________________
वृत्तिकर्तुर्मङ्गलं भूमिका च ।
श्रीसीमन्धरस्वामिने नमः । नमो नमः श्रीगुरुप्रेमसूरये । श्रीरत्नसिंहसूरिविरचितम् भावानुवादविभूषित'हेमचन्द्रीय 'वृत्तिसमलङ्कृतम्
श्रीधर्माचार्यबहुमानकुलकम्
हेमचन्द्रीया वृत्ति:- मङ्गलाचरणम् ।
१
श्रीवर्धमानतीर्थेशं, नत्वा निजगुरुं तथा । स्मृत्वा वाग्देवतामज्ञो, विवृणोम्यप्यहं मुदा ॥ श्रीगुरुबहुमानाख्य- कुलकं कृपया गुरोः । श्रीगुरुबहुमानस्य, स्वपरात्मसु वृद्धये ॥ ॥ युग्मम् ॥
भूमिका - अनादिनिधने रागद्वेषविचिभीषणे दुःखरूपे दुःखफलके दुःखानुबन्धकेऽस्मिन्संसारपारावारे सर्वेऽपि कर्मवशवर्त्तिनोऽसुमन्तोऽनादिकालात्पर्यटन्ति सुतीक्ष्णं च दुःखमनुभवन्ति । ते दुःखेन त्रस्ताः सन्ति सुखञ्चात्यातुरतया काङ्क्षन्ते । दुःखमुक्तिः सुखप्राप्तिश्चाऽऽत्मनि क्षीरनीरवन्निबद्धस्य कर्मरजसोऽपाकरणेन भवतः । कर्मरजस्तु विनयेनाऽपाक्रियते । यत उक्तं पुष्पमालाप्रकरणे मलधारि श्रीहेमचन्द्रसूरिभिः
હેમચન્દ્રીયા વૃત્તિનો ભાવાર્થ - મંગલાચરણ શ્રીવર્ધમાન જિનેશ્વર પ્રભુને તથા પોતાના ગુરુમહારાજને નમસ્કાર કરીને તેમજ સરસ્વતી દેવીનું સ્મરણ કરીને પોતાના અને બીજા જીવોના આત્મામાં ગુરુબહુમાનની વૃદ્ધિ થાય એ માટે બુદ્ધિ વિનાનો એવો પણ હું ગુરુમહારાજની કૃપાથી આનંદપૂર્વક શ્રીરત્નસિંહસૂરિ મહારાજ વડે રચાયેલા શ્રીધર્માચાર્યબહુમાનકુલકનું વિવરણ કરું છું.
ભૂમિકા - આદિ અને અંત વિનાના, રાગ-દ્વેષરૂપી મોજાઓને લીધે ભયંકર, દુઃખસ્વરૂપ, દુઃખરૂપી ફળ આપનાર, દુઃખનો અનુબંધ કરાવનાર એવા આ સંસારસમુદ્રમાં કર્મને પરાધીન બધા જીવો અનાદિકાળથી પરિભ્રમણ કરે છે અને અતિભયંકર દુઃખને ભોગવે છે. તે જીવો દુ:ખથી ત્રાસી ગયા છે અને ખૂબ આતુરતાપૂર્વક સુખને ઝંખે છે. દૂધ અને પાણીની જેમ આત્મામાં એકમેક થયેલી કર્મરજને દૂર કરવા વડે દુઃખમાંથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે. વિનય કરવાથી કર્મરજ દૂર થાય છે. કેમકે પુષ્પમાળાપ્રકરણમાં મલધારી શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે ગાથા ૪૦૨ માં કહ્યું છે કે -