Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
28
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સંખ્યા ઉપર છે, એટલે અહીં કણોના દળની સાથે, કણોના કદની પણ ગણતરી થવી જોઈએ એમ અમારું માનવું છે. જો કણોનું દળ વધુ હોય, પરંતુ તેની સાથે કદ પણ વધુ હોય તો કોઈ અર્થ રહેતો નથી. જૈનગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે એક એકમ પરમાણુ પ્રદેશમાં પણ અનંત પરમાણુઓ રહી શકે છે અને જેમ જેમ તે એકમ પરમાણુ પ્રદેશમાં પરમાણુઓની સંખ્યા વધતી જાય, તેમ તેમ તે પરમાણુઓ વધુ ને વધુ સૂક્ષ્મ પરિણામી તથા ઘન બનતા જાય છે. એટલે કે તેનું કદ બદલાતું નથી. વધતું નથી પણ દળ (mass)વધતું જ જાય છે. હવે જો આપણે એમ માની લઈએ કે ફોટોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન, ક્લાર્ક વગેરે સૂક્ષ્મ કણોના કદ સમાન છે, તો તે ફોટોન વગેરે તથા બીજા વીજચુંબકીય કણોમાં તેઓની કંપસંખ્યાની વધઘટ પ્રમાણે દળમાં અવશ્ય વધઘટ હોવી જોઈએ. મતલબ કે જુદી જુદી કંપસંખ્યા - તરંગલંબાઈવાળા તરંગોને વહેતાં મૂકતા ટ્રાન્સમીટરો, હકીકતમાં જુદા જુદા દળવાળા સૂક્ષ્મ કણોને 3 x 10 કિમી/સેકંડના વેગથી ચારે દિશામાં છોડે છે. એમ સ્વીકાર કરવો જોઈએ.
સામાન્ય માણસના મગજમાં ન ઊતરે એવી આ વિચિત્ર વાત છે. સૂક્ષ્મણો તરંગની માફક વર્તે છે એવો વિચાર મનમાં ઠસાવી શકાતો નથી. તેનું કારણ એ કે આપણા પૂર્વના, જૂના જ્ઞાનના સંસ્કારો શુદ્ધકણ કે શુદ્ધતરંગ વિશેના જ છે. આપણે પાણીની સપાટી પરના તરંગોથી સુપરિચિત છીએ તથા બંદૂકની ગોળીના ગતિવિજ્ઞાનની આપણને જાણકારી છે.
દ બ્રોગ્લીના ઉપરના સમીકરણની પ્રાયોગિક સાબિતી ઈ.સ. 1925માં મળી. ઈ.સ. 1925માં બેલ ટેલિફોન કંપનીમાં પ્રયોગો કરતા, સી. જે. ડેવિસન અને ગર્મરના પ્રયોગ દરમ્યાન પ્રવાહી હવા(liquid air)નો બાટલો ફૂટવાનો અકસ્માત થયો અને નિલના ગરમ ટુકડા ઉપર, પ્રવાહી હવા (liquid air) ધસી આવી અને ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરેલ નિકલની ધાતુના ટુકડાની સપાટી બગાડી નાખી. પછી તે જ ટુકડા વડે સી. જે. ડેવિસને પ્રયોગો ચાલુ કર્યા ત્યારે અકસ્માતના કારણે નિકલના ટુકડામાં મોટો ફેરફાર થઈ ગયા હતા અને તે એક જ અખંડસ્ફટિકમાં રૂપાંતરિત થઈ ગયો, તેના કારણે પ્રયોગોના આશ્ચર્યજનક પરિણામો આવ્યા. આ પરિણામોમાં ઈલેક્ટ્રૉનને તરંગ સ્વરૂપે વર્તતા જોયાં અને તેની તરંગલંબાઈ દ. બ્રોગ્લીના 2 -
mv સૂત્રથી મળતી તરંગલંબાઈ બરાબર હતી. ટૂંકમાં ઇલેક્ટ્રોન વાસ્તવમાં તરંગ છે કે કણ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કારણ કે ઘણી ઈલેક્ટ્રોનિક્સ ઘટનાઓમાં ઈલેક્ટ્રોન કણ સ્વરૂપે વર્તે છે. ઘણા પ્રયોગોમાં વાલ્વના ફિલામેન્ટમાંથી તેનું ઉત્સર્જન થતું જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org