Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
24
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સિદ્ધ થઈ ગયું હતું. તેથી જ મેક્સ પ્લાંકે એવું કહ્યું કે જ્યારે વિકિરણનું ઉત્સર્જન થાય છે ત્યારે તે કણ(ક્વૉન્ટા)ના સ્વરૂપમાં થાય છે અને ગતિ કરે છે ત્યારે તરંગના સ્વરૂપમાં ગતિ કરે છે પણ આઈન્સ્ટાઈને એમ કહ્યું કે વિકિરણનું ઉત્સર્જન પણ ક્વોન્ટા(કણ)ના સ્વરૂપમાં થાય છે અને ગતિ પણ ક્વોન્ટા(કણ)ના સ્વરૂપમાં જ થાય છે એટલે ફોટોઇલેક્ટ્રિક ઘટનામાં જ્યારે પ્રકાશ નાના નાના કણના સ્વરૂપમાં ધાતુની પ્લેટ (તકતી) ઉપર અથડાય છે, ત્યારે તેઓ ધાતુમાંના મુક્ત ઈલેક્ટ્રોનને બહાર ફેંકી દે છે અને આવૃત્તિવાળા પ્રકાશ તરંગ સાથે સંબંધિત ફોટૉનની શક્તિ માટે નીચે પ્રમાણે સૂત્ર આપ્યું.
E= h[, જ્યાં E એ ફોટૉનની શક્તિ છે. એ પ્લાંકનો વિશ્વનિયતાંક (Plank's constant) છે અને f એ આવૃત્તિ છે. તરંગો તરંગો એટલે શું? અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે?તેનો જો સારી રીતે સૂક્ષ્મબુદ્ધિએ વિચાર કરીએ તો ધ્વનિ, પ્રકાશ વગેરેનાં તરંગસ્વરૂપ કરતાં કણ સ્વરૂપને સ્વીકારવું વધુ યોગ્ય જણાય છે. તરંગો કોઈપણ ચોક્કસ માધ્યમમાં જ ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ માધ્યમ વિના ઉત્પન્ન થતા નથી. વળી તરંગોમાં, મૂળભૂત માધ્યમના કણો પોતાની જગ્યાએ જ(સ્થાને જ) ઊંચા-નીચા થયા કરે છે, પણ તે કણો ગતિ કરીને માધ્યમના એક છેડાથી બીજા છેડા સુધી જતા નથી. તે તરંગોની સમજ આ પ્રમાણે આપવામાં આવે છે :
આકૃતિ નં. 1 (G) માં બતાવ્યા પ્રમાણે AB, C, D, E, F, G, H, I, કોઈ એક માધ્યમના એકસરખી સપાટીએ આવેલ કણો છે. =0, સમયે બધા જ કણો સમતોલ અવસ્થામાં છે. તે જ સમયે કણ A માં એવો વિક્ષોભ પેદા થાય છે કે પોતાનું સરળ આવર્તદોલન શરૂ કરે છે. આપણે માની લઈએ કે આ આર્વતદોલનનો આવર્તકાળ 8 સેકંડ છે. = 0 સેકંડે બધા જ કણો Aણની માફક સ્થિર છે. અને તે સમયે વિક્ષોભ શરૂ થાય છે. = 1 સેકંડે વિક્ષોભની અસર B કણ આગળ પહોંચે છે અને તે પણ સરળ આવર્તદોલન ચાલુ કરે છે. તે સમય દરમ્યાન કણ પોતાની સરળ આવર્તગતિમાં કંપવિસ્તારના ક ભાગ જેટલું સ્થાનાંતર પામશે. ત્યારે B કણ પોતાનું સરળ આવર્તદોલન શરૂ કરવાની તૈયારીમાં હશે. આમ પ્રથમ સેકંડે B આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની સ્થિતિ હશે. બીજી સેકંડે B કણના દોલનની અસર C કણ સુધી પહોંચે છે. ત્યારે તે કણ પોતાનું દોલન શરૂ કરવાની તૈયારીમાં હશે. જુઓ આકૃતિ-1(1) આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org