના ટૂકડાને પકડવામાં હાથ-પગ જેવું કામ કરે છે. જો કે આ ચુંબકીય ક્ષેત્રનું ગણિત ફેરાડે કરી શક્યો નહોતો, પણ તેના આ ક્ષેત્રમાં, આ કાર્યમાં મેક્સવેલ નામના વિજ્ઞાનીને રસ પડ્યો અને ફેરેડેના વિચારોને તેણે ગાણિતિક સમીકરણ વડે અભિવ્યક્તિ આપી. આ કામ19મી સદીનું મહાન કાર્ય હતું. મેક્સવેલની સાત્તિક ગણતરી પ્રમાણે વીજચુંબકીય ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તણાવો અને વીજચુંબકીય તરંગાને સૌએ ભૌતિક વાસ્તવિક્તા રૂપે સ્વીકાર્યા છતાં પ્રાયોગિક કોઈ પુરાવા નહોતા. એટલે કે વીજચુંબકીય તરંગો પ્રયોગશાળામાં ઉત્પન્ન થઈ શક્યા નહોતા. પરંતુ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org