Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
પ્રકાશ તરંગો કે કણો? દરમ્યાન મેક્સવેલ ગાણિતિક સમીકરણો વડે વીજચુંબકીય તરંગોના ગુણધર્મો તથા વેગ વગેરે નક્કી કરીને જણાવ્યું કે આ વીજચુંબકીય તરંગોનો વેગ પણ પ્રકાશના વેગ જેટલો જ હોય છે.
મેક્સવેલનાં આ સમીકરણોની સુંદરતા ફક્ત કાગળ ઉપર ઘણાં વર્ષો સુધી રહી. છેવટે 32 વર્ષ પછી, તેના મૃત્યુ બાદ, હર્ટ્ઝ નામના વિજ્ઞાનીએ પ્રયોગશાળામાં વીજચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા અને તેના ગુણધર્મો તથા વેગનો અભ્યાસ કર્યો. જે મેક્સવેલની ગણતરી પ્રમાણે હતા. હર્ઝે ઉત્પન્ન કરેલ વિકિરણ તરંગ સ્વરૂપમાં હતું; અને તેનું પરાવર્તન તથા વક્રીભવન પણ થતું હતું.
પ્રકાશ અને રેડિયોનાં મોજાં, બંને વીજચુંબકીય તરંગો જ છે. ફક્ત બંનેની તરંગ લંબાઈઓમાં જ તફાવત છે. આમ ન્યૂટનના ગતિશાસ્ત્ર, મેક્સવેલના વીજચુંબકીય શાસ્ત્ર અને ઉષ્ણાગતિશાસ્ત્રનાં થોડાં સમીકરણો પ્રમાણે જ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થતું હોય એમ લાગવા માંડ્યું. આ ત્રણે શાસ્ત્રો ભેગાં થઈ તે જમાનામાં ઉપલબ્ધ દરેક ભૌતિક ઘટનાઓને સમજાવવામાં સફળ થયાં હતાં, અને દેખીતી રીતે, તરંગવાદ અને કણવાદનો ઝઘડો અહીં સંપૂર્ણ થઈ જતો જણાતો હતો. પરંતુ તરંગવાદના મૂળભૂત પાયાસમાન પ્રયોગ કે જે વિજ્ઞાની હર્ઝે કર્યો હતો અને મેક્સવેલના સમીકરણ પ્રમાણે વીજચુંબકીય તરંગ મેળવ્યું, તે પ્રયોગમાં હર્ઝને પાછું પ્રકાશનું કણ સ્વરૂપ ડોકિયું કરતું દેખાવા લાગ્યું. છતાં નવા વિકિરણની શોધમાં, કોઈપણ વિજ્ઞાની અને ખુદ હર્ઝ પણ આ બાબતને ગૌણ કરી દે તેમાં કોઈ નવાઈ નહોતી અને બન્યું પણ એમ જ. તે પ્રયોગમાં પ્રકાશનું કણ સ્વરૂપ આ રીતે જણાતું હતું. હર્ઝના આ પ્રયોગમાં સ્પાર્ક ઉત્પન્ન કરનાર સાધન ઉપર જ્યારે પારજાંબલી (ultraviolet) કિરણો નાખવામાં આવતાં ત્યારે સ્પાર્ક ઝડપથી અને સહેલાઈથી ઉત્પન્ન થતો હતો.
આમ પ્રકાશ તરંગોનો બનેલો છે કે કણોનો?તે પ્રશ્ન પાછો નવા સ્વરૂપે ઉપસ્થિત થયો.
મેક્સવેલે અને હર્ઝે વીજચુંબકીય તરંગોનું પ્રતિપાદન કર્યા પછી પણ હટ્ઝ અને થોમ્સનને તેના પ્રત્યે થોડી ઘણી શંકા હતી, અને તેમની એ શંકા યોગ્ય જ હતી. હર્ઝને પોતાના પ્રયોગમાં જોવા મળેલ હકીકતથી શંકા અને ચિંતા થતી હતી. જ્યારે થોમ્સનની મુખ્ય ચિંતા, સંપૂર્ણ કાળા પદાર્થના વિકિરણના અભ્યાસમાં જેને “પારજાંબલી આત કહે છે, તેના સંબંધી હતી. (પારજાંબલી આફત એટલે નાની તરંગલંબાઈવાળા તરંગનું વિકિરણ.) આ બંને ઘટનાઓ પ્રકાશના તરંગવાદ વડે સમજાવી શકાતી નહોતી. આમ પ્રકાશના તરંગવાદ સમક્ષ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન આવી ઊભું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org