________________
३४८
गुरुविराधकः स्वकार्ये सफलो न भवति । गुरुविराधनाया अनेके प्रकाराः सन्ति, तद्यथा - शिष्यो गुर्विच्छां न पूरयति । स गुर्विच्छाविरुद्धं करोति । स गुरुवचनपालनं न करोति । स गुरोरनादरं करोति । स गुर्वागमे नाभ्युत्तिष्ठति । स गुरोश्चारुतरामुपधिं धारयति । स गुरुमनापृच्छयैव सर्वं करोति । तस्य सर्वाः प्रवृत्तयो गुरोहीनतां ज्ञापयन्ति । स गुरोरवर्णवादं करोति । स स्वात्मानं गुरोरधिकं प्रदर्शयति । एवमादिप्रकारैर्गुरोविराधना भवति ।
गुरुविराधकः कदापि स्वकार्ये सफलो न भवति । यदि स गुरोः पराभवं करोति तर्हि तच्छिष्या अपि तस्य पराभवं करिष्यन्ति । गुरुविराधनया कृतमौषधमपि रोगं नापनयति, प्रत्युत तं प्रवर्धयति । गुरुविराधनया कदापि शिष्यस्य प्रगतिर्न भवति । गुरुविराधना शिष्यं संसारसमुद्रे निमज्जयति । गुरुविराधना चारित्रधनमपहरति । यथा गुर्वाराधनया सर्वेष्टानि प्राप्यन्ते तथा गुरुविराधनया सर्वानिष्टानि जायन्ते ।
शारीरिकभौतिकाध्यात्मिकसम्पदर्थिना सर्वप्रयत्नैर्गुरुविराधना त्याज्या गुर्वाराधना च कार्या । यथा नरः सद्बिभेति तथा भवभ्रमणभीरुणा मोक्षसुखकाङि क्षणा शिष्येण गुरुविराधनाया भेतव्यम् । अमृतं सर्वेषामीप्सितं भवति, विषं च सर्वैर्जुगुप्सितं भवति ।
ગુરુની વિરાધનાના અનેક પ્રકારો છે. તે આ પ્રમાણે - શિષ્ય ગુરુની ઇચ્છા પૂરી ન કરે. તે ગુરુની ઇચ્છાથી વિરુદ્ધ કરે. તે ગુરુના વચનનું પાલન ન કરે. તે ગુરુનો અનાદર કરે. ગુરુ આવે ત્યારે તે ઊભું ન થાય. તે ગુરુ કરતા સારી ઉપધિ રાખે. તે બધું ગુરુને પૂછ્યા વિના જ કરે. તેની બધી પ્રવૃત્તિઓમાં ગુરુ ઉતરતા જણાતા હોય. તે ગુરુની નિંદા કરે. તે પોતાને ગુરુ કરતા ચઢિયાતો બતાવે. આ અને આવા બીજા પ્રકારોથી ગુરુની વિરાધના થાય છે.
- ગુરુની વિરાધના કરનાર ક્યારેય પોતાના કાર્યમાં સફળ નથી થતો. જો તે ગુનો પરાભવ કરે તો તેના શિષ્યો પણ તેનો પરાભવ કરે. ગુરુની વિરાધના કરીને કરાયેલી દવા પણ રોગને દૂર નથી કરતી, ઉર્દુ તેને વધારે છે. ગુરુની વિરાધના કરવાથી ક્યારેય શિષ્યની પ્રગતિ નથી થતી. ગુરુની વિરાધના શિષ્યને સંસારસમુદ્રમાં ડુબાડે છે. ગુરુની વિરાધના ચારિત્રરૂપી ધનને હરે છે. જેમ ગુરુની આરાધનાથી બધા ઇષ્ટો મળે છે તેમ તેમની વિરાધનાથી બધા અનિષ્ટો થાય છે.
શારીરિક, ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ ઇચ્છાનારાએ બધા પ્રયત્નોથી ગુરુની વિરાધના ત્યજવી અને ગુરુની આરાધના કરવી. જેમ માણસ સાપથી ડરે છે તેમ ભવભ્રમણથી ડરનારા, મોક્ષસુખને ઇચ્છનારા શિષ્ય ગુરુની વિરાધનાથી ડરવું. અમૃતને બધા ઇચ્છે છે, ઝેરની બધા દુર્ગછા કરે છે. તેમ ગુરુની આરાધના અમૃતની જેમ ઝંખવી